________________
તન ને મનથી ત્યાગ રાખે, હરિ મળ્યાનું હેત, આશા કો'ની ઉરમાં ન આણે, સુરતા કરી સંકેત; મુનિવર એ મોટા રે, ઈચ્છા નહિ ઉર ઊંડી. સંત કનકકાંતા સંપત્ત ન સેવે, દુનિયામાં એ દેવ, * ગણપત ’ કહે એને ગુરુ માની, સજ્જન કરજો સેવ; તારણતરણ તેવા રે, એને સમજણ ઊંડી. સંત
૧૨૦૫ (રાગ : ગરબી)
હું ને મારૂં બે જે મૂકે, એ ભક્ત છે રે લોલ; ચિત્ત પ્રભુથી ન ચૂકે, વિરક્ત છે રે લોલ. (૧) ધર્મધારણા ને ધ્યાની, એ ભક્ત છે રે લોલ; ગુણ સાગરને જ્ઞાની, વિરક્ત છે રે લોલ. (૨)
ભેદ વેદ કેરો ભાવે, એ ભક્ત છે રે લોલ;
લક્ષ બ્રહ્મ કેરો લાવે, વિરક્ત છે રે લોલ. (3)
ભજ રે મના
દયા દીન પર રાખે, એ ભક્ત છે રે લોલ;
રુદે રામજીને રાખે, વિરક્ત છે રે લોલ. (૪)
ગુણ ‘ગણપત’ ગાશે, એ ભક્ત છે રે લોલ;
જીવદશા જેની જાશે, વિરક્ત છે રે
.
લોલ. (૫)
૧૨૦૬ (રાગ : માંડ) ક્ષમા-ખડ્ગ કર ધારો મારા સંતો !
ધ્રુવ
સતસમશેર ને બાનુ બરછી, જ્ઞાનઘોડો શણગારો હે જી; લક્ષ-લગામને પ્રેમ-પલાણા, ચિત્તનો ચાબુક મારો. મારા
ધીરજની ઢાલ, ભજનનો ભાલો, સતનો બક્કર સારો હે જી; કાયાનગરમાં મન મેવાસી, વેગથી વિડારો. મારા
જોઈ વો'રિયે જાત, મરતાં લગ મેલે નહિ; પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ. ७४७
કામ, ક્રોધ ને મોહ મમત એ, વેરી તમારા વારો હે જી;
જો જીત્યા તો જગ જશ પામો, હારો તો નરક સધારો. મારા વિચારમાં આયુષ્ય વહી જાશે જુગ, એનો શો ઉધારો હે જી; જુગ જેવી પળ એક જાય છે, ગુરુ-જ્ઞાન વિચારો. મારા
આ ભવમાંહી આતમ આવ્યો, એને તો ઉગારો હે જી; ‘ગણપત' કહે ગોવિંદ ભજો તો, આવે દુઃખનો આરો. મારા
ગનેશી ઉર્ફે ગણેશલાલ
૧૨૦૭ (રાગ : ગઝલ)
વૃથા ક્યોં જન્મ ખોતા હૈ ? અરે મતિમંદ નર તનકા; લગા રહ ધ્યાનમેં ઉસકે, જો સ્વામી હૈ સભી જનકા. ધ્રુવ યહીકે સંગ સાથી હૈ, યહી કે મિત્ર હૈં તેરે;
ન ભાઈ બંધુ સુત દારા, ન રિશવત ભી ચલે ધનકા. વૃથા યહી સંસારકી ગતિ હૈ, કોઈ આતા કોઈ જાતા;
જો કરતા હો સો કર લે તું, રહે ન પછતાય ફિ મનકા. વૃથા
યે વસુધાકે ભર્ય સ્વામી, હજારો રાજા મહારાજા; કહાં યાદવ કહાં પાંડવ, કહાં પરિવાર રાવનકા. વૃથા
યે બંધનસે નિકલનેકા, કરો કુછ યત્ન અય પ્યારે; કરી ઉપકાર તનમનસે, યહી કારજ મનુષપનકા. વૃથા
હટાવો ચિત્ત વિષયોંસે, અહિંસા ધર્મકો જાનો; પઢો વેદોકિ સતવિધા, નહીં તો હૈ પશુ વનકા. વૃથા ‘ગનેશી' સંધ્યોપાસનમેં, રહો તત્પર હમેશાં તુમ; ભરમમેં ઉમ્ર મતિ ખોવો, વ ગાવો ગુન નિરંજનકા. વૃથા
ધન જોબન ને ઠાકરી, તે ઉપર અવિવેક; એ ચારે ભેગાં થયાં, અનરથ કરે અનેક.
७४७
ભજ રે મના