________________
છપ્પા - ભઠ્ઠ પડ્યો અવતાર, જેની પરનારે પ્રીતિ, | ભઠ્ઠ પડ્યો અવતાર, જેહની ચાલ અનીતિ;
ભઠ્ઠ પડ્યો અવતાર, હરિગુણ ગાતાં લાજે,
| ભઠ્ઠ પડ્યો અવતાર, કોઈનાં સુખ જોઈ દાઝે. આર્યા - વળી ભઠ્ઠ પડ્યો અવતાર, જે મોહ્યા મોટમ માનને;
કહે નરભેરામ રટ્યા નહિ, શીદ વણસાડ્યું ધાનને ?
૧૩૯૮ (રાગ : બિહાગ) લેને તેને લહાવ જીવને, જોતાં નહીં જડે; જોતાં નહીં જડે જીવને ખોળ્યાં નહીં જડે. ધ્રુવ કસ્તુરીને કેવડો લઈ, તેલમાં તળે; આવો રૂડો મનખો મેલી, ભૂતમાં ભળે. તેને મોતી સરખો દાણો લઈ, ઘંટીમાં દળે; બાવળીઆનું બીજ વાવે, આંબો નહી ળે, લેને૦ સંત બોલાવે બોલતો નથી, અભિમાનમાં ફ્રે; મારી ધક્કે આગળ કરશે, વેઠે ભાર ભરે, લેને૦ માયા તને મીઠી લાગે, ગોળસી ગળે; * નરભેરામ" ના સાથમાં તો કૂડ નહીં મળે. લેનેo
૧૩૯૭ (રાગ : ભીમપલાસ) નિશે કરો રામનું નામ, નથી કાંઈ જોગી થઈને જાવું; નથી ભૂખ ભગવો કાંઈ કરવો, કે ભેળું કરીને ખાવું. ધ્રુવ ગમે તો તમે ભગવાં કરો, કે ગમે તો ઊજળાં રાખો; રખે દુભાવો સામા જીવને, સુખ સામાનું તાક. નિશ્ચo એક ત્રાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો; કિયા જોગીને રામજી મળિયા ? એવો એક બતાવો. નિશ્ચo મહેતા, મીરાં ને પ્રલાદ, સેનો નાયિક નાતિ; ધનો, પીપો, રોહીદાસ, ફૂલો, ગોરો કુંભારની જાતિ. નિશ્ચ બોડાણો જ્ઞાતિ રજપૂતની, ગંગાબાઈ છે નારી; દાસ થઈને જ રહ્યાં, તો ઘેર આવ્યા ગિરધારી, નિશ્ચo નથી રામ વિભૂતિ ચોળે, નથી ઊંધે શિર ઝોલ્ય; નથી નારી ત્યજી વન જાતાં, જ્યાં લગી આપ ન ખોળે. નિક્ષેo જંગલમાં મંગલ કરી જાણે, મંગલ જંગલ જેને; કડવું મીઠું, મીઠું કડવું, રામજી વશ છે તેને . નિશ્ચo પયે-ઓથે જેમ છૂત રહ્યું છે, તલ-ઓથે જેમ તેલ; કહે “નરભો’ રઘુવર છે સઘળે , એવો એનો ખેલ. નિક્ષેo
૧૩૯૯ (રાગ : હીંચ) સખી શું રે કહિયે વ્રજ નારને રે; મહીંડા સાટે વેચે છે મુરારને રે. ધ્રુવ ગોપી એમ મંદિરમાંથી નીસરી રે; રાખી મુરારિને મહીંનું નામ વીસરી રે. સખી. ગોપી ત્રણ ભુવન નથી સારતી રે; શેરિયે શેરિયે હાલે છે પોકારતી રે. સખી એની પૂછા કરાવો પ્રતિ પાળની રે; ચોટ લાગી છે નંદના ગોવાળની રે. સખી એને કારણ થયું છે કોઈક વાતમાં રે; બહુ નામી બિરાજે મહીના માટમાંરે. સખી. ‘નરભેરામ" ના સ્વામીના સાથમાં રે; મારી લાજ હરિ તમારા હાથમાં રે. સખી
પન ઘટ બેઠે પન ઘટે, પન ઘટ જાકો નામ;
તુલસી પનઘટ ન બેસીએ, જાં પનિહારીકો ઠામ. || ભજ રે મના
જ્ઞાન ગરીબી ગુરૂ ધરમ, નમ્ર વચન નિરદોષ; તુલસી કદી ન છોડીયે, શીલ સત્ય સંતોષ.
ભજ રે મના