SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ દૂર કરવા માટે દીક્ષા લીધી છે, બાહ્યમલને દૂર કરવા નહિ. આત્માને નિર્મળ બનાવવા માટે દીક્ષા લીધી છે, શરીરને મલરહિત બનાવવા માટે નહિ, શરીરના મલથી આત્મા મલિન નથી થતો, શરીરનો મેલ દૂર કરવાથી આત્મા શરીર પ્રત્યેના મમત્વથી લેવાતો હોવાથી ઉપરથી મલિન થાય છે. વીતરાગપરમાત્માનું શાસન પામ્યા પછી જેને મોક્ષની સાધના કરવી હોય તેઓ બીજા કશાના અર્થી નથી હોતા અને એકમાત્ર નિર્જરાના જ અર્થી હોય છે : આ સાધુપણાનું સ્વરૂપ છે. એક નિર્જરાના અર્થીપણાને છોડીને બીજા કશાનું અર્થીપણું જાગે તો પાંચ મહાવ્રતને પાળવાનું અને મોક્ષમાં જવાનું કોઇ રીતે શક્ય નથી : આ વાત સમજયા વિના આપણું કલ્યાણ થવાનું નથી. “નિન્નરપદ' આ પદો ઉપરથી ગ્રંથકારશ્રીએ ખૂબ જ માર્મિક વાત કરી છે. જે નિર્જરાનો પ્રેક્ષી સાધુ હોય તે જ મોક્ષમાં પહોંચી શકે અને આની સાથે નિર્જરાનો ઉપાય પણ ભગવાને બતાવ્યો છે કે વેઠી લેવું, સહન કરી લેવું. સ0 નિર્જરા એટલે ? નિર્જરા એટલે આત્મા ઉપરથી કર્મોને દૂર કરવાં. આટલાં વરસે તમે આ પ્રશ્ન પૂછો છો ? તેનું કારણ એક જ છે કે અત્યાર સુધી સુખ મેળવવા પાપ કર્યું અને ધર્મ દુ:ખ ટાળવા માટે કર્યો એટલે જ્ઞાન મેળવવાનો વિચાર જ ન આવ્યો : ખરું ને ? ધર્મ દુઃખ દૂર કરવા માટે નહિ, કર્મ ટાળવા માટે જ કરવાનો છે. કર્મ દૂર કરવા માટે ધર્મ કરવો તે નિર્જરાખેલી ધર્મ છે. સ0 અમે દુ:ખ વેઠીએ તો અમને સુખ મળે છે. આપને નિર્જરાનો શું અનુભવ થાય ? સંયમમાં અરતિ નથી થતી એ જ તો નિર્જરાનો અનુભવ છે. જેમ જેમ ધર્મ કરીએ તેમ તેમ વિષયકષાયની પરિણતિ ઓછી થાય આ જ તો નિર્જરાનો અનુભવ છે. આજે તમે એવું કહી શકો ખરા કે વિષયકષાયની પરિણતિ ઘટી છે ? ઉપરથી જેમ જેમ પુણ્ય વધ્યું તેમ તેમ અપેક્ષાઓ વધી ને ? પહેલાં જેટલું દુ:ખ વેઠતા હતા એટલું પણ આજે વેઠવાની તૈયારી નથી ને ? ૩૫૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સ0 આપને પરીષહ વેઠતાં આનંદ ને સમાધિ થાય છે, અમને દ્વેષ અને અસમાધિ થાય છે તો આ સંસ્કાર કઇ રીતે કાઢવા ? તમે “મને શું થાય છે? એનો વિચાર કરો છો એના બદલે હવે ‘મારે કેવા થવાનું છે તેનો વિચાર કરવા માંડો તો અસમાધિ નહિ થાય. માત્ર વર્તમાનકાળને જોયા કરે તે દુ:ખના દ્વેષને ન ટાળી શકે. જેને દુ:ખના ભોગવટાની પાછળ રહેલી કર્મની નિર્જરા દેખાય તેને અસમાધિ કે દ્વેષ થવાનું કોઈ કારણ જ નથી. સ0 દુ:ખ સહન કરવાની શક્તિ પુણ્યથી મળે ને ? દુ:ખ સહન કરવાની શક્તિ પુણ્યથી ન મળે, ક્ષયોપશમભાવથી મળે. સહનશીલતા એ આત્માનો ગુણ છે. આત્માનો કોઇ પણ ગુણ ક્ષયોપશમભાવના કારણે કે ક્ષાયિકભાવના કારણે મળે છે, ઔદયિકભાવથી એકે ગુણ ન મળે. ક્ષાયિકભાવથી પૂર્ણ ગુણ મળે, ક્ષયોપશમભાવથી આંશિક ગુણ મળે, ઔદયિકભાવથી એકે ન મળે. આ ક્ષયોપશમભાવ પામવા માટે દેવગુરુનો પરિચય કરવાનો, ધર્મનો અભ્યાસ કરવાનો. સાધુ નિર્જરાના પ્રેક્ષી હોય અને શ્રાવક પુણ્યબંધનો અર્થી હોય - એવી વાત જ નથી કરી. ભગવાનના સંઘમાં ચાર ભેદ પાડ્યા છે તે આચારભેદે પાડ્યા છે. વિચારભેદે નહિ. સાધુ અને શ્રાવકની આચરણામાં ભેદ હોય, બાકી વિચાર તો બંન્નેના મોક્ષલક્ષી જ હોય. વેપન્ન નિઝર પેહી આ બે પદો દિશા ફેરવી કાઢે એવાં છે. અત્યાર સુધી દુ:ખ કાઢવાની દિશામાં જ પ્રયત્ન કર્યો છે. હવે દુઃખ વેઠવા માટે પ્રયત્ન કરવો છે. આ રીતે પરીષહોનાં દુ:ખોને સહન કરવા એ જ આયને અનુત્તર ધર્મ છે. અનુત્તર એટલે જેના કરતાં ચઢિયાતો બીજો એકે ધર્મ નથી તેવો સૌથી ચઢિયાતો ધર્મ. આ ધર્મ સાધુપણાનો છે, ગૃહસ્થપણાનો નહિ. આ રીતે સહનશીલતાનો ધર્મ ક્યાં સુધી પાળવાનો છે તેના માટે જણાવે છે કે “નાવ સીર ઉત્ત' જ્યાં સુધી શરીરનો નાશ ન થાય ત્યાં સુધી સહન કરવાનું કામ કરવું છે. આથી જ શરીરનો ભેદ ન થાય ત્યાં સુધી મલપરીષહ સહન કરવો અર્થાત્ કાયા ઉપર મલ ધારણ કરવો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૫૫
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy