________________
૧૨૨૭ (રાગ : ચલતી)
કળજુગમાં જતી સતી સંતાશે ને, કરશે એકાંતમાં વાસ રે; કૂડા ને કપટી ગુરુ ને ચેલો રે, પરસ્પર નહીં વિશ્વાસ રે. ધ્રુવ ગુણી ગુરૂ ને ચતુર ચેલો રે, બેયમાં હાલે તાણાતાણ રે; ગુરૂના અવગુણ ગોતવા માંડે રે, ગાદીના હાલે ઘમસાણ રે. કળ ચેલકો બીજા ચેલા પરમોદે રે, પોતે ગુરૂજી થઈ બેસે રે; ગુરૂની દીક્ષા લઈ શિક્ષા નો માને રે, જ્ઞાન કે ગમ નહિ લેશે રે. કળ૦ ચેલા ઘેલાં કરી બાંધશે કંઠિયું, બોધમાં કરે બવાદ રે; પેટને પોષવા ભીખીને ખાશે રે, પુરૂષાર્થમાં પ્રમાદ રે, કળ
ધનને હરવા છળ કરશે ને, નિત્ય નિત્ય નવા ગોતે લાગ રે; આસન થાપી કરશે ઉતારા રે, વિષયમાં એને અનુરાગ રે. કળ૦ વાદવિવાદ ને ધરમ કરમમાં રે, ચૂકે નહિ કરતાં એ હાણ રે; ‘ગંગાસતી' કહે એવાથી ચેતજો રે, કળજુગના જાણી પરમાણ રે. કળ
૧૨૨૮ (રાગ : ચલતી)
ગુપત રસ આ તો જાણી લેજો પાનબાઈ! જેથી જાણવું રહે નહીં કાંય;
ઓધ રે આનંદમાં કાયમ રહે ને, સેજે સેજે સંશય બધા મટી જાય.
ધ્રુવ
ભાઈ રે ! શૂરવીર થૈને સંગ્રામે ચડવું પાનબાઈ ! માયલું મન ફરી ઊભું ન થાય; કેવળ ભક્તિને તમે એમ પામો પાનબાઈ ! જેથી જન્મ મરણ સેજે મટી જાય.
ગુપત
પરપંચના તોડી નાખો પડલ પાનબાઈ ! તો તો પચરંગો પાર જણાય; જથારથ પદને જાણ્યા પછી પાનબાઈ ! ભાવ કભાવ મનમાં નહિ થાય. ગુપત
ભજ રે મના
રજની દીપક ચંદ્રમા, દિન કા દીપક ભાન; દીપક ધર્મ ત્રિલોક કા, સુત કુલ દીપક જાન.
७५०
ભાઈ રે ! મેદાનમાં હવે મામલો મચાવો પાનબાઈ ! ભજન કરો ભરપૂર; ‘ગંગા' રે સતી રે એમ બોલિયાં રે, વરસાવો
નિર્મળ
૧૨૨૯ (રાગ : કલાવતી)
નવધા ભક્તિમાં, નિર્મળ રહેવું રે, મને શીખવો વચનનો વિશ્વાસ રે; સદ્ગુરૂને પૂછીને પગલાં ભરવાં ને, થઈ રહેવું તેના દાસ રે. ધ્રુવ ભાઈ રે ! રંગરૂપમાં રમવું નહિ ને, કરવો ભજનનો અભ્યાસ રે; સદ્ગુરૂ સંગે નિર્મળ રેવું ને, તજી દેવી ફ્ળની આશ રે. નવધા૦ ભાઈ રે ! દાતા ભોક્તા હરિ એમ કે'વું, ને રાખવું નિર્મળ જ્ઞાન રે; સદ્ગુરૂ ચરણમાં શીશ નમાવવું, ને ધરવું ગુરૂજીનું ધ્યાન રે. નવધા ભાઈ રે ! અભ્યાસીને એવી રીતે રે'વું, ને જાણવો વચનનો મરમ રે; ‘ગંગાસતી એમ બોલિયાં ને છોડી દેવું અશુદ્ધ કરમ રે. નવધા૦
ર. ગુપત
૧૨૩૦ (રાગ : ચલતી)
પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે ને રે, ત્યારે સાધના સર્વે શમી જાય; કરવું એને કાંઈ ન પડે ને રે, સહેજે સમાધિ થાય રે.ધ્રુવ ભાઈ રે ! કર્તાપણું સર્વે મટી ગયું ને રે, ત્યારે જગત જુઠ્ઠું જાણી કહેવાય; અંતઃકરણમાં ભક્તિ આવે નિર્મળ ને રે, ખરી દૃઢતા રે બંધાય રે.પાકો૦
ભાઈ રે ! આવા પ્રપંચ એને નડે નહિ ને રે, જેને મટી ગયો પૂર્ણ વિકાર રે; અંતરમાંથી જેણે મર્યાદા ત્યાગી ને રે, અટકે નહિ જગત વહેવાર રે.પાકો૦
ભાઈ રે ! શુદ્ધ વાનમાં સુરતા બંધાણી ને, મટી ગયો વાદવિવાદ રે; *ગંગાસતી' એમ બોલિયાં ને રે, એને આવે સુખનો સ્વાદ રે.પાકો
=
સ્વાર્થી તબ તક હી ભજે, જબ તક કારજ હોય; નદી પાર જબ હો ગયે, નાવ ન પૂછે કોય.
૭૬૧
ભજ રે મના