SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય. તમારે પણ દીક્ષા લેવી છે ને ? તો નક્કી કરી કે ગુસ્સો કરવો નથી અને એની શરૂઆત ઘરથી કરવી છે. પહેલાં ઘરમાં ગુસ્સો નથી કરવો, પછી બજારમાં ગુસ્સો નથી કરવો અને અંતે ધર્મસ્થાનમાં ગુસ્સો નથી કરવો. જ્યાં રાતદિવસ રહેવાનું છે ત્યાંનો ગુસ્સો સૌથી પહેલાં કાઢવો છે. ઘરમાં પણ ચાર વિભાગ પાડું ? તો પહેલાં માબાપ ઉપર ન કરવો, પછી પત્ની ઉપર ન કરવો, પછી સંતાનો ઉપર ન કરવો અને છેલ્લે ઘરમાં આવનાર સ્વજનો કે ઘાટી ઉપર ન કરવો. સ0 અંદર ઠેષ પડ્યો રહે તો ? અંદર ભલે પડ્યો રહે, બહાર પ્રગટ નથી કરવો. ઊલટી અંદર રહેલી સારી કે બહાર નીકળે તો સારું ? દબાવવાથી ઊછળતું નથી, જોર ઓછું પડવાથી ઊછળે છે. તેથી મજબૂતાઇથી દબાવતાં શીખી જવું કે જેથી દબાયેલું ઊછળે નહિ. આપણને ગમે કે ન ગમે, પણ અનંતજ્ઞાનીઓના કહ્યા પ્રમાણે ગુસ્સાને નિષ્ફળ કરવાનો પરિણામ મેળવી લઇએ તો ચારિત્રધર્મનું પાલન સારામાં સારું કરી શકાય. એક વાર સહનશક્તિ કેળવી લઈએ તો ગુસ્સો આવવાનું કોઇ કારણ નથી. શક્તિ કેટલી છે - એ નથી જોવું. શક્તિ કરતાં પણ સહનશક્તિ શ્રેષ્ઠ છે. શક્તિ શરીરની હોય છે જ્યારે સહનશક્તિ મનની હોય છે. જેને દુ:ખ ભોગવવું નથી તેણે શક્તિ કેટલી છે - એ વિચારવાની જરૂર નથી અને જેને દુ:ખ ભોગવવું છે - તેણે પણ શક્તિ કેટલી છે – એ જોવાના બદલે સહનશક્તિ કેટલી છે એનો વિચાર કરવાની જરૂર છે. શક્તિ હોવા છતાં સહનશક્તિ ન હોય એવા તો ઘણા દાખલા છે ને? ઘણા તપસ્વીઓ એવા જોયા છે કે તપની શક્તિ તેમનામાં હોવા છતાં સહનશક્તિ તેમનામાં હોતી નથી. કૂરગડુમુનિના પાત્રોમાં ઘૂંકનારા ચાર મહાત્માઓ પાસે ચાર મહિના સુધી ભૂખ્યા રહેવાની શક્તિ હતી પણ સહનશક્તિ ન હતી તેથી જ કૂરગડુમુનિ ઉપર ગુસ્સે થયા હતા. જયારે કુરગડુમુનિ પાસે તપની શક્તિ ન હતી પરંતુ સહનશક્તિ સારામાં સારી હતી. તેથી જ તો તે કેવળજ્ઞાન પામ્યા. સામો ગુસ્સો ન કરે એટલામાત્રથી આપણને કેવલજ્ઞાન ન મળે. કૂરગડુમુનિએ પોતે સહનશક્તિ રાખી ગુસ્સો ન કર્યો તો કેવળજ્ઞાન પામ્યા. કષાયને શમાવવા માટે સહનશક્તિની જરૂર છે, જયારે શક્તિ તો દુઃખ ભોગવવા માટે કામ લાગે. શક્તિસંપન્ન આત્મા દુ:ખ ભોગવી શકે, પણ સહનશક્તિના અભાવે કષાયને ઉપશમાવી ન શકે. તમારી ભાષામાં કહીએ તો પૈસા મેળવવા શક્તિ જોઇએ, પણ પૈસા ગયા પછી સહનશક્તિની જરૂર પડે. પૈસા કમાવવા માટે કાંડાની શક્તિ જોઇએ પણ પૈસા ગુમાવ્યા પછી મનને સ્વસ્થ રાખવા માટે સહનશક્તિ જો ઇએ. શક્તિ અને સહનશક્તિ આ બે પદોમાં સામાન્ય ફરક જણાય છે પરંતુ એમાં ભગવાનના શાસનનું રહસ્ય ભર્યું છે. આપણા આત્માનું જ દમન કરવું છે, બીજાનું નહિ. આત્માનું દમન કરવાનું કામ સહેલું નથી. આથી જ આત્માને દુદત્ત કહ્યો છે. દુઃખે કરીને જેનું દમન કરી શકાય તેને દુર્દાન્ત કહ્યો છે. આ રીતે આત્માનું દમન કરવાનું કામ કષ્ટકારી છે - એમ સમજીને શિષ્ય આત્મદમનની પ્રવૃત્તિથી પાછો ન ફરે તે માટે આગળ જણાવે છે કે આત્માનું દમન કરનાર જ આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે. સાચું કહો : સુખ ખાવામાં છે કે ખાવાનું છોડવામાં ? શાસ્ત્રકારો કહે છે કે સુખ જોઇતું નથી – આ જ તો મોટું સુખ છે. આજે આટલું નક્કી કરવું છે કે ભોગવવામાં સુખ નથી. તેથી ઓછું પડે તોય માંગવું નહિ. ખાવા બેઠા પછી જેટલું પીરસ્યું હોય એટલું વાપરીને ઊભા થઇ જવું. આપણે આત્માનું દમન કરીશું તો જ સુખી થઇશું. બીજાનું દમન કરવું - એ સુખી થવાનો ઉપાય નથી. સામો માણસ વિનય કરતો નથી, એવું બોલવા કરતાં આપણી પાસે વિનયની અપેક્ષા છે - એ ખરાબ છે : એટલું માનતા થઇ જવું છે. વસ્તુમાં સુખ નથી, વિષયના ભોગવટામાં સુખ નથી, સુખ તો આત્માના દમનમાં છે. જે પોતાના આત્માનું દમન નથી કરતો તેના જેવું દુ:ખી આ દુનિયામાં બીજું કોઇ નથી. આજે આપણે આત્માનું દમન કરવાના બદલે ભોગવટામાં, ઇચ્છાની પૂર્તિમાં સુખ માની બેઠા છીએ - આ આપણી મોટામાં મોટી ભૂલ છે. આજે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૧૫ ૧૧૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy