SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦૦ (રાગ : દેશી હીંચ) મારા હૈયાનો હાર બની આવજો રે, હું તો પાંપણના પુષ્પ વધાવું. ધ્રુવ તમે ત્રિશલામાતાના છો જાયા, ત્રણ લોકમાં આપ છવાયા; મારા મનના મંદિરમાં પધારજો રે. હુંo ભવસાગર છે બહુ ભારી, ઝોલા ખાતી રે નાલડી મારી; નૈયાના સુકાની બની આવજો રે. હુંo મને મોહરાજાએ હરાવ્યો, મને મારગ તારો ભુલાવ્યો; જીવનના સારથી બની આવજો રે. હુંo મારા હૃદયે રહ્યા છો આપ, મારા મનમાં ચાલે તારો જાપ; મારા મનના મેયૂર બની આવજો રે. હું ૨૧૦૨ (રાગ : શીવરંજની) મારું ખોવાણું રે સપનું (૨); ક્યાંક જડે તો ? દઈ દેજો એ (૨) બીજાને ના ખપનું. ધ્રુવ પૂરવ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કહે છે ઉત્તર (૨), વગડો કહે છે ચોર આ વસતિ, પર્વત કહે છે સાગર; ધરતીને પૂછું તો દયે છે (૨), નામ ગગનમંડલનું. મારૂ૦ ખોળે મસ્તક લઈ બેઠી'તી, એ દિ' રજની કાળી (૨), જીવનની ઝંઝાળો સઘળી (૨), સુતી પાંપણ ઢાળી; નીંદરના પગવારે કોઈ, આવ્યું છાનું છપનું. મારૂ૦ વહારે ધાજો જડ ને ચેતન, મારી પ્રીત પીંછાણી (૨), અણુઓ અણું સાંભળજો મારાં (૨), શમણાની એંધાણી; તેજ તણા ભંડાર ભર્યા છે, નામ નહીં ઝાંખપનું. મારૂ૦ ૨૧૦૧ (રાગ : કલાવતી) મારો એક્તારો લઈ આવું (૨), તારી ભક્તિના ગીત ગાઉં, હું તો ગાઉંને ગવરાવું મારો, એકતારો લઈ આવું. ધ્રુવ શબ્દો સામે જોઈશ માં, તું ભાવ હૃદયનો જોજે, કંઠ હોય ભલે ના મધુરો, તાલ જીવનનો જોજે, હું તારું નામ ગજાવું, તારી ભક્તિના ગીત ગાઉં, હું તો ગાઉને ગવરાવું મારો, એકતારો લઈ આવું. મારો દુનિયાની આ રંગભૂમિ પર, આવે છે તડકા ને છાયા, ઘડીકમાં પુણ્ય પ્રકાશે, ઘડીકમાં પાપ તણા પડછાયા, હું તારી માયા માંગું, તારી ભક્તિના ગીત ગાઉં, હું તો ગાઉને ગવરાવું મારો, એકતારો લઈ આવું. મારો તું હીતુંહી નાદ ગજાવે, આ અંતરનો એકતારો, સુખ દુ:ખના સંસાર માગે, પ્રભુ તારો એક સહારો, હું જીવતરને અજવાળું, તારી ભક્તિના ગીત ગાઉં, હું તો ગાઉને ગવરાવું મારો, એકતારો લઈ આવું. મારો ૨૧૦૩ (રાગ : ભીમપલાસ) મિલતા હૈ સચ્ચા સુખ કેવલ, ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં. ધ્રુવ યહ પ્રેમ સદા ભરપૂર રહે, ગુરુદેવ તુમ્હારે ચરણોં મેં; વિનતી હૈ યે પલ પલ છિન છિન, રહે ધ્યાને તુમ્હારે ચરણો મેં. મિલતા રસના પૈ તુમ્હારા નામ રહે, ઔર ચાંદ સુબહ સે શામ રહે; હર રોજ મેરા યહ કામ રહે, રહે ધ્યાન તુમ્હારે ચરણો મેં. મિલતા ચાહે સંકટ ને ભી ઘેરા હો, ચાહે ચારોં ઓર અંધેરા હો; પર દિલ ના ડગમગ મેરા હો, રહે ધ્યાન તુમ્હારે ચરણોં મેં. મિલતા ચાહે અગ્નિ મેં મુઝે જલના હો, ચાહે કૌંટો પર ભી ચલના હો; ચાહે છોડ કે દેશ નિકલના હો, રહે ધ્યાન તુમ્હારે ચરણોં મેં. મિલતા ચાહે બૈરી સબ સંસાર બને, મેરા જીવન મુઝ પર ભાર બને; ચાહે મૌત ગલે કા હાર બને, રહે ધ્યાન તુમ્હારે ચરણોં . મિલતા કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ્બા || અવસર બીતો જાત હૈ, ફિર કરોગે કમ્બ ? ૧૨૧ ભજ રે મના આજ કહે હરિ કાલ ભજું, કાલ કહે ફિર કાલ આજ કાલ કરતે રહે, અવસર જાતા ચાલ ૧૨૬ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy