SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ માટે બાવીસ પરીષદોને જીતવાનું અત્યંત જરૂરી છે. દુઃખ વેઠવાની તૈયારી વિના પરીષહોને જીતવાનું શક્ય નથી. સંવરભાવ સાધુપણામાં આવે છે અને બાવીસ પરીષહો જીત્યા વિના સાધુપણું પાળી નહિ શકાય. આપણે રોગપરીષહની વાત કરી ગયા. રોગપરીષહ જીતવાનું માત્ર જિનકલ્પી માટે જ છે અને વિકલ્પી માટે નથી : આવી જો કોઇ વાત કરતું હોય તો તે વ્યાજબી નથી, કારણ કે અહીં કથાનક પણ જિનકલ્પીને આશ્રયીને નહિ, વિરકલ્પીને આશ્રયીને જણાવ્યું છે. જિનકલ્પી મહાત્મા માટે અપવાદ નથી, જ્યારે વિકલ્પી મહાત્મા માટે ઉત્સર્ગમાર્ગ આ જ છે, માત્ર તેમના માટે આની સાથે અપવાદપદે ચિકિત્સા કરાવી શકે – એટલી જ વાત છે. સ0 ચિકિત્સાથી રોગ જાય કે કર્મ જવાથી રોગ જાય ? તમને જો આટલું સમજાતું હોય તો તમને કોઇ જાતનો ઉપદેશ આપવાની જરૂર જ નથી, પરંતુ તકલીફ એ છે કે કર્મથી રોગ જાય છે – આ શ્રદ્ધા જ નથી. જો આટલી શ્રદ્ધા હોત તો હોસ્પિટલો બંધ થઇ જાત ને ? હોસ્પિટલોમાં પણ મડદાં સાચવવા માટેનો ઓરડો રખાય છે. તેઓ પણ સમજે છે કે કર્મ જશે તો રોગ જશે, દવા કરવાથી રોગ જાય જ એવું નહિ, વિકલ્પીને દવા કરાવવાની છૂટ છે – એનો અર્થ એ નથી કે તે રોગપરીષહ વેઠે જ નહિ, શક્તિ હોય ત્યાં સુધી તેઓ પણ પરીષહ જીતે જ . વાત-વાતમાં દવા લેવાની કે ડૉક્ટરને બતાવવાની વૃત્તિ સારી નથી. મારા નખમાં પણ રોગ ને હતો - એવું કહીને રોવા બેસે તે પરીષહ જીતી ન શકે. ચિકિત્સાથી કદાચ રોગ જાય, પણ કર્મ નહિ જાય. સનકુમાર ચક્રવર્તી કે પુંડરીકરાજર્ષિની જેમ આ પરીષહ જીતવો છે. અહીં રોગપરીષહની કથામાં જણાવે છે કે મથુરાનગરીમાં જિતશત્રુ રાજાએ એક કાલા નામની રૂપવતી વેશ્યાને પોતાના અંતઃપુરમાં રાખેલી. તેનાથી તેને એક પુત્ર થયો જે કાલવૈશ્યિક તરીકે (કાલા નામની વેશ્યાથી જન્મેલો) ઓળખાતો હતો. એક વાર એણે ઊંઘમાં શિયાળનો અવાજ સાંભળ્યો. ત્યાં માણસોને પૂછ્યું કે ‘કોનો અવાજ છે', માણસોએ કહ્યું – ૩૪૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શિયાળનો અવાજ છે. રાજપુત્રે શિયાળને પકડી લાવવા જણાવ્યું. રાજસેવકો શિયાળને પકડી લાવ્યા. તેને બાંધીને રાજપુત્ર મારવા લાગ્યો. જેમ જેમ મારે તેમ તેમ શિયાળ અવાજ કરે અને તેના અવાજથી આ રાજી થાય. શિયાળને મારી નાંખવા માટે મારતો ન હતો છતાં પણ તેના મારથી તે શિયાળ મરી ગયું. અકામ દુ:ખ વેઠીને વ્યંતરમાં તે ઉત્પન્ન થયું. દેવલોકમાં જવા માટે ધર્મ કરવાની જરૂર નથી, અકામનિર્જરાથી પણ જવાય છે, જવું છે ? એક વાર રાજપુત્રે સાધુભગવંતની દેશનાથી પ્રતિબોધ પામી દીક્ષા લીધી. નિર્દયતાથી પાપ કરનારાને પણ દીક્ષા મળી શકે છે. આપણે આવાં પાપ તો નથી કરતા ને ? છતાં દીક્ષા કેમ નથી મળતી - એવો વિચાર નથી આવતો ને ? આ કાલવૈશ્યિક સાધુ શ્રુતના પારગામી બનીને ગુરુની આજ્ઞાથી એકાકી વિહાર કરવા માંડ્યા. વિહાર કરતાં પોતાની સંસારી બહેનના ગામમાં આવ્યા. એવામાં એમને ત્યાં મસાનો રોગ થયો. અહીં જણાવ્યું છે કે દુઃખે કરીને સહન કરી શકાય એવા દુ:ખના સમુદ્રને ઉલ્લસિત કરવા મેઘસમાન એવો આ મસાનો રોગ હતો. આ રોગની અસહ્ય પીડા અનુભવવા છતાં તે મહાત્માની બુદ્ધિ સ્થિર હોવાથી તેઓ રોગની દવાનો વિચાર કરતા નથી, ‘ક્યારે આ રોગ જશે’ એવો પણ વિચાર કરતા નથી. કારણ કે રોગ ક્યારે જશે એવી ચિંતા કરવી તે પણ એક પ્રકારનું આર્તધ્યાન છે. આ બાજુ મહાત્માના સંસારી બહેનને ભાઇ મહારાજના રોગની જાણ થવાથી તેમને આહારમાં ભેગી મસાની દવા વહોરાવી દીધી. શ્રાવકો સાધુની ચિંતા કઇ રીતે કરે - એ સમજાય છે ને ? મહાત્માને આહારના સ્વાદમાં ફરક પડવાથી ખ્યાલ આવી ગયો કે આમાં ઔષધિ ભેગી આવી ગઇ છે. તરત જ તેમણે અત્યંત દુ:ખ સાથે વિચાર્યું કે - મારા પ્રમાદના કારણે મસાના જંતુના નાશની પીડાને કરનાર એવું ઔષધ મેં લીધું. આ રીતે વિચારીને વિરાધનાથી બચવા માટે આહારમાત્રનો ત્યાગ કરીને અનશન સ્વીકાર્યું. ‘આપણે ક્યાં આપણી ઇચ્છાથી ગયા છીએ, આ રીતે પણ રોગ દૂર થશે તો આરાધના સારી થશે.' - એવો ય વિચાર ન કર્યો. તેમના બનેવી રાજાએ તેમની શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૪૯
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy