SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આપે. ગમે તેટલું દુઃખ આવે તોપણ શરીરનો જ અંત આવે છે, આત્માનો અંત નથી આવતો અને ગમે તેટલું સુખ ભોગવીએ તોપણ શરીરનો અંત આવવાનો જ છે. સુખ ભોગવતાં ભોગવતાં જવું છે કે આજ્ઞા પાળતાં પાળતાં જવું છે ? સંસારમાં બેસીને સુખ ઉપર વૈરાગ્ય આવે - એ શક્ય નથી, વૈરાગ્ય લાવવા માટે પણ સાધુપણામાં આવવું પડશે. મારા ગુરુમહારાજ કહેતા હતા કે ઉકરડા ઉપર બેસે તેને અત્તરની સુગંધ ન આવે. જે રોગનો અખાડો છે ત્યાં વૈરાગ્યની રાહ જોતાં બેસી રહેવું - એ બુદ્ધિમત્તાનાં લક્ષણ નથી. વૈરાગ્યની રાહ જોતા બેસી રહેવું નથી, રાગ મારવા માટે સાધુપણામાં આવવું છે. આ તો નવાણું યાત્રા કરે, છઠ કરીને સાત જાત્રા કરે, ઓળીઓ કરે છતાં દીક્ષા લેવાનું મન ન થાય ! સ0 દીક્ષા લેવી એ જ સર્વસ્વ, એના સિવાય બધું નકામું ? દીક્ષા લેવી – એ સર્વસ્વ નથી, દીક્ષા પાળવી અને એના ફળ સુધી પહોંચવું - એ સર્વસ્વ. તમે અધકચરું ન બોલો. સ0 જે દીક્ષા લેશે એ પાળશે ને ? જે લે એ પાળે જ – એવું નહિ, જેને પાળવી હોય તે દીક્ષા લે. રાગ મારવાનો સંકલ્પ મજબૂત કરીને નીકળી જવું છે. વૈરાગ્ય ભલે નથી આવ્યો પણ વૈરાગ્ય લાવવા માટે રાગ મારવો છે. તે માટે દીક્ષા લઇને પાળવી છે. દુઃખ ભોગવવાની તૈયારી વિના કાયા પણ કસાતી નથી તો રાગ ક્યાંથી મરે ? અંધકાચાર્ય ભગવાનની અનુજ્ઞા લઇ શુભ ભાવથી પોતાની બહેનના નગર તરફ વિહાર કર્યો. ત્યાં ઉદ્યાનમાં પધાર્યા પછી વનપાલકે રાજાને વધામણી આપી કે શિષ્ય પરિવાર સાથે આચાર્યભગવંત પધાર્યા છે. બાજુમાં બેસેલા પાલકે આ સાંભળ્યું. પોતાનું વેર લેવાનો અવસર આવ્યો છે – એમ જાણી પાલક ખુશ થયો. રાજાના કાન ભંભેરવાનું કામ સાવ સહેલું છે. ‘તમારું રાજય પડાવી લેવા આવ્યો છે” આટલું કહીએ એટલે પતી ગયું ને ? પાલકે સાધુભગવંત જયાં ઉદ્યાનમાં ઊતરેલા ત્યાં નીચે ભાલા વગેરે શસ્ત્રો દાટી દીધાં અને રાજાને કહ્યું કે ‘આ તમારા રાજ્યને પડાવી લેવા આવ્યો છે, સાધુઓ બળવાન હોય છે'... રાજાએ ગુપ્તચરો પાસે ખાતરી કરીને શસ્ત્રો જોયાં તેથી પાંચસો શિષ્ય સહિત તે સ્કંધકાચાર્યને બાંધીને પાલકને સોંપી દીધા. પાલકને જે સજા કરવી હોય તે સજા કરવાની છૂટ આપી. અહીં લખ્યું છે કે ઉંદરને પામીને બિલાડી જેમ આનંદ પામે તેમ પાલક આનંદ પામ્યો અને એ પાંચસોને પીલવા માટે ઘાણીની બાજુમાં બાંધીને મૂક્યા. મરતી વખતે આઘાપાછા ન થાય તે માટે ઘાણીમાં નાંખવાનું નક્કી કર્યું. આમ છતાં એ સાધુઓએ કોઇ જાતની ધીરજ નું ગુમાવી. તેના પગમાં પડીને દીનતાભરી આજીજી પણ ન કરી. કારણ કે તેમને મરણનો ડર ન હતો અને જીવવાનો લોભ ન હતો. ઉપરથી તેમણે મનથી સર્વ દોષોની આલોચના કરી લીધી, સર્વ જીવોને ખમાવી દીધા, મૈત્રીભાવનામાં આરૂઢ થયા. ને તો પાલક પ્રત્યે દ્વેષ ધારણ કર્યો, ન રાજા પ્રત્યે દ્વેષ ધર્યો કે ગુરુના વૈરના કારણે પોતાને સજા મળી – એવો ગુરુ પ્રત્યે પણ દ્વેષ ધારણ ન કર્યો. ઉપરથી તેઓ વિચારે છે કે કાયરતા ધારણ કરીએ કે ન કરીએ તોપણ મરવાનું જો નક્કી જ હોય તો તેના બદલે ધીરજ રાખવી – એ જ ઉચિત છે. પાલકે તો કહી દીધું કે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરી લો, તમને એક એકને વારાફરતી આ ઘાણીમાં પીલીશ, બધાને એકી સાથે નથી પીલવા, વારાફરતી પીલે તો એકને જોઇને બીજાના પગ ઢીલા પડે, ભય પેદા થાય, તો પીડા વધારે થાય – એટલા માટે સાથે નથી પીતો. આ બાજુ અંધકાચાર્યે પણ પોતાની મેળે ઉપસર્ગ વેઠવા તૈયાર થયેલા સાધુઓને નિર્ધામણા કરાવવા તૈયારી કરી. સાધુભગવંતો ગતસ્પૃહ હતા. તેમને કોઇ જાતની સ્પૃહા રહી નથી. જેને મરણનો ડર હોય અને જીવિતનો લોભ હોય તે પરિષહ વેઠી ન શકે. આ બાજુ જેનો આશય કૂર છે, કર્મો ક્રૂર છે, વાણી ક્રૂર છે તેવા પાલકે એક એક સાધુને ઘાણીમાં નાંખવા માંડ્યા. તે વખતે અંધકાચાર્યનાં કપડાં ઉપર લોહીના છાંટા ઊડે છે, છતાં તે સાધુને નિર્ધામણા કરાવવામાં દત્તચિત્ત છે. પાલકને તીક્ષ્ણ વચનો વડે ગાળાગાળી કરવા નથી બેસતા. ૩૧૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩ ૧૭
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy