________________
૧૧૭૮ (રાગ : કાન્હડા) છે અમૃતમાં ઝેર, મિત્રો, છે અમૃતમાં ઝેર; અસંત સુખોને મિથ્યા રસમાં, શી અમૃતની પેર ? ધ્રુવ સ્નેહનું સુખ પણ થોડી પળનું, ઝૂરી મરે આખેર; સ્વાર્થ ત્યાગ નહિ કોઈ સ્થિતિમાં, ફ્રી વળો ચો. મિત્રો, રાજપાટ સાહેબી શોભા, છે બધે અંધેર; અમૃતનો આભાસ પરંતુ, તે જ હળાહળ ઝેર. મિત્રો વેરબુદ્ધિએ વાસ ર્યો ત્યાં, કાળો કળિયુગ કેર; ‘કહાન' હરિરસ પાન કરે છે, તેને લીલા લહેર. મિત્રો
૧૧૮૦ (રાગ : પ્રભાતી) અજ્ઞાત મોહની નિંદમાં સૂઈ મત રહો સદા, વ્યતિત બહુ કાળ એમ વ્યર્થ કીધો; નિજરૂપ નિરખવા નેત્ર ખોલ્યું નહીં, સુપનનાં સુખ તણો લ્હાવો લીધો. ધ્રુવ વસ્તુસ્થિતિ સમજનું વ્હાણું વાયું ભલું, શુદ્ધ સમક્તિનો ભાનુ ભાસે; નિજ પર રૂપનો ભેદ પ્રગટે જહાં, મોહ મિથ્યાત્વે અહંકાર નાસે. મોહની પ્રેમથી પરખીએ, નિરખીએ નાથને, અવર અધ્યાસને અલગ કીજે; ગ્રહણ કર જ્ઞાન ગુરૂ બોધના બીજનું, પરમ રસ પાનથી કાજ સીજે. મોહની સર્વ વ્યાપકપણે સાક્ષી તું સર્વદા, જ્ઞાન ગુણ લક્ષણે ભિન્ન ભાસે; શુદ્ધ ઉપયોગી તું ચિહ્ન ચેતન્ય ઘન, અચલ અવિનાશી ગુણ કેમ નાશે ! મોહની થાય પ્રતિભાસ એ ડ્રેયનો જ્ઞાનમાં, પણ નહિં જ્ઞાન તું જ ય ભાવે; જેમ જલપાત્ર રવિ દેખિયે નિરમળો, ભાસ દરમણ વિષે તેમ થાવ. મોહની લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિરમળપણે, કરમનો ડાઘ કહો કેમ લાગે? કોઈ સંત વીરલા સમજશે સાનમાં, સહજ સ્થિર સ્થિતિનું ભાગ્ય જાગે. મોહની
કાયમ
૧૧૭૯ (રાગ : શિવરંજની) ગુરુ બિનુ હોરી કૌન ખેલાવૈ ! કોઈ પંથ લગાવૈ. ધ્રુવ કરે કૌન નિર્મલ યા જીકો ! માયા મનતેં છુડાવૈ; ફીકો રંગ જગતકે ઉપર, પીકો રંગ ચઢાવૈ. ગુરુ લાલ-ગુલાલ લગાય હાથસ, ભરમ અબીર ઉડાવૈ; તીન લોકકી માયા ફૂક્કે, ઐસી ફાગ રમાવૈ. ગુરુ હરિ હેરતમેં ક્રિતિ બાવરી, નૈનનિમેં કબ આર્વે; હરિકો લખિ ‘કાયમરસિયાસો, કાહે ન ધૂમ મચાવૈ. ગુરુo
કુંભનદાસ
૧૧૮૧ (રાગ : ધનાશ્રી) નૈન ભરિ દેખ્યી નંદકુમાર; તા દિનનેં સબ ભૂલિ ગયી હી, બિસર્યો પન પરવાર. ધ્રુવ બિન દેખે હોં બિલ ભર્યો હોં, અંગ-અંગ સબ હારિ; તાતે સુધિ હૈ સાંવરિ મૂરતિકી, લોચન ભરિ ભરિ બારિ. નૈન, રૂપ-રાસ પૈમિત નહીં માનો, કૈસે મિલૈ લો કન્હાઈ ! ‘કુંભનદાસ’ પ્રભુ ગોબરધન ધર મિલિયે બહુરિ રી માઈ. નૈન
ભક્તિ ભૂલે બ્રહ્મની, કુકરમ કરે અપાર; સરજનહાર ન સાંભરે, તેને છે ધિક્કાર.
જાતાં તડકે ઝાંઝવા, જાણે જળ દેખાય; | મૂરખ મર્મ ન પારખે, પ્રીતે પીવા જાય. || 039
ભજ રે મના
ભજ રે મના
(૭૩૦)