SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અસંબુદ્ધ એટલે તત્ત્વને સમજી નહિ શકનારો. ગુરુને અનુકૂળ શું છે તે જાણે નહિ અને ગુરુને પ્રતિકુળ શું છે તે જાણવા છતાં પ્રતિકૂળ વર્તે તે અવિનીત છે. કુલવાલ કમુનિના દૃષ્ટાંતમાં જણાવ્યું છે કે એક આચાર્યભગવંતને એક અવિનીત શિષ્ય હતો. તેને ગુરુના હિતશિક્ષાનાં વચનો ઝેરથી મિશ્રિત બાણના ઘા જેવા લાગતાં હતાં. તેથી તે હિતશિક્ષાનો ખૂબ અનાદર કરતો હતો. આમ છતાં પણ એ અવિનયના યોગે દુર્ગતિનું ભાજન ન બને તે માટે નિપુણતાપૂર્વક મધુર વચનો દ્વારા પણ ગુરુ તેને હિતશિક્ષા આપ્યા કરતા હતા. આવાં મધુર હિતવચનો પણ તેને બાણની જેમ હૈયે ભોંકાતાં હતાં. સારામાં સારી હિતકારી વાત કર્યા પછી પણ જેને ગુસ્સો આવે તે અવિનીતોમાં અગ્રેસર છે. આવી ક્રોધના કારણે એક વાર સિદ્ધગિરિની યાત્રાએથી પાછા ફરતા ગુરુને મારી નાંખવા માટે એક મોટી શિલા ઉપરથી નીચે ગબડાવી. તે પથ્થરના ગબડવાનો અવાજ સાંભળતાંની સાથે ગુરુએ પાછું વાળીને જોયું તો શિલાને પોતાની તરફ આવતી જોઇ તેથી તરત બે પગ છૂટા કરી નાંખ્યા. શિલા વચ્ચેથી નીકળી ગઇ. ગુરુ બચી ગયા. તેના આ વર્તનથી કુપિત થયેલા ગુરુએ તેને જણાવ્યું કે – ‘તારું પતન સ્ત્રીના કારણે થશે.' ગુરુનું વચન ખોટું પાડવા માટે તે સાધુ નદીકિનારે નિર્જન સ્થાને જઇને રહ્યા અને ત્યાં પાસક્ષમણ, માસક્ષમણ વગેરે તપ કરવા લાગ્યા. એક વાર ચોમાસામાં નદીમાં પૂર આવ્યું. એ વખતે નદીના પૂરમાં આ તપસ્વી મહાત્મા તણાઇ ન જાય તે માટે નદીદેવીએ નદીના પૂરનું વહેણ બદલી નાંખ્યું. આથી લોકો તેને કુલવાલક મુનિ કહેવા લાગ્યા. આવા પ્રખર તપસ્વી મહાત્મા પણ અવિનીત હોય છે – એટલું યાદ રાખવું. મુમુક્ષુ આત્માને સાધુ થવાનું મન હોવાથી તે હંમેશાં સાધુ પાસે સાધુની સામાચારી સાંભળવા માટે, સમજવા માટે તત્પર હોય છે. સાધુ થવું હોય તો સાધુની સામાચારીનું જ્ઞાન હોવું જોઇએ ને ? સ0 સાધુની સામાચારી જુદી જુદી હોય છે ને ? સામાચારી જુદી જુદી હોય છે તેની ના નહિ, પણ સામાચારી કોને કહેવાય અને સિદ્ધાંત કોને કહેવાય તેની ખબર છે ખરી? સામાચારી એટલે સુંદર કોટિનો આચાર છે. આ સામાચારી જો શાસ્ત્રમાં જણાવેલી દશ પ્રકારના સામાચારી હોય તો તે સિદ્ધાંત જ છે, તેમાં ફેરફાર ન હોય. પરંતુ શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ ન હોય છતાં પણ પાછળના આચાર્યભગવંતોએ જીવોની તે તે ખામીના કારણે અમુક આચાર શરૂ કર્યા હોય તો તે સામાચારીરૂપે મનાય છે. એ સામાચારી જુદા જુદા ગચ્છની જુદી જુદી હોઇ શકે. જે ચતુર્વિધ સંઘને લાગુ પડે છે તેને સિદ્ધાંત કહેવાય છે અને કોઇ એક પક્ષને કે ગચ્છને લાગુ પડે તેને સામાચારી કહેવાય. પાત્રમાં રાખવાં એ સિદ્ધાંત છે. અમારું પાડ્યું ફૂટી ગયું હોય તોપણ ગૃહસ્થના પાત્રમાં અમારે ન વપરાય. તેથી પાત્રમાં રાખવાં એ સિદ્ધાંત છે, જ્યારે લાલ કે કાળાં પાત્રમાં રાખવાં એ સામાચારી છે. ઓઘો રાખવો એ સિદ્ધાંત છે, ઓઘાના બદલે ચરવળો ન રખાય. પરંતુ એ ઓવામાં લાલ બનાત રાખવી કે ધોળી રાખવી તે સામાચારી છે. તમને કોઈકે સામાચારી કહ્યું એટલે તમે પણ સામાચારી બોલતા થઇ ગયા અને સામાચારીમાં ફરક હોઇ શકે એમ કહીને સિદ્ધાંતમાં ઢીલ મૂકતા થઇ ગયા. શાસ્ત્રમાં જેનું વિધાન હોય અને જે આચરણા ચતુર્વિધ સંઘને સ્પર્શતી હોય તેને સામાચારી ક્યાંથી કહેવાય ? સિદ્ધાંતને સામાચારી મનાવે તે બધા અબહુશ્રુત છે, તેવાની પાસે ન જવું. સામાચારીનું પાલન કરવું એ પણ એક સિદ્ધાંત છે. સાધુભગવંતને ચોળપટ્ટા ઉપર કંદોરો બાંધવાનું પહેલાં વિધાન ન હતું. પાછળથી કંદોરો બાંધવાની આચરણા શરૂ થઇ હોવાથી તે સામાચારી કહેવાય. પરંતુ હવે જો કોઇ સાધુ કંદોરો ન બાંધે તો તેને સિદ્ધાંતભંગનું પાપ લાગે. પહેલાના કાળમાં પ્રતિક્રમણમાં શરૂઆતની ચાર થયો અને સ્તવન, સજઝાય, શાંતિ બોલાતા ન હતાં. ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! દેવસિઅ પડિઝમણે ઠાઉં ?” ત્યાંથી પ્રતિક્રમણની શરૂઆત થાય અને હું આવશ્યક પૂરાં થાય એટલે ૨૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy