________________
અખાડામાં અભ્યાસ કર્યા વિણ, મલની સાથે મળે; દાવ પેચમાં દિલ દીધા વિણ, લાતમ લાતા લડે. અરે, ગાન કળાના ગુરૂ મળ્યા વિણ, તાલ ચુકે તાકડે; રાગ તણું ઘર છેટે રહેશે, ઉંટ જેમ રડે. અરે, વગર ભણે વાદીની વિદ્યા, રોપે પગ રાફ્ટ; મણિ ખોળતાં ફણી મળે તો, ઉછળીને આભડે. અરે, રૂષિરાજ ભણતાં રસનાર્ય, ચૌદે વિદ્યા ચઢે; ગુરૂ વિના ભણી સર્વ ગયો પણ, જાણ કુંચી નવ જડે. અરેo
ત્રષિરાજ
૧૧૫૦ (રાગ : ઝૂલણા છંદ) અનંત જન્મનું અજ્ઞાને વળગ્યું, દેખ્યા દુ:ખના દહાડા રે; સ્વએ સાચા સદ્ગુરૂ ન મળ્યા, વંઠલ મળીયા વાડા રે. રસ્તે જાતાં મળ્યું ચિંતામણિ, પુરણ જેમાં પાણી રે; ભિખારણ થઈ સ્વપ્રે ભોગી, રાજા કેરી રાણી રે. જાગી જુએ તો ઝુંપડી દીઠી, ઓઝલ ન મળે એકે રે; મનખા ટાણું મટી જશે તો, દુ:ખના દરિયા દેખે રે. અક્કરમીને અમૃત લોધ્યું, પીતાં આળસ આણી રે; ઢળી ગયું ને રૂવે ધ્રુસકે, કામ થયું ધૂળ ધાણી રે. દમડા માટે દેશ વિદેશ; ચિંતા લઈને ચાલે રે; ઉંટ હોઠની આશા જેવી, શિયાળવાને સાલે રે. સાધન કરતાં છયાસી વિત્યાં, સમજણ રહી ગઈ છે. રે; અંતર દૃષ્ટિ જરા ને આવી, ભગવત ક્યાંથી ભેટે રે ? રામ ચરણમાં રઢ નવ લાગી, ફાંફાં માર્યા ફોક રે; રૂષિરાજની શીખ રાખજે, સમાઈ જાશે શોક રે.
૧૧૫૨ (રાગ : પ્રભાતી) જીવે તેને જરૂર જડે નહિ, મરજીવા રસ માણેરે. ધ્રુવ અઢાર ભારમાં અમર બુટી, જોગી વિરલા જાણેરે; આંખે અંધો કંઠે કોયલી, ભૂખ્યો રહે ભરેભાણે રે. જીવે મરણધારીને મહાજળ જાય તે, અમૂલ્ય મોતીડાં આગેરે; એરણ હોય તો હીરો જણાશે, પરખાશે નહિ પહાણે રે, જીવેo દોર ઉપર નટ ખાંડે ખેલે, મોજ મળે તે ટાણેરે; તેલ ભરેલી ત્રાંસળી જાળવી, શહેર તપાૐ શાણેરે, જીવે મુવા વિના એ ળ નથી મળતું, વળે ન કોઈના વખાણ્યરે; રૂષિરાજ આનંદ ઉભરાશે, સત્ય વાત સમજાયે રે, જીવે
૧૧૫૧ (રાગ : ધોળ) અરે જીવ શું કરવા આથડે ? પ્રભુની ગમ ગુરૂ વિણ નહિ પડે. ધ્રુવ ખોજ કરી નહિ ખેવટીયાની, નવ બેઠો નાવડે; તુંબડું લઈને હાથે તરતાં, અરણવ કેમ આવડે. અરેo શિષ્ય થયો નહિ શિલાટનો તે, થોર વિના થાપડે; ઔષધ દે ઉસ્તાદ વિના તો, શરીર આખું સડે. અરે,
૧૧૫૩ (રાગ : મંદાકતા છંદ) ધીરજ ધરને, અરે અધીરા, ઈશ્વર દેશે અન્ન જોને; ખલકતણો છે પ્રભુને ખટકો, માને સાચું મન જોને. ધ્રુવ જમ્યા પહેલાં જગના નાથ, ઉપાય શોધ્યો શુદ્ધ જોને; હાડ-માંસના હૈયામળે, દેવે સરયું દૂધ જોને. ધીરજ
તેક દેખે રેનમેં, દિનમેં દેખે કોય; તક દિન અરૂ રેનમેં, દેખે દંગસે સોય. |
૯૧૦
પરછાયા પરભાતકા, લંબા બડા દિખાય; ર્યું રવિ આતા ગયા, ત્યું ત્યું ઘટતા જાય.
ભજ રે મના
ભજ રે મના