________________
૧૩૮૫ (રાગ : મધુવંતી)
આપ હી તું આપ પ્રભુ, ઓર કો ક્યોં ધ્યાવે ? આપહી સો ઇશ ભૂલી, જંત કૈસે કહાવે ? ધ્રુવ તેરી તું સામર્થ દેખ, શ્રુતિ કયા ગાવે ? આદિ તેરો કોન રૂપ ? તું કિસીકોં પાવે ? આ૫૦ વિષયનીકે સંગ લાગી, અહંતા ક્યોં ઉઠાવે ? તું ઇસીમેં રાજી હોત, તેરે હી મન ભાવે. આ૫ મૃગ જ્યોં કસ્તૂરી ભૂલે, ઢૂંઢતાં દૂરાવે; ઐસી નહી ભૂલ તેરે, ક્યોં અંતર લખાવે ? આ૫૦ તેરો તું સ્વરૂપ જાન, ભૂલ કૈસી લ્યાવે ?
‘દેવા' કહે બ્રહ્મ તું હીં, દ્વૈત કૈસે રહાવે ? આપ
૧૩૮૬ (રાગ : સોરઠ ચલતી)
આપા દેખે સંભારી, જબતેં આપા દેખે સંભારી; કલ્પિત જંત અછતો ઇહ ભાસે, ભૂલ મિટૈ ઈહ ભારી. ધ્રુવ ભૂલ્યા ગજહીં ટક શિલાયું, જૈસે સિંઘહી કૂપા; શ્વાન કાચ કે સદન હી ભૂલ્યા, નહી જાન્યા નિજ રૂપા. જબતેં
.
શુક નલનીકા કપિ જ્યો મુષ્ટિ, બિચાર બિન દુઃખ પાવે; પુસ્તિ પાગ જોં મનિ કંઠ ભૂલે, સીર સુત દ્રષ્ટ ન આવે. જબતેં
દરપન છાયા જલહીં સંગતે, શબ્દ ગરજના જૈસે; માનત હૈ અજ્ઞાની અંધે, દ્વૈત ભર્મ સબ ઐસે. જબતેં મૃગતૃષ્ણા જલ સીપમેં રૂપો, જેવરી સ્વપન આયા; નીંદ લગી સુપના ઈહ સાચા, જાગે સકલ વિલાયા. જબતેં
ખોજત આપા મિટહી તાપા, દ્વૈત અજ્ઞાન નિવારે; ‘દેવા' સેવા કરી સંતનકી, તત્ત્વ હૃદયમેં ધારે. જબતેં
ભજ રે મના
જાણી રામ રામજ રટો, ભજો રામ તજી કામ; તુલસી રામ અજાણ નર, કયમ પામે પર ધામ. ૮૪૬
૧૩૮૭ (રાગ : દિપક)
એક હી સો બ્રહ્મ સત્ય, દૂસરા ન દીસે; આપહીં સો ‘આપ' હરિ, વ્યાપક નખ શીખે. ધ્રુવ
જાકે વિષે દ્વૈત નાહીં, ભર્મ તે આન ભાસે; રજ્જુમેં જો અહિં જૈસે, ભાનુ ગ્યાનહીં પ્રકાશે. એક શ્રુતકો વિચાર કરી, ભ્રાંતિ સબ ખોઈ; આદિ અંત આપ પ્રભુ, મધ્યમેં હરિ સોઈ. એક
અંધેરા અજ્ઞાન ગયા, જથારથ હી જાને; મોહકી નિદ્રા તેં જાગે, સ્વપનાં નહિ માને. એક અનુભવી ઇન અર્થકું, ધારત મનમાંહી; ‘દેવા' જન તાકું જાનો, અટકે કહુ નાહીં. એક
૧૩૮૮ (રાગ : જૈવંતી)
દુષ્ટનો સંગ રે દૂર પરહરિયે રે, પરશ ન કીજે એક લગાર; હેત નહી રે જેનું હરિજન વિષે રે, તેહને તજીયે તેણીવાર, ધ્રુવ મન ભ્રષ્ટ થાય રે, ખળના સંગ થકી રે, તેણે કરી હરી ભજન નવ થાય; અંતર આવી રે આવરણ અતિ પડે રે, જેણે કરી શુભ ગુણ બુદ્ધિ ઢંકાય. દુષ્ટ૦ અજ્ઞાનીનો સંગ રે મેસનો ઓરડો રે, યત્ન કરતાં લાગે દાગ; હરિના જનરે તેથી અળગા રહે રે, મન કર્મ વચને કરવું ત્યાગ, દુષ્ટ૦ નીચનો સંગ રે શ્વાન સમાન છે રે, રીઝે ખીઝે તો દુખદાઈ; પ્રસન્ન થાય તોરે મુખને સુંઘશે રે, દુઃખ પામે તો કરડી ખાય. દુષ્ટત એવા અપરાધીરે જે છે જગતમાં રે, કોઈએ ન કરવો તેનો સંગ; કહે “દેવો' ભાઈ રે સંગ હરિ જનનો રે, સદાય કરવું ભજન અભંગ. દુષ્ટ૦
નિરમલ એજ ઉપાસના, પરા ભક્તિની રીત; તુલસી એ પથ પદ ધરે,રહે રામ પદ પ્રીત.
८४७
ભજ રે મના