SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ જબ ભેદજ્ઞાન જગતા, ધ્રુવ જ્ઞાયદૃષ્ટિ હો, પક્ષાતિક્રાંત સહજ, શુદ્ધાત” અનુભવ હો; અનુભૂતિમૅ આવે સહજ હૈ યે, અનુભૂતિમયી. અવિનાશી કાપાયિક ભાવ મિટે, વૈરાગ્ય સહજ પ્રગટે, ભવ ભવકે બંધનકી, આપદ ક્ષણમેં વિઘટે; જ્ઞાતા જ્ઞાતા હી રહેં, નિત પરમાનંદમયી. અવિનાશી નિગ્રંથ દશા હોવે, મંગલમય સંવેદન , પરિણતિ વિજ્ઞાનઘન , આરોહણ શ્રેણી ગમન; નિષ્કર્મ નિરામય હો, તિષ્ઠ ફ્રિ મુક્તિ મહીં. અવિનાશી ૧૮૮૦ (રાગ : યમન) આ જગતમાં સાચા સંતનો સંગ સદા તું કરતો જા; કળિકાળ છે કાળજડામાં રંગ પ્રભુનો ભરતો જા ! ધ્રુવ દુર્જનનો સંગ તું રાચ્યો, સજ્જન-સંગ કદી નવ માગ્યો; સંત તણી પ્રેમળ વાણીને , કાન હવે તું ધરતો જા ! આo સંતો મેઘ બનીને વરસે, તોયે મરે, શાનેં તું તરસે ? સંત તણી અમીરસ-ધારાનું પાન સદા તું કરતો જા ! આo સંતો પરઉપકારી જગમાં, પાપ મિટાવે એ પલભરમાં, સંતોની શીળી છાયામાં , પ્રેમ પ્રભુનો સ્મરતો જા ! આo તારા થઈ તુજને લઈ જાશે, ભવસાગર સહેજે તરી જાશે; સંત કરે કર સોંપી તારો, પ્રભુપંથે તું વળતો જા ! આ૦ ૧૮૮૧ (રાગ : ભૈરવી) આ જગમાંહી જેણે મન જીત્યું તેણે જીત્યું સર્વે ગણાય; સ્વર્ગતણાં પણ અલભ્ય સુખડાં, તેને તુચ્છ જણાય. ધ્રુવ વિષય માંહી મદમસ્ત બની, માતંગ જુઓ સપડાય; મધુર નાદના સ્વાદ થકી, મૃગ પારધી હાથે હણાય. જેણે રૂપ પ્રકાશ દીપકનો દેખી, પતંગ બાળે કાય; રહે જળમાં પણ રસના સ્વાદે, મીન તણો જીવ જાય. જેણે કઠણ કાષ્ઠ છેદી નીસરે, પણ કમળ નહિ છેદાય; પરાગ ગંધે મસ્ત બની અલિ, áકળીમાં ગુંગળાય. જેણે ૧૮૮૨ (રાગ : હરિગીત છંદ) આ જીવનકેરા મેળા માંહી, કાંઈક તો ખુટી રહ્યું; ભર્યા ભર્યા આ બાગમાંથી, ફૂલ કોઈ ચૂંટી ગયું. ધ્રુવ ચાલ્યા ગયા ક્યાં છોડીને ? યાદો સતાવે આપની; આંખો રડે હૈયું રડે, જોઈને તસવીર આપની. આo સૂનાં પડ્યા ઘર આંગણાં, સૂનાં થયા અમ દિલડાં; પડઘા પડે છે કાનમાં, વાત્સલ્યનાં તમ બોલતાં. આo માળી હતા અમ બાગનાં ખીલવ્યો હતો પુરૂષાર્થથી; કરમાઈ જાશે ફૂલડાં, તમ વિરહના સંતાપથી. આo વડવા હતા વડવાઈનાં, છત્રછાયા અમ શિર પર હતી; કોને જઈ કહેશું હવે ? સુખ દુ:ખની કાંઈ વાતડી. આ૦ જનાર તો જાતા રહ્યા, સત્કર્મો એનાં સાંભરે; લાખો લૂંટાવો તોય એ જાનાર પાછા ના મળે. આo લડું ગયું ફોરમ રહી, મહેકો સદા અમ જીવનમાં; વસજો સદા અમ હૃદયમાં, હોજો કોટિ કોટિ વંદના. આo કહા કરિયે કહાં જઈયે, થોરે જીવન કાજ; | છાંડ છાંડ સબ જાત હે, દેહ, ગેહ, ધન, રાજ, ભજ રે મના દૂધ પિલાવત માતુજો મારત, તો શિશુકો દુ:ખ કૌન હરેગો ? હોય સુધાધર જો વરસે વિષ, લોક સબે ચુપ ચાપ સહેગો; રામ રટ્ય સુખ નાહિ મિલે તબ, કન અહોનિસ નામ લહેંગો ? હું તો અનાથ, અનાથ રહ્યો, તુમ કૈસે અનાથ કો નાથ હેગો ? લખના પડના છોડ દે, દો બાતાં રખ લે; કર સાહેબકી બંદગી, ભુખેક કછુ દે. || ભજ રે મના ૧૧ ૧૧૪૫
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy