SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખ તો પાપના ઉદયથી આવે છે. આપણે કયાં અને કેટલાં પાપ કર્યો છે તેની આપણને ખબર નથી, ક્યારે ઉદયમાં આવશે તેની ય ખબર નથી. ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેવા પાપનો ઉદય થઇ શકે છે, તેથી આપણે દુઃખ ભોગવવાની તૈયારી કેળવ્યા વિના ચાલે એવું નથી, સાધુપણામાં દુ:ખ આવે છે તે પાપના ઉદયથી આવે છે, સાધુપણાથી નહિ. સ0 સાધુપણું નિષ્પાપ જીવન જીવવા માટે છે ને ? નિષ્પાપ જીવન કોણ જીવી શકે ? જે સુખ ભોગવે તે ? કે જે દુઃખ ભોગવે તે ? જે ઓ દુ:ખ ભોગવે નહિ અને સુખ ભોગવે તે પાપ કર્યા વિના ન રહે. તેથી જ નિષ્પાપ જીવન જીવવાનો ઉપાય એક જ છે કે દુ:ખ વેઠવાની તૈયારી કેળવી લેવી. સ0 ભૂખ લાગે તો ખાવાનું નહિ ? એક જ વાર ખાવાનું ? સાધુભગવંતને ભૂખ લાગે ત્યારે નહિ, ભૂખ સહન ન થાય ત્યારે તેઓ આહાર લેવા જાય, તમે ત્રણે ટાઇમ ખાઓ છો તે ભૂખ લાગે છે માટે ખાઓ છો ? ભૂખ લાગ્યા વિના ખાય તેનું નામ અધર્મ-પાપ, ભૂખ લાગે ને ખાય તે ધર્માત્મા અને ભૂખ સહન ન થાય ત્યારે વાપરે તે સાધુમહાત્મા. સાધુભગવંતોને દુ:ખ વેઠવા માટે પરીષહો બતાવ્યા છે. તેમાંથી આપણે અરતિપરીષહની વાત શરૂ કરી છે. સાધુપણામાં દુ:ખ અસહ્ય લાગે તેના કારણે અરતિ થાય ત્યારે અરતિને પીઠની પાછળ કરવી. બે માણસ ઝઘડતા હોય અને કોઇ મધ્યસ્થ વચ્ચે પડે તો તેને જે રીતે બાજુએ કરો તેમ આપણે સાધુપણાની સાધના કરતા હોઇએ ત્યારે આ અરતિ વચ્ચે આવે તો તેને પકડીને પાછળ કરવી. શાસ્ત્રકારો અરતિને ટાળવાની વાત કરે છે, અરતિનાં કારણોને દૂર કરવાની વાત કરતા નથી : એટલું યાદ રાખવું. આપણે અરતિના બદલે અરતિનાં કારણોને ટાળવા માટે મહેનત કરીએ છીએ ને ? અરતિ એ પાપ છે કે અરતિનાં કારણો પાપરૂપ છે ? પંદરમે રતિઅરતિ એ પ્રમાણે કહ્યું છે ને ? એટલે નક્કી છે કે અરતિ પોતે જ પાપ છે તેને જ કાઢવી પડશે. અરતિને કાઢવાનો ઉપાય ભગવાન બતાવે, દુઃખ કાઢવાનો ઉપાય નથી બતાવ્યો. મેઘકુમારે ૨૬૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અસહ્ય દુ:ખ બતાવી ઘરે જવાની વાત કરી તો ભગવાને દુ:ખ ટાળી આપવાની વાત કરી કે તેને દુઃખ ભોગવતો કર્યો ? દુ:ખ ભોગવવાનો અધ્યવસાય કેળવો તો અરતિ ટળી જાય. સ0 સમાધિ જળવાય ત્યાં સુધી દુઃખ ભોગવાય. સમાધિ જળવાય ત્યાં સુધી નહિ, સમાધિ જાળવીને દુ:ખ ભોગવવું છે. સમાધિ જાળવવા માટે મનને દુ:ખ ભોગવવા માટે તૈયાર કરવું પડશે. મનને સમજાવી દેવાનું કે ભાઇ ! દુ:ખ તો ભગવાનને પણ ભોગવવું પડેલું તો આપણે કોણ મોટા આવ્યા ? અત્યાર સુધી ઘણાને હેરાન કર્યા છે, ઘણાનાં અપમાન કર્યા છે તો આપણે ભોગવી લેવું છે. દુ:ખ આપ્યું ન હોય તેને દુ:ખ ભોગવવું જ ન પડે. દુઃખ આપ્યું હોય તેને દુઃખ આવે જ. જેણે દુઃખ આપ્યું હોય તેણે દુ:ખ ભોગવવું જ પડે. સ0 અત્યારે દુઃખ ન આપ્યું હોય છતાં દુ:ખ આવે - એવું બને ને ? તમે “અત્યારે’ શબ્દ કેમ ઉમેર્યો ? તમે નાસ્તિક છો ? “અત્યારે” શબ્દ ઉમેરવાથી આપણા સિદ્ધાંતમાં વ્યભિચાર આવે છે માટે જ તે શબ્દ બોલ્યો નહિ. દુઃખ આપ્યું હોય તેને દુઃખ આવે જ : તે સર્વસામાન્ય નિયમ છે. આટલો નિયમ સમજી લઇએ તો અરતિ દૂર થઇ જાય. દુ:ખ આવ્યા પછી વધારે દુ:ખ યાદ કરીએ તો દુ:ખની અરતિ ટળી જાય. દુ:ખ આવ્યા પછી દુઃખને બદલે અરતિ કાઢવી છે. પાણીમાં કચરો પડ્યો હોય તો પાણી કાઢી નાંખવાનું છે કે કચરો કાઢી નાંખવાનો ? કચરો નીચે બેસી જાય તો ઉપરનું પાણી વાપરવા કામ લાગે ને ? અરતિ કાઢવા માટે દુઃખ કાઢવું નથી, વેઠી લેવું છે. દુઃખના ષના કારણે તો જીવો અનેક જાતનાં પાપ કરે છે ; એમ આચારાંગસૂત્રમાં કહ્યું છે. ‘અરતિને પીઠ પાછળ કરવી” એનો અર્થ ટીકામાં કરતાં જણાવ્યું છે કે “ મારા ધર્મમાં વિદગ્ન કરનાર છે' એમ સમજીને અરતિનો તિરસ્કાર કરવો. ઉપવાસમાં પિત્ત થાય એટલે અરતિ સમજાવવા આવે કે ના પાડી હતી, તોય કર્યો ને ? હવે પિત્ત થયું ને ?ત્યારે તેને ચૂપ કરવી કે “ગઇ કાલે ખાવા છતાં પિત્ત થયું હતું, આજે થયું તો તેમાં શું વાંધો આવ્યો ?' આ રીતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy