________________
ગીરધર સાહેબ
૧૨૧૧ (રાગ : દેશી ઢાળ) કન પ્રેમ જલ પાવે ગુરાંશા બિના, કીન પ્રેમ જલ પાવે ? કુપોરાં નીર કિસબિધ ખૂટે, ક્ષીર સાયર મેં સે આવે.
ગુલાબનાથ (વિસનગર)
૧૨૧૨ (રાગ : ધોળ) ગુરૂ મળ્યાને ગમ પડી, પરીક્ષા પ્રભુતાણી મને પડી; મારી સુરતા શબ્દમાં ભળી, પરીક્ષા પ્રભુતણી મને પડી. ધ્રુવ બોલાય છે પણ લખાય નહિ, એ વસ્તુ છે ખરી; ગુરૂએ પોતે અલખ ઓળખાવ્યો, તેમાં ગયો પોતે ભળી. પરીક્ષા તન, મન, ધન મેં અર્પણ કીધાં, ત્યારે ગુરૂગમ ચાવી જડી; જનમ મરણના સંશય ટળીયા , અગમની ગમ પડી. પરીક્ષા બાળકનાથ ગુરૂ પુરા મળીયા, મારી સુરતા ભજનમાં ભળી; ગાવે ગુલાબનાથ ગુરૂ પ્રતાપે, અમુલખ વસ્તુ જડી. પરીક્ષા
તલી મેં તેલ, અફીણ મેં ખુમારી, જ્ઞાન ગુરાં સંગ આવે; મહેંદી મેં લાલી , કાષ્ટ મેં અગ્નિ, ગુરુ બિન કોન પ્રગટાવે ?
ગુરાંશા કર્મો કી જાતિ દો પ્રકાર કી, શુભ અશુભ કહાવે; અશુભ માર્ગ ગુરુબિના કૌન કાટે ? શુભમાર્ગ કોન બતાવે?
ગુરાંશાવે હમારા ગુરુજી ભમર સમાના, કીટ પકડ ઘેર લાવે; દેવે ગુંજાર શબ્દ શ્રવણને, ભ્રમર હોઈ ઉડ જાવે.
ગુરાંશાવે હમારા ગુરુજી પુષ્પ સમાના, ભમર વાસના લેવે; લીપસ્યા ભમર કમલ કી માંહિ, કમળ છોડ નહીં જાવે.
ગુરાંશાહ કામધેનું કલ્પતરુ ચિંતામણી, ચારો ભેટ ચડાવે; શીશ ઉતાર ધરે ગુરુ આગે, મહિમા વર્ણ નહીં જાવે.
ગુરાંશા હમારા ગુરુજી બ્રહ્મ સમાના, સારો ભ્રમ મિટાવે; ગીરધર સાહેબ' પ્રેમ કા પ્યાલા, ગુરુ કૃપા કર પાવે.
ગુરાંશાવે
ગેમલ
૧૨૧૩ (રાગ : ખમાજ) એવી મહાપદ કેરી વાત, સંત કોઈ જાણે રે; જેને મળ્યા સદ્ગુરૂ રે સુજાણ, સોઈ પિછાને રે. ધ્રુવ દિન ઊગે ભૂલ્યો ભવન, પછી કેમ જડશે રે ! આડી રેન અંધારી રે રાત, ઘણાં રડવડશે રે. એવી એવાં તન મન ને વળી ધન, ગુરૂજીને ધરીએ રે; એવો અવર દુજ નહીં કોઈ, ફોગટ ફેરો ન ક્રીએ રે. એવી આવ્યો ભજન કરવાનો દાવ, ભજન કરી તરવું રે; માટે કરવો સંતનો સંગત, અસત્ય પરહરવું રે, એવી એવા સંત સ્વરૂપી જહાજ, તેમાં કોઈ બેસે રે; તે તો તરી ઊતરે ભવપાર, “ગેમલ’ એમ કહે છે રે. એવી
બળની વાતો બહુ કરે, કરે બુદ્ધિના ખેલ; આપદ કાળે જાણીયે, તલમાં કેટલું તેલ. ||
માગણ, છોરૂ, મહીપતિ, ચોથી ઘરની નાર; છત અછત સમજે નહિ, લાવ લાવ ને લાવ.
o૫૧૦
ભજ રે મના
(૭૫૦)
ભજ રે મના