SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જેલમાં હોઇએ, લોકો જાણે કે ન જાણે પણ આપણે કયાં પાપ કર્યો છે તે આપણે તો જાણીએ ને ? લોકમાં કહેવાય છે કે “મા જાણે બાપ, ને મન જાણે પાપ.” આપણે જાતે એટલાં પાપ કર્યો છે કે તે સાફ કરતાં દમ નીકળે એવું છે. આપણે બીજાના મનને જાણતા નથી માટે બીજાનું સર્ટિફિકેટ નથી ફાડવું. જે જાણતા હોઇએ તે જ બોલવું, જે જાણતા નથી તેમાં મૌન રહેવું. આપણાં પાપો જાણીએ છીએ તેથી તે બોલવાની છૂટ, બીજાના મનને જાણતા ન હોવાથી બીજાને વિષે અભિપ્રાય આપવાની જરૂર નથી. આપણે મૌન રહેવું ને આપણું કામ કયાં કરવું. ભગવાન છબસ્થપણામાં પણ કોઇના માટે બોલતા નથી, કેવળજ્ઞાન પામ્યા પછી પણ બોલતા નથી તેથી તો ભગવાનનું “સાગરવરગંભીરા' વિશેષણ આપ્યું છે. ભગવાન જાણવા છતાં ન બોલે અને આપણે જાણતા ન હોવા છતાં બોલ્યા વિના ન રહીએ ! અવિનય ટાળવો હશે તો દુ:શીલમાં રમવાનું ટાળવું પડશે. પાપ સુખ આપે છે - એવું જ આપણે માનીએ છીએ. લોકોને સમજાવીએ કે પાપથી દુ:ખ આવે છે, પણ જાતે તો પાપથી સુખ મળે છે – એમ માની લીધું છે માટે જ તો પાપ કરીએ છીએ ને ? પાપથી દુ:ખ આવે છે – એવું માનનાર પાપ કરી ન શકે. અત્યાર સુધી પુણ્ય ઘણું ભોગવ્યું હવે પાપ ભોગવવાનો અવસર આવ્યો છે તેના માટે તૈયાર થવું છે. સુખ ભોગવવાનું કામ તો જે ભવના રોગી હોય તે કરે. જે સુખ છોડે તે નીરોગી છે. હોય તેવી કૂતરીની અહીં વાત છે. આવી કુતરીની જેમ અવિનીત શિષ્ય પણ તિરસ્કારપાત્ર બને છે. એ જ રીતે અવિનીત શિષ્ય ભૂંડની જેમ કણના કૂંડાને છોડી વિષ્ટામાં મોટું નાખે છે. તેમ જ વાચાળ અને દુઃશીલ માણસને બધા ધુત્કારે છે. આ ત્રણેની આવી દશા જોઇને જે પોતાના આત્માના હિતને ઇચ્છતો હોય તેણે વિનયમાં જ પોતાના આત્માને સ્થાપિત કરવો. આ રીતે વિનય કરનારને શું ફળ મળે છે તે આગળની ગાથાથી જણાવે છે तम्हा विणयमेसिज्जा सीलं पडिलभेज्जए । बुद्धपुत्ते नियागट्ठी न निक्क सिज्जड़ कण्हुइ ॥१-७।। જે વિનયગુણ પામ્યા તે પાછો ન જાય અને જે અવિનય કાઢયો તે પાછો ન આવે તે માટેનો આ પ્રયાસ છે. તેથી જ અવિનયને દૂર કરી વિનયને પ્રાપ્ત કરવું છે. આ વિનયના પ્રભાવે શીલ-સદાચારની પ્રાપ્તિ થાય છે. કારણ કે વિનયથી વિદ્યા મળે અને એ જ્ઞાનથી વિરતિ મળે . માટે વિનયથી શીલ મળે છે - એમ જણાવ્યું : આવા વિનીત શિષ્યો ક્યાંયથી તિરસ્કારને પાત્ર બનતા નથી. વિનીત શિષ્ય જાણે બુદ્ધ એટલે આચાર્યનો પુત્ર હોય એ રીતે પૂજાય છે. શેઠિયાના દીકરા શેઠિયાની જેમ પૂજાય ને ? તેમ વિનીત શિષ્ય પણ આચાર્યની જેમ જ પૂજાય છે. આ આચાર્યપુત્ર બનવાની લાયકાત કોની છે – તે માટે ‘નિયાગટ્ટી’ પદ આપ્યું છે. નિયાગ એટલે મોક્ષ તેનો જે અર્થી હોય તે જ આચાર્યભગવંતના પુત્ર થવા માટે યોગ્ય છે. સાધુભગવંતનું આ એક વિશેષણ પૂરતું છે. જે મોક્ષનો અર્થી હોય અને સંસારનો અર્થી ન હોય તે જ આચાર્યનો પુત્ર કહેવાય. જેને આ સંસારમાં કશું જો ઇતું નથી તે નિર્ભય છે. જેને સંસારમાં રહેવું હોય તેને સંસારમાં જડ કે ચેતન વસ્તુની જરૂર પડે. જેને મોક્ષમાં જ જવું છે તેને એક ચીજની અપેક્ષા ન રહે. સંસારનું અર્થીપણું છે તેથી પાપની જરૂર પડે છે અને પુણ્યની ય જરૂર પડે છે. જેને મોક્ષનું અર્થીપણું હોય તેને પાપ કરવાની પણ જરૂર ન પડે ને પુણ્ય બાંધવાની ય જરૂર ન પડે. મોક્ષે જવા માટે કયા પુણ્યની જરૂર છે ? શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર सुणिया भावं साणस्स सूअरस्स नरस्स य । विणए ठवेज्ज अप्पाणमिच्छंतो हियमप्पणो ॥१-६॥ અવિનીતનું આચરણ કેટલું ખરાબ છે તે આપણે જોઇ ગયા. અવિનીતને કૂતરીની ઉપમા આપી. કૂતરું એ અત્યંત નીચ પશુ છે, એમાં ય કૂતરા કરતાં કૂતરી ભૂંડી છે. આ કૂતરી પણ કોહવાઇ ગયેલા શરીરવાળી હોય તો તે તિરસ્કારપાત્ર જ બને ને ? અહીં કોહવાઈ ગયેલા કાનવાળી - એમ કહ્યું છે, પરંતુ કાન તો ઉપલક્ષણ છે. બાકી શરીરમાંથી રસી ઝરતી ૩૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૫
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy