SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮૯ (રાગ : ભૈરવી) તારી પાસે એવું શું ? દોડી ! દોડી ! આવું હું. ધ્રુવ મુજને એ ના સમજાતું, હૈયું શાને હરખાતું ? તારા દર્શન જ્યાં પામું, શાને મનડું મલકાતું ? તારા મુખ પર એવું શું ? દોડી ! દોડી ! આવું હું. તારી નીંદર મુજને આવે ના, ભોજન મુજને ભાવે ના, તુજને જો હું ના ભેટું, શાંતિ મુજને આવે ના; તારા દિલમાં એવું શું ? દોડી ! દોડી ! આવું હું. તારી મારી સઘળી ચિંતાઓ, ઘેરા દુઃખની ઘટનાઓ, તારા વેણે વિસરાતી, વળગેલી સૌ વિપદાઓ; તારા સ્વરમાં એવું શું ? દોડી ! દોડી ! આવું હું. તારી ૧૯૯૦ (રાગ : બાગેશ્રી) તારે દ્વારે જે કોઈ આવે, ખાલી હાથે જાય ના; કરૂણા નિધાન, કરૂણા નિધાન (૨). ધ્રુવ આ દુનિયામાં કોઈ નથી રે, તુજ સરિખો દાતાર, અપરંપાર દયા છે તારી, તારા હાથ હજાર; તારી જ્યોતિ પામીને કોઈ, અંધારે અટવાય ના. કરૂણા શરણે આવેલાનો સાચો, તું છે રક્ષણહાર, ડગમગતી જીવન નૈયાનો, તું છે તારણહાર; તારે પંથે જનારો કદીયે, ભવરણમાં ભટકાય ના. કરૂણા ખૂટે નહિં કદાપી એવો, તારો પ્રેમ ખજાનો, મુક્તિનો મારગ બતાવે, એવો પંથ મજાનો; તારે શરણે જે કોઈ આવે, મધદરિયે અટવાય ના. કરૂણા ભજ રે મના ફિકર સબનકો ખા ગઈ, ફિકર સબનકા પીર ફિકરકી જો ફાકી કરે, ઉસકા નામ ‘ફકીર' ૧૨૦૨૨ ૧૯૯૧ (રાગ : શ્રીરંજની) તૂ પ્યાર કા સાગર હૈં, તેરી એક બૂંદ કે પ્યાસે હમ; લૌટા જો દિયા તુને, ચલે જાયેંગે જહાંસે હમ. ધ્રુવ ઘાયલ મન કા પાગલ પંછી, ઉડને કો બેકરાર, પંખ હૈ કોમલ આંખ હૈ ધૂંધલી, જાના હૈ સાગર પાર; અબ તૂ હી ઇસે સમજા, રાહ ભૂલે થે કહાં સે હમ. તૂટ ઇધર ઝૂમ કે ગાયે જીંદગી, ઉધર હૈ મૌત ખડી, કોઈ ક્યા જાને કહાં હૈ સીમા ? ઉલઝન આન પડી; કાનોં મેં જરા કહ દે, કી આયે કૌન દિશા સે હમ ? ૧૯૯૨ (રાગ : અભોગી કાન્હડા) તૂ વોહ મયે ખૂબી હૈ ઐ જલ્વયે જાનાના; હર ગુલ તેરા હૈ બુલબુલ, હર શમા હૈ પરવાના. ધ્રુવ યે ચશ્મે હકીકત ભી, કયા દેખે સિવા તેરે; સિઝદેસે હમેં મતલબ, કાબા હો કે બુતખાના યા રબ ઇની હાર્થોર્સ, પીતે રહે મતવાલે; અજમેરકા સાી હો, બગદાદ કા મયખાના, સાકીકે તસવ્વુરને દિલ સાફ ક્રિયા ઐસા; જબ સરકો ઝુકાતા હું, શીશા નજર આતા હૈ. મસ્તીમેં ભી સર અપના સાકીકે દમ પર હો; ઇતના તો કરમ કરના, અય નરગીસે મસ્કાના. તૂ કિસ્મત હૈ તો ઉનકી હૈ, આંખે હૈ તો ઉનકી હૈ; . જિસને તુઝે દેખા હૈ, ઐ જલ્વયે જાનાના. તૂ તું વોહ મય ખૂબી હૈ - તું તે ખૂબીવાળો દારૂ છે; જલ્વયે-તેજસ્વી; જાનાના-વહાલા; ચશ્મ-આંખ; હકીકત ભી- ખરી રીતે જોતાં, સિઝદેસે-નમસ્કાર કરવા સાથે; નરગીસએક ફૂલનું નામ, જે આંખોના જેવું હોય છે. પેટ સમાતા અન્ન લે, તનહીં સમાતા ચીર અધિક હી સંગ્રહ ના કરે, ઉસકા નામ ‘ફકીર’ ૧૨૦૩) ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy