________________
કશી યુક્તિ ચાલે નહિ જ્યાં કદાપિ, દિલે ધારી જોવું, ન રોવું તદાપિ; ભજે દેવ શાંતિ સજે એ જ સારો, ઘણાં કષ્ટ કાળે ઘણું ધૈર્ય ધારો.(૫) સુણો સ્નેહથી સર્વ મિત્રો અમારા, સદા શ્રી પ્રભુ શોક ટાળે તમારા; કૃપાનાથ શાંતિ કરો સર્વ કામે , દીધી એ જ આશિષ દલપતરામે'.(૬)
૧૩૫૦ - પિતાનો ગુણ (રાગ : ભુજંગપ્રયાત છંદ) છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી-પોપી મને કીધો મોટો; રૂડી રીતથી રાખતા રાજી રાજી , ભલા કેમ આભાર ભૂલું પિતાજી ? (૧) ચઢી છાતીએ જે ઘડી મૂછ તાણી , કરી અંતરે રીસ આપે ન આણી; કહ્યું મેં મુખે તે કર્યું હા જી હા જી, ભલા , કેમ આભાર ભૂલું પિતાજી ? (૨) મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો, વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો; ભલી વાતના ભેદ સીધા દીઘા જી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી ? (૩) કદી કોટિ કોટિ સહી કષ્ટ કાયા, મને છાતીમાં લૈ કીધી છત્ર-છાયા; અતિ પ્રાણથી પ્યાર જે આણતા જી , ભલા કેમ આભાર ભૂલું પિતાજી ? (૪) વડા વાંકમાં આવું તો રાંક જાણી, દીધો દંડ હેતાં ધ્યા દિલ આણી; તજી સ્નેહ દેહે ન દીધી પીડા જી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી ? (૫) મને નીરખતાં નેત્રમાં નીર લાવી, લઈ દાબતા છાતી સાથે લગાવી; મુખે બોલતાં બોલ મીઠા મીઠા જી , ભલા કેમ આભાર ભૂલું પિતાજી ? (૬) ભણે ભાવથી જોગણે છંદ સારા , પિતૃભક્તિ પામી ન થાશે નઠારા; રૂડું જ્ઞાન લૈ લાગશે શુભ કામે, રચ્યા છે રૂડા છંદ દલપતરામે. (૩)
૧૩૫૨ (રાગ : નટહંસ - સાખી) પોતાનું ઘર પરજળે , તે તો પીડા ટાળ; પરની તારે શી પડી ? તું તારું સંભાળ. (૧) વખત વહી જશે વાતમાં, કાલ ઝડપશે કાળ; ચતુર હોય તો ચેતીને, તું તારું સંભાળ. (૨) જળ લઈ જોઈએ તેટલું, ગરણું લઈને ગાળ; નદી તળાવ ગળાય નહીં, તું તારું સંભાળ. (3) તુજ ઘર પર પાણી પડે, પરઠવ ત્યાં પરનાળ; નભ સઘળું ઢંકાય નહીં, તું તારું સંભાળ. (૪) પગે પગરખાં પહેરીને, તાપ તપે તો ચાલ; મેદની બધી મઢાય નહીં, તું તારું સંભાળ. (૫) પેખી જો તુજ પગ વિશે, ઝાઝી લાગી ઝાળ; શું બીજાને શિર જુએ ? તું તારું સંભાળ. (૬) જળાય પાપ ન જગનું, તારું પાપ પ્રજાળ; બીજાને પછી બોધ કર, તું તારું સંભાળ. (૭) પ્રથમ પેખ ઘરને પછીજો આકાશ પાતાળ; પાર ન આવે પર તણો , તું તારું સંભાળ(૮) પેખી ચલગત પારકી, અમથો અંતર બાળ; કરશે તે ફળ પામશે, તું તારું સંભાળ. (૯) પાપ ન પેખીશ પારકું, નિજ ગુણદોષ નિહાળ; દુનિયામાં ‘દલપત’ કહે, તું તારું સંભાળ. (૧૦)
૧૩૫૧ (રાગ : ઉપજાતિ છંદ). પ્રભુને ગમે તે સમે સર્વ સહેવું, સદા રાજી રાજી રૂદેમાં રહેવું; કદી હેલથી હામ હૈયે ન હારો, ઘણાં કષ્ટ કાળે ઘણું ધૈર્ય ધારો. (૧) જતી હોય જો આબરૂ એક કાળે, થતી હોય કાયા કદી ભંગ ભાલે ! પ્રભુની પુરી એવી ઈચ્છા વિચારો, ઘણાં કષ્ટ કાળે ઘણું ધૈર્ય ધારો. (૨) સતી દ્રૌપદીને સભા મધ્ય આયાં, પતિ દેખતા પાપીએ વસ્ત્ર તાયાં; તથાપિ ન તેને તજ્યો પ્રાણપ્યારો, ઘણાં કષ્ટ કાળે ઘણું ધૈર્ય ધારો. (3) પીડા ભૂપ પામ્યો હરિશ્ચંદ્ર પૂરી, જીવ્યો કષ્ટ-કાળે કરીને મજૂરી, વડા હાથી હોદ્દે હતો બેસનારો, ઘણાં કષ્ટ કાળે ઘણું ધૈર્ય ધારો. (૪)
તુલસી ખોટે દરસક, રઘુપતિ રાખત માન;
| ર્યો મુરખ પુરોહતહી, દિયે દાન યજમાન. || ભજ રે મના
૯૮૨)
તુલસી મમતા રામસોં, સમતા સબ સંસાર; રામન રોષ ન દોષ દુઃખ, સદા હરહીં ભવ ભાર. | (૨)
ભજ રે મના