SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કરો તો તે વિકથા છે. સૂત્ર ભણવાના સમયે અર્થ સમજવા કે સમજાવવા માટે બેસે તે વિકથા છે. સ0 પૂજન વગેરેમાં અર્થ એટલે જ ન સમજવાય ને ? - હવે બરાબર સમજાયું ને ? જયાં સૂરાનો સ્વાધ્યાય કરવાનો હોય ત્યાં અર્થ વિચારવા બેસીએ તો એ વિકથા જ બનવાની. તેથી સૂત્રસમયે અર્થ ન ભણવો. આજે તો સૂત્ર ભણ્યા વિના અર્થ ભણવાનું ગમે છે ને? સૂત્ર ભણવાનું ફાવતું નથી, અર્થમાં મજા પડે છે. આ પણ વિકથાનો જ રસ છે – એમ સમજી લેવું. આચાર્યભગવંતે એક વાર કહેલું કે મુમુક્ષુને દસ હજાર ગાથા કંઠસ્થ કરાવીને પછી જ દીક્ષા આપવી. આજે મુમુક્ષુ અર્થજ્ઞાન મેળવીને દીક્ષા લેવાની વાત કરે છે તે યોગ્ય નથી. સૂત્રજ્ઞાન જેણે પહેલાં આ રીતે મેળવ્યું હોય તેના જ્ઞાનાવરણીયકર્મનો, મિથ્યાત્વ તથા ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ પ્રગટ થાય એટલે સાધુપણામાં અર્થજ્ઞાન મેળવવાની યોગ્યતા સુંદર રીતે કેળવાય છે. શ્રી યોગશતક ગ્રંથમાં પણ કહ્યું છે કે સુત્ર કંઠસ્થ કર્યા વિના અર્થનું જ્ઞાન મેળવવું તે પાચન થયા વિનાના મળનું વિસર્જન કરવાની ચેષ્ટાતુલ્ય છે. તેથી સૂત્રજ્ઞાન મેળવીને અર્થજ્ઞાન મેળવવું. પંડિતનું અનુશાસન કરવામાં ગુરુને અભિરતિ થાય છે અને અજ્ઞનું અનુશાસન કરતાં ગુરુ થાકી જાય છે. એક વાર કહ્યા પછી પણ જે ન માને તેને અજ્ઞ કહેવાય. એક વાર કહ્યા પછી ન માને તેને વારંવાર કહેવું પડે અને વારંવાર કહેવાથી ગુરુ શ્રમિત થઇ જાય - એ સમજી શકાય છે. તેથી હવે શિષ્ય વિનીત – પંડિત બનવા માટે પુરુષાર્થ કરવો – એ જ યોગ્ય છે. खड़या मे चवेडा मे अक्कोसा य वहा य मे । कल्लाणमणसासंतो पावदिट्टी त्ति मन्नड ॥१-३८॥ पुत्तो मे भायनाइत्ति साहूकल्लाण मन्नइ । पावदिट्ठी उ अप्पाणं सासं दासुत्ति मन्नइ ॥१-३९॥ આચાર્યભગવંતનું અનુશાસન એકસરખું હોવા છતાં ગુરુને એકનું અનુશાસન કરતાં અભિરતિ થાય છે અને બીજાનું અનુશાસન કરતાં શ્રમ પડે છે તેનું કારણ શું એ શિષ્યને જાણવું છે. આચાર્યભગવંતે તો જણાવી દીધું કે પંડિતનું અનુશાસન કરતાં ગુરુને આનંદ થાય અને બાલનું અનુશાસન કરતાં ગુરુ થાકી જાય છે. આથી હવે શિષ્યને પોતે પંડિતમાં છે કે બાળમાં છે તેનો નિર્ણય કરવો છે. ગુરુને સીધું તો પુછાય નહિ કે “હું પંડિત છું કે બાળ છું?” તેથી તે ગુરુને પૂછે છે કે ગુરુનું અનુશાસન સાંભળીને બાલને શું થાય અને પંડિતને શું થાય ? આથી એના નિરાકરણમાં બે ગાથાઓ આપી છે. આમાં સૌથી પહેલાં જણાવે છે કે જે બાલ હોય તેનું અનુશાસન કરે ત્યારે બાલને એમ થાય કે – ગુરુ મને ખખડાવે છે. એ જણાવવા “gયા ' આ શબ્દો છે. આજે સાધુસાધ્વીને પ્રામાણિકપણે પૂછવામાં આવે કે ગુરુ હિતશિક્ષા આપે ત્યારે ગુરુએ મને ખખડાવ્યો – એવો વિચાર આવે ને ? તો શું જવાબ આપે ? આચાર્યભગવંત આપણને હિતશિક્ષા આપતા હોય ત્યારે આપણને જો દુઃખ થાય અથવા એમ લાગે કે ગુરુભગવંતને કોઇ ભરમાવી ગયું લાગે છે, તેથી જ મને ખખડાવ્યો લાગે છે... તો સમજી જવું કે આપણે બાળ છીએ. આ બધું જ અનુભવસિદ્ધ છે ને ? શાસ્ત્રકારો આપણા હિત માટે કેટલી ચિંતા કરે છે ? આ સૂત્રનાં પદે-પદો આપણા હૈયાના ઢાળને જણાવનારાં છે. શ્રી મહાવીરપરમાત્માએ છેલ્લે આ સૂત્રનાં પદો પોતાના શ્રીમુખે ભાખ્યાં છે. ભગવાન અર્થથી દેશના આપે છે. છતાં આ સૂત્રનાં પદો ભગવાન એવા ને એવાં સાક્ષાત્ બોલ્યાં છે. આથી જ આ સૂત્રનું મહત્ત્વ ઘણું છે. આવું સૂત્ર ભણવાનું સદ્ભાગ્ય મળ્યા પછી પણ જો તે ગોખવાની તૈયારી ન હોય તો તેવા સાધુપણામાં શું ઉકાળવાના? આજે તો મારે ફરજિયાત કહેવું છે કે ઉત્તરાધ્યયનસૂત્ર કંઠસ્થ ન થાય ત્યાં સુધી છે વિગઇનો ત્યાગ કરવો. આટલું તો બને ને ? આચાર્યભગવંતો હિતશિક્ષા આપે છે તે આપણા ઉપકાર માટે આપે છે પરંતુ તેમનો આશય આપણી પર ઉપકાર કરવાનો નથી હોતો, નિર્જરાનો આશય હોય છે. ૧૯૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૧૯૯
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy