________________
પાંચ, સાત, નવ, દશ હે ચોવીસને જાણ; પચીસમો મેલીને છવીસમાને ભાળ રે. હે કોઈ
જનાવર હે ઈંડાં મૂકીને જાય;
વણ રે સેવ્યાં સેવાઈ આપે આપ ઓળખાય રે. હે કોઈ ચટકેલ કીડો હે જ્યમ ભમરી રે થાય;
પૂરા મળે ત્યારે પ્રભુ ઓળખાય રે. હે કોઈ
અનલ
હરિ-ગુરુ-સંતની હે જેને કિરપાયું થાય;
દાસ ‘ધનો' કે' હીરે હીરો વીંધાય રે. હું કોઈ
ભજ રે મના
ધર્મદાસ
૧૩૯૩ (રાગ : બસંત)
ગુરુ મૂરતિ કી બલિહારી હૈ.
ધ્રુવ
ગુરુ મૂરતિ હિરદે ધર રાખો, છિન છિન રૂપ નિહારી હૈ. ગુરૂવ ગુરુ બિન નિશ દિન કછુ ના સુહાવે, ગુરુ મૂરતિ લાગે પ્યારી હૈ. ગુરૂ હરિ રૂઠે ગુરુ લેત મનાઈ, ગુરુ રૂઠે બડી ખ્વારી હૈ. ગુરૂ૦ મોહે ગુરુજીને અલખ લખાયો, ખુલ ગઈ ભરમ કિવાડી હૈ. ગુરૂ ચરણામૃત પ્રસાદ ગુરુન કો, તન મન ધન સબ વારી હૈ. ગુરૂવ ગુરુ બિન કૌન જો પાર લગાવે, ભવ સાગર અતિ ભારી હૈ. ગુરૂવ ‘ધર્મદાસ' પર કિરપા કીની, આવાગમન નિવારી હૈ. ગુરૂવ ૧૩૯૪ (રાગ : પહાડી)
મેં વારી જાઉ સતગુરુ કી મેરો કિયો હૈ ભરમ સબ દૂર. ધ્રુવ પ્યાલો પાયો નામ કો જી ઘોર સંજીવન મૂર; ચઢી ખુમારી નામ કી મેં હો ગઈ ચક્રના ચૂર મેરો૦
તન તપાવી પિંજર કરે, ધરે રજની દિન ધ્યાન; તુલસી મટે ન વાસના, વિના વિચારે જ્ઞાન.
૮૫૦
વિમલ પ્રકાશ આકાશ મેં લખ્યો બિના શશિ સૂર; મગન ભો મન ગગન મેં સુનકે અનહદ તૂર. મેરો ઘટ સમતા બઢી ઉર અત્તર ભરપૂર;
મમતા
રાગ દ્વેષ મન સે મિટા અબ મન ભયો મજૂર. મેરો શબ્દ સુનત યમદૂત કે મુખ પર લાગી ધૂર; આન મિલે ‘ધરમદાસ' કો સતગુરુ હાલ હજૂર. મેરો
કવિ નર્મદ
(ઈ.સ. ૧૮૩૩ – ૧૮૮૬)
‘કવિ નર્મદ' તરીકે પ્રસિદ્ધ નર્મદાશંકર દવેનો જન્મ તા. ૨૪-૮-૧૮૩૩ના
રોજ સૂરત મુકામે થયો હતો. તેમના પિતાનું નામ લાલશંકર અને માતાનું નામ નવદુર્ગાગૌરી હતું. ૫ વર્ષની ઊંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળમાં ભણી, કોલેજનો અભ્યાસ અધૂરો મૂકી, શિક્ષક બન્યા. ત્યાંથી રાજીનામું આપી પછી નર્મદે પ્રેમ, પ્રકૃતિ, સ્વદેશભક્તિ, શૌર્ય સમાજ-સુધારો વગેરે વિષય નિરૂપતા અનેક કાવ્યો રચ્યાં. નર્મદ પૂરેપૂરા અર્વાચીનતાના રંગે રંગાયેલા હતા. તેમણે કવિતાઓને જુનાં ઢાંચામાંથી મુક્ત કરી, અદ્ભુત રંગીન, આત્મલક્ષી અને ઉર્મિસભર કરી. તેમણે પિંગળ વ્યાકરણ કોશ અને પુરાતત્ત્વના પાયા નાખ્યા, જાગ્રત પત્રકારત્વના પ્રહરી બન્યા. નર્મદની સમગ્ર કવિતા ‘નર્મકવિતા' ગ્રંથમાં તથા ગધેનાં લખાણો ‘નર્મગદ્ય’માં નિબદ્ધ છે. ‘ મારી હકીકત’ તેમની આત્મકથા
F
છે. ‘ નર્મકોશ' ગુજરાતી કોશ સાહિત્યનો પહેલો મહત્ત્વનો ગ્રંથ છે. આ ઉપરાંત *ડાંડિયો’ નામનું સમાજ સુધારાનું સામાયિક શરૂ કરી તેમણે પત્રકારત્વમાં નવો
જ ચીલો પાડ્યો હતો. નર્મદ એટલે સાહિત્યનો ઘડવૈયો અને સમાજજીવનનો લડવૈયો. તેમનો દેહવિલય તા. ૨૫-૨-૧૮૮૬ના રોજ થયો હતો.
૧૩૯૫ (રાગ : લાવણી) ડગલું ભર્યું કે ના હઠવું ના વેણ કાઢ્યું કે || લટવું ન સમજીને તો પગલું મૂકવું, મૂકીને ના બીવું;
જવાય જો નહિ આગળ તોયે, ફરી ન પાછું લેવું. ડગલું
હઠવું; લટવું. ધ્રુવ
સુખ દુઃખ કારણ મૂલ છે, વાણી ઉર વિચાર; તુલસી તે સમજાય સહૂ, સંત દયા થી સાર.
૮૫૧
ભજ રે મના