SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ સ0 એટલે સંસાર આખો એંઠો છે - એમ ? એમાં કોઈ બે મત જ નથી. જે નાંખી દેવાની ચીજ છે એને લઇએ તો એંઠું જ લીધું ને ? જે પુગલો બીજાએ ભોગવેલાં છે તે આપણે ભોગવીએ તો એંઠું ભોગવીએ છીએ – એમ જ કહેવાય ને ? સ, અહીં હા, હા કરીએ, પણ બહાર તો ખુશખુશાલ જ હોઇએ ! એનું કારણ પણ આ તૃષ્ણા જ છે. ઘરના લોકો તમને પ્રેમથી રાખે છે ? રોજ અપમાન કરે છે છતાં તમે નભાવો છો. કારણ કે તૃષ્ણા પડી છે, જવાના ક્યાં ? ખરાબ ચલાવવાની જે ટેવ પડી છે, એ કળા તમારી પાસે છે, માટે તો સંસારમાં રહી શકો છો. છોકરો વિચિત્ર સ્વભાવવાળો છે એમ જાણવા છતાં તેને છોડી નથી શકતા. કારણ કે છોકરો “મારો’ છે. સંસ્કૃતમાં પણ કહેવત છે કે વિષવૃક્ષમfપ સંવર્ણ સ્વયે છતુમસામૃતમ્ પોતે જાતે ઉગાડેલું વૃક્ષ વિષવૃક્ષ હોવા છતાં પોતે ઉગાડેલું છે માટે જ તો તેને છેદી શકતા નથી. આ સંસારમાં પણ જન્મ-મરણની પીડા પડી છે છતાં મમત્વના કારણે, તૃષ્ણાના કારણે સંસારમાં રહ્યા છીએ ને ? શાસ્ત્રકારો કહે છે કે આ તૃષ્ણા સમસ્ત દોષોની જનની એટલે માતા છે. આ સંસારમાં જેટલું પણ ખરાબ છે તે બધું જ તૃષ્ણાના કારણે છે. અઢારે અઢાર દોષ, અઢારે ય પ્રકારનાં પાપ આ તૃણાના કારણે જ ફૂલ્યાફાલ્યાં છે. આ સંસારનો જેટલો પણ પુરુષાર્થ છે એ બધો જ તૃષ્ણાનો પ્રભાવ છે. આપણો સંસાર કર્મના યોગે નહિ, તૃષ્ણાના યોગે જ ચાલે છે. લોભ એ પણ તૃષ્ણાનું કાર્ય છે. ભગવાને દેશનામાં કહ્યું કે ‘નારી નરકની દીવડી, દુર્ગતિની દાતારો રે’ ત્યારે ધન્ના કાકંદીએ તે માની લીધું, તેમણે એમ વિચાર ન કર્યો કે – “આ તો ભગવાને સામાન્યથી કહ્યું છે, મારી પત્નીઓ એવી નથી'... તેમણે તો ઘરે આવીને માતા પાસે દીક્ષાની રજા માંગી, તૃષ્ણા છોડવાનું કામ ક્ષણવારનું છે, સમજતાં વાર લાગે છે. તૃષ્ણા જેમ સમસ્ત દોષને જન્મ આપે છે તેમ આવેલા ગુણોનો ઘાત કરવાનું કામ પણ આ તૃષ્ણા જ કરે છે. આથી જ બીજા પદમાં લખ્યું છે - નિ:પશુપતિની સારામાં સારા ગુણો પ્રાપ્ત કર્યા પછી પણ પર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર જેઓ તૃષ્ણાને આધીન બને, તેઓના સમસ્ત ગુણોનો ઘાત થાય છે. ચૌદપૂર્વધરો પણ સ્વાધ્યાય ન કરે, નિદ્રાવિકથા વગેરેનો પ્રમાદ કરે તો ત્યાંથી મિથ્યાત્વગુણસ્થાનકે જઇને નિગોદમાં જાય છે. સ, આટલા પ્રમાદની આટલી મોટી સજા ? એક ક્ષણવાર માટે ઝોકું આવે તો કરોડ રૂપિયા જતા રહે ને ? કરોડ શું ? દસ કરોડ પણ જાય ને ? દસ કરોડ જવા માટે દસ ઝોકા ખાવાની જરૂર નહિ ને ? નાની ભૂલ પણ ઘણું મોટું નુકસાન સર્જે છે. ગાડી ચલાવનારને એક ઝોકામાં મોત આવે ને ? સાધુપણામાં સ્વાધ્યાય ફરજિયાત છે. જો સ્વાધ્યાય કરવામાં ન આવે તો ચૌદ પૂર્વ જેટલું અધ્યયન કરેલું હોવા છતાં ભુલાઇ જાય. સ0 ચૌદપૂર્વધરને પણ સ્વાધ્યાય કરવો પડે ? તમારે ત્યાં અબજો પતિને પણ એકાઉન્ટ રાખવો પડે ને ? નહિ તો બધી અંધાધુંધી થઇ જાય ને ? જેને જ્ઞાનનો પ્રેમ હોય તે ગપ્પાં ન મારી શકે. પાકે દિ વિનાશ: I એમ કહ્યું છે. જો પાઠ-સ્વાધ્યાય કરવામાં ન આવે તો આવેલી વિદ્યા પણ નાશ પામે છે. જે પરાવના ન કરે તેના વાચના-પૃચ્છના સ્વાધ્યાય નકામા જાય છે. આ પરાવર્તના કરતાં કોઇ રોકતું હોય તો તે સુખશીલતારૂપ તૃષ્ણા જ છે. દરેક ધર્માત્માને ધર્મની સાધનામાં કઇ વસ્તુ નડતરરૂપ બને છે તે બતાવવા સાથે તેને દૂર કરવાનો ઉપાય પણ શાસ્ત્રકારોએ બતાવ્યો છે : આ જૈનદર્શનકારોની વિશેષતા છે. અહીં કોઇ પણ અધકચરી વાત રાખી નથી. આપણે માત્ર આ તૃષ્ણાની નડતરને સમજીને તેને દૂર કરવાનો વિચાર કરી લેવો છે. આ સંસારમાં જેટલા પણ દોષો છે એ બધા જ રાગ, દ્વેષ, મોહમાં સમાઇ જાય છે. જેમ શરીરના બધા રોગો વાત, પિત્ત અને કફમાં સમાય છે, તેમ આત્માના બધા જ દોષો રાગદ્વેષમોહમાં સમાય છે. કોઇનો સ્વભાવ બરાબર ન હોય, કોઇને સુખની લાલચ નડતી હોય, કોઇને દુઃખ ઉપર નફરત હોય... આ બધા દોષોના મૂળમાં રાગદ્વેષમોહ પડેલા છે. આ ત્રણે દોષોને જિવાડનાર તૃષ્ણા છે. ઘણા લોકો શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy