________________
ખેતર પાક્યું રે પેલા રખવાળને ખાધો; ઊડતા મરઘાએ પારધીને ગળિયો જી. વાણી નીચે હાંડી રે ઉપર ચૂલો ચડાવ્યો; જળકેરી માછલીએ બગલાને ગળિયો જી . વાણી, મેઘ વરસે રે, પેલી જમીન પરસે; નેવાંનાં નીર મોભારે ચડશે જી . વાણી બાવો બોલ્યો રે પેલા મત્યંદરનો “ ગોરખો'; મારી મમતા ને બન્યા અબઘતા જી . વાણી
ગંગારામ
૧૨૨૩ (રાગ : માંડ) હરિજન હિંમત રાખિયે, ભક્તિ તો ભાવ થકી કીજિયે; શિરને સાટે સદ્ગુરુ મળે, પાછી પીઠ નવ દીજિયે. ધ્રુવ આપને કસીને પરને પોષિયે, દુ:ખ સહી સુખડાં તો દીજિયે; રાજા મયૂરધ્વજ હરિશ્ચંદ્ર જેવા, જુગમાં અમ્મર કીજિયે. હરિજન ગજ, ગુણિકા, પશુ, પારધી તેણે શું સંસ્કૃત કીધાં રે ? વખતે નાથ નિવાજિયા, ધ્રુવને અચળ પદ કીધાં રે. હરિજન નામા, પીપા, રોહીદાસને સમર્યા સાદ જ દીધા રે; કોડે કામ નરસૈઈતણાં, ભલી ભાતેથી કીધાં રે. હરિજન ઘણ ને એરણ વચ્ચે ઘાવ સહે, મોંઘાં મૂલાં કહેવાયાં રે; સો હરિજન હીરા ખરા, લાખોમાં તો લેખાયા રે. હરિજન પરમાર્થે પિંડ ઓડિયાં, વળગી રહિયે વિશ્વાસે રે; ખરી પડે પણ ખસે નહીં, સગુરુ સદા એની પાસે રે. હરિજન જેને આશરો એના નામનો, હરિ કેમ મેલે હાથે રે ? ગંગાદાસ' સંદા સંગ રહે, સમર્થ રવિ ગુરુ સાથે રે. હરિજન
૧૨૨૨ (રાગ : ચલતી) હર ભજ હર ભજ હીરા પરખલે, સમજ પકડ નર મજબૂતી; તેરા સાહેબ હૈ તુજ માંહી, ઔર બાત હૈ સબ જૂઠી. ધ્રુવ અમર ઘટાસે સદ્ગુરૂ આયા, અમૃત બુદા અંગ ઊઠી; ત્રિવેણી કે રંગ મહોલ મેં, લે લાગી, તેરી હદ લૂંટી . સમજ સત્ શબદકી સેર બનાઈ લે, ઢાલ પકડ લે ધરપકી; કામ ક્રોધ કે માર હટા લે, જદ જાણું તારી રજપૂતી. સમજ પાંચું ચોર બસે કાયામેં, ઉનકી પકડ લે શિર ચોટી; પાંચને માર પચીસને બસ કર, જદ જાણું તારી બુદ્ધ મોટી. સમજો રણઝણ રણઝણ બાજાં બાજે, ઝલમલ ઝલમલ હૈ જ્યોતિ;
ઓંકાર કે રણુંકારમેં, હંસા ચુગ રહા નિજ મોતી. સમજ પકી ઘડી કો તોલ બનાઈ લે, ખોટ ન આવે એક રતિ; મર્સ્ટન્દ્ર' પ્રતાપે ગોરખ બોલ્યો, અલખ લખે તો ખરા જતિ. સમજ
જિસકી વિષમ વેદનામેં ભી હો સુખકા સંચાર, પ્રભો દો વહુ પીડામય પ્યાર; મનકા મનમોહન સે ઐસા બંધ જાયે કુછ તાર, જિસસે યહ મન ભી હો જાયે, મોહનકા અવતાર; સુધિકો સુધિ ન રહે, ઐસા હો વિસ્મૃતિકા વ્યાપાર, જીવનકી ગતિ મેં હો જાયે, જીવન ગતિ ભી ભાર; ઉર ઉમેગા દો, બિરહ સિન્ધકો ઇતના અગમ અપાર, જિસસે એક * બિન્દુ’ મેં પડ પહુંચ ન પાઉં પાર. સિંહણબાળ ભૂખે મરે, કદી તૃણ નવ ખાય; ટેકી જન આપત્તિમાં, નીચ માર્ગ નવ જાય. G૫
ભજ રે મના
સાતવેંતના સર્વજન, કિંમત- અક્કલ તુલ્ય; સરખા કાગળ હૂંડીના, આંક પ્રમાણે મૂલ્ય.
(૭પ૬)
ભજ રે મના