SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયાર થયો. સાધુએ ભિક્ષા લીધી નહિ અને પાછા ફર્યા, પેલા બ્રાહ્મણે દીક્ષા લીધી. દીક્ષા સહેલી છે ને ? જે યજ્ઞ કરતા હતા તેમણે યજ્ઞ છોડીને દીક્ષા લીધી. આજે દીક્ષા લીધેલા સ્વાધ્યાય કરવાને બદલે યજ્ઞયાગ કરાવવા લાગ્યા છે. કોઇ ઘંટાકર્ણનો હોમ કરાવે, કોઇ માણિભદ્રનો હોમ કરાવે ! આ બધું વિચિત્ર છે. એક જૈનેતર વિદ્વાને ટીકા કરી કે - જૈનો હોમહવન કરાવે એ તો ભૂતકાળના બ્રાહ્મણ કુળના સંસ્કાર છે. સ, જ્ઞાનયજ્ઞ કેવી રીતે કરવો ? પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવાનો. એમાં બધા દોષો અને બધાં કમની આહુતિ આપવાની છે. તમને સ્વાધ્યાય કરવાનું જ ગમતું નથી ને ? સ0 સાંસારિક જીવને સંસારની ઇચ્છા પૂરી કરવી હોય તો બીજે જાય તેના બદલે આ હોમ કરે તો શું વાંધો ? સાંસારિક જીવને સંસારની ઇચ્છા મારવા માટે જયાં જવું હોય ત્યાં જવાની છૂટ પણ ઇચ્છા પૂરી કરવા ભગવાન પાસે પણ આવવાની રજા ને મળે. કોઈને શત્રુને મારવો હોય તો તે કસાઇ પાસે જાય તેના કરતાં ભગવાનને કહે તો તે સારું કે શત્રુને મારવાની ઇચ્છા જ ખરાબ છે ? તેમ અહીં પણ દુ:ખ કાઢવાની અને સુખ ભોગવવાની ઇચ્છા જ ખરાબ છે. તેને પૂરી કરવા માટે કોઇની પાસે ન જવાય. આ દુ:ખ કાઢવાની ભાવના હોવાથી જ સાધુ થવાતું નથી. આપણે દુ:ખ કાઢવા કશું કરવું નથી. કર્મ કાઢવા માટે જે કરવું હોય તે કરી લેવું છે. તે માટે દીક્ષા સિવાય બીજો ઉપાય નથી. દીક્ષામાં આ યાચનાપરીષહ જીતવો જ પડશે. સાધુભગવંત કોઇ પણ વસ્તુ યાચ્યા વિના ન લે. ગૃહસ્થ માંગે નહિ, સાધુ માગ્યા વિના ન રહે. સગૃહસ્થ પોતાના ઘરમાં તો માંગે ને ? ઘર આપણું છે જ નહિ. ઘરને મારું માન્યું એ જ આપણી મોટામાં મોટી ભૂલ છે. ઘર મારું નથી, ધર્મ મારો છે અને માંગવું નહિ – એ જ ગૃહસ્થનો ધર્મ છે. જ્યારે સાધુભગવંત માટે માંગ્યા વગર લેવું નહિ – એ જ એમનો ધર્મ છે. માંગવાની પણ રીત છે, ‘મને આપો’ એમ સાધુ ૩૨૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ન કહે. માત્ર ધર્મલાભ આપે. જે વસ્તુનો ખપ હોય તેના માટે પણ ‘આનો જોગ છે ?’ એમ પૂછે અને પેલા હા પાડે તોપણ તો લો’ એમ કહે, આપો’ એમ ન કહે. આ પણ એક ભાષા છે. જેમ તમે જતી વખતે આવું છું” એમ બોલીને જાઓ ને ? “આવું છું” એનો અર્થ ‘જઉં છું' થાય ને ? તે જ રીતે “લો’ નો અર્થ ‘આપો’ થાય. પણ ‘આપ’ બોલવાનું નહિ. ભગવાને જે આચાર બતાવ્યો છે તે અદ્ભુત છે. આથી જ ભિક્ષા લાવ્યા પછી સાધુભગવંત આ પ્રમાણે ગાથા બોલીને ગોચરી આલોવે કે – આ ભગવાને અસાવદ્ય (પાપરહિત) એવી ભિક્ષાવૃત્તિ જણાવી છે તે અદ્ભુત છે, કોઇ પણ જીવને પીડા પહોંચાડ્યા વિના જીવનનો નિર્વાહ થઇ શકે – એવો અદ્ભુત આ આચાર છે. તેથી ભિક્ષા માટે હાથ પસારવાનો વખત આવે ત્યારે સાધુભગવંત એમ ન વિચારે કે “આના કરતાં ગૃહસ્થપણું સારું'. પરંતુ યાચનાપરીષહ જીતીને સુંદર ભિક્ષાચર્યાનું પાલન કરે. આ પરીષહ ઉપર બળદેવમુનિની કથા છે. તેમાં બળદેવમુનિની દીક્ષા કઇ રીતે થઇ – એ વાત અહીં વિસ્તારથી બતાવી છે. કૃષ્ણવાસુદેવ માટે ઇન્દ્રમહારાજાએ સોનાની દ્વારિકાનગરી બનાવી હતી. એક વાર શ્રી નમનાથ ભગવાન ત્યાં સમવસર્યા ત્યારે કૃષ્ણમહારાજા પરિવારસહિત ભગવાનને વંદન કરવા ગયા. ભગવાનની દેશના સાંભળી કૃષ્ણમહારાજાએ ભગવાનને પૂછ્યું કે – ‘દ્વારિકાનગરીનો નાશ કુદરતી જ થવાનો કે કોઇના કારણે ? મારું મૃત્યુ પણ કુદરતી થશે કે કોઇના હાથે થશે ?? દુનિયાના પદાર્થો નાશવંત છે એવું જાણતા હોવાથી તેમણે આવો પ્રશ્ન પૂછેલો અને તેમાં પણ જે અતિપ્રિય હોય તેના નાશની ચિંતા વધારે હોય તેથી પોતાના પ્રાણ માટે અને પ્રાણપ્રિય દ્વારિકાનગરી માટે પ્રશ્ન પૂછ્યો. આપણને જેના પર મમત્વ હોય તે જાય નહિ : એની ચિંતા વધારે હોય ને ? ભગવાને કહ્યું કે – એક ઋષિએ નીચ કુળની રૂપવાન કન્યા સાથે વિષયસેવન કર્યું તેનાથી તેને દ્વૈપાયન નામનો પુત્ર થયો. એ દ્વૈપાયન ઋષિ થયો તેના કારણે આ દ્વારિકાનગરીનો નાશ થશે. કૃષ્ણવાસુદેવના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન મદિરા પીને મદોન્મત્ત થઇને ઋષિને ત્રાસ પમાડશે, એનાથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૨૫
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy