________________
૧૧૯૯ (રાગ : માંડ) જૂના ધરમ લ્યો જાણી, મારા સંતો.
ધ્રુવ નદી કિનારે કોઈ નર ઊભો, તૃષા નહિ છિપાણી હે જી; કાં તો આળસુ અંગ એહનું, સરિતા ખરે સુકાણી. મારા કલ્પતરુ તળે કોઈ જન બેઠો, સુધા ખૂબ પીડાણી હે જી; નહિ કલ્પતરૂ, એ બાવળિયો, કે ભાગ્યરેખ ભેળાણી. મારા સદગુરુ સેવે શિષ્ય નવ સુધર્યો, વિમળ થઈ નહિ વાણી હે જી; કાં ગુરુજી છે જ્ઞાન વિનાના, કાં પામર એ પ્રાણી. મારા ભક્તિ કરતાં ભવદુ:ખ ભાગે, ધીરજ નવ ધરાણી હે જી; કાં સમજણ તો રહી છે. છેટે, નહિ નામ નિરવાણી. મારા ચિંતામણી મળીયો પણ તોયે, ચિંતા નવ ઓલાણી હે જી; નહિ ચિંતામણી નક્કી એ પથરો, વસ્તુ નવ ઓળખાણી. મારા મળ્યું ધન તોયે મોજ ન માણી , કઠું કરમની કહાણી હે જી; કાં તો ભાગ્ય બીજાનું ભળિયું, કાં તો ખોટી કમાણી. મારા અમૃત મળ્યું પણ અમર થયો નહિ, પીવાની જુક્તિ ન જાણી હે જી; કાં તો ઘટમાં ગયું નહિને કાં, પીવામાં આવ્યું પાણી. મારા ધર્મ, કર્મ, ન ભક્તિ જાણે, ભેદ વિના ધૂળધાણી હે જી; કહે “ગણપત’ સમજી લ્યો સંતો, પૂરણ પ્રીત પ્રમાણી. મારા
એમ શીખે તું પુરાણ અઢાર, જો તું મુખે વદે વેદ ચાર, જો તું ભણે, બીજાને ભણાવે, ચિત્તમાંહીથી જ્ઞાન ચલાવે; જો તું સત સ્વરથી ગાવે, તોયે ભક્તિની તોલે ના'વે. જો તુંo વાંચી વેદાંત વાદને માંડે, છળકપટ અંતરથી ન છાંડે, પદ્માસન વાળીને બેસે, બની ધ્યાની ગુફામાં પેસે; જો તું દસ વાર દિનમાં નહાવે , તોયે ભક્તિની તોલે ના'વે, જો તુંo જો તું જટા વધારે શિષ, જો તું ભસ્મ ધરે અહોનિશ , જો તું શબ્દ શંખનો સુણાવે, બની સિધ દુનિયાને ડરાવે; સ્તોત્ર મંત્રને ધૂપદીપ સાધે, તોયે ભક્તિની તોલે ના'વે. જો તુંo જો તું મૌન ધારી થયો મુનિ, જોઈ જગ્યા પકડે સૂની, લાવી લાકડાં ધૂણી ધખાવે, મીંચી નેત્રને માળા ફેરાવે; બંને ફરથી તાલ બજાવે, તોયે ભક્તિની તોલે ના 'વે. જો તુંo જો તું કાન ફડી મુદ્રા ડારે, મૂકી વસ્ત્ર લંગોટી મારે, જો તું તૂબડ તાર બજાવે, ભજન બોલીને જન ભરમાવે; જો તું વીર થઈ પૂજાવે, તોયે ભક્તિની તોલે ના 'વે. જો તુંo ઠીક બનાવે દેવળ ઠાઠ, જો તું બંધાવે સરોવર ઘાટ, આપે દાન થઈને દાવા, થાય સજ્જનને સુખ સાતા; જોતું વનમાં વાવ્ય ગોડાવે, તોયે ભક્તિની તોલે ના'વે. જો તુંo જો તું અડસઠ તીરથ નહાયે, તારા પંડનું પાપ ન જાયે, ઊભો રહી તપ માંડે ઝોલા, કરે કીમિયથી કંચન તોલા; બની જતીને જોગ જગાવે, તોયે ભક્તિની તોલે ના'વે. જો તુંo જો તું કંચન મહેલ લૂંટાવે, જો તું બાંધ્યાં બાણ છોડાવે, પ્રેમ સહિત ગુરુગમ પાવે, પાંચ પકડી એકે ઘેર લાવે; ભલી ભક્તિ ‘ગણપત 'ને ભાવે, ત્યારે દિલમાં હરિ દર્શાવ. જો તુંo
૧૨૦૦ (રાગ : લાવણી) જો તું સાધન સર્વ સોહાવે, તોયે ભક્તિની તોલે ના'વે. ધ્રુવ ગૌણભક્તિના નવ પરકાર, પરાભક્તિનો કોઈ પામે પાર, ગૌણભક્તિ પુરાણે પ્રમાણિ, પરાભક્તિને વેદે વખાણી; અન્ય સાધન ઉરમાં આવે, તોયે ભક્તિની તોલે ના'વે. જો તુંo
કાજલ તજે ન શ્યામતાં, મુક્તા તજે ન શ્વેત; દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. ||
કાળજુ કાઢી ભોંય ધરૂં, લઈ કાગા ઉડી જા; માધવ બેઠા મેડીયે, એ ભાળે એમ ખા
(૭૪)
ભજ રે મના
ભજ રે મના