________________
૧૧૪૪ (રાગ : ચલતી)
પ્રભુજીને પડદામાં રાખમાં રે રાખમાં,
પુજારી તારા આતમને ઓઝલમાં રાખમા. ધ્રુવ વાયુ વીંઝાશેને દીવડો બુઝાશે (૨) એની ભીતી વંટોળોની વાટમાં; આડે ઊભો તારો દેહ અડીખમ બાપુ, ભળી જાસે એ રાખમાં. પુજારી
ઉડી ઉડી પંખી આવ્યા હેમાળેથી (૨) થાક ભરેલો એની પાંખમાં;
સાત સમુંદર પાર કર્યા એનું, નથી રે ગુમાન એની આંખમાં. પુજારી લાખના રતન તારા છોને ચોરાય (૨) છોને હીરા લુંટાય તારા લાખના; હૈયાનો હીરો તારો લૂંટાયના કોઈથી, ખોટા હીરાને ખેંચી રાખમાં. પુજારી
ભજ રે મના
ઉકા ભગત
૧૧૪૫ (રાગ : શિવભૈરવ)
તન ભીતરકો રંગ લગાઈ લિયો, તો બહાર રંગસે કયા મતલબ ? એક વાસના પુષ્પ ચડાઈ લિયો, તો બહાર ફૂલસે કયા મતલબ ? ધ્રુવ સંતો કો અમલ હે રામકા, બાજે ડંકા હરનામકા; ચઢના હૈ બૈકુંઠ-ધામકા, તો ઓર અમલસે કયા મતલબ ? તન૦ મનમાલા તનમેં ફિરાઈ લઈ, મમતાી માલા બચાઈ દઈ;
સદ્ગુરુને સત્ ઉપદેશ કહી, તો લકડમાળાસે કયા મતલબ ? તન જીને આપ હિરદેકું દેખ લિયા, સત અમર નગર કી ખેપ કિયા; હરિ-અમૃતરસકું ખેંચ પીયા, તો કંકર-પથ્થરસે કયા મતલબ ? તન જો મસ્ત ફકીરી દિલસે ધરે, તો ગુરુશકું સિદ્ધ કરે; તબ જુલમી જમસે જાય લઢે, અરમાની ‘ ઉકાસે’ કયા મતલબ ? તન
;
સજ્જન સંપત્તિ પાય કે, દેવે ગર્વ બહાય; જ્યું આંબા કો ફળ ભયા, હું હું નમતા જાય.
૭૧૦
ઉદયરત્ન
૧૧૪૬ (રાગ : માંડ)
સુણો શાંતિ જિણંદ સોભાગી, હું તો થયો છું તુજ ગુણરાગી; તુમે નીરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત ? ધ્રુવ
હું તો ક્રોધ કષાયનો ભરિયો, તું તો ઉપશમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરિયો, તું તો કેવલ કમલા વરિયો. સુણો૦ હું તો વિષયારસનો આશી, તેં તો વિષયા કીધી નિરાશી; હું તો કર્મને ભારે ભાર્યો, તે તો પ્રભુ ભાર ઉતાર્યો. સુણો૦
હું તો મોહ તણે વશ પડિયો, તું તો સઘળા મોહને નડિયો; હું તો ભવ સમુદ્રમાં ખેતો, તું તો શિવ મંદિર પહોતો. સુણો૦ મારે જન્મ મરણનો જોરો, તેં તો તોડયો તેહનો દોરો;
મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ, સુણો મુને માયાએ મૂક્યો પાશી, તું તો નિરબંધન અવિનાશી; હું તો સમકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુણો મારે છો તું હી પ્રભુ એક, ત્હારે મુજ સરીખા અનેક;
હું તો મનથી ન મૂકું માન, તું તો માનરહિત ભગવાન. સુણો૦ મારૂં કીધું તે શું થાય ? તું તો રંકને કરે રાય; એક કરો મુજ મહેરબાની, મ્હારો મુજરો લેજો માની. સુણો૦ એક વાર જો નજરે નીરખો, તો કરો મુજને તુમ સરીખો;
જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુણો૦ ભવોભવ તુજ ચરણની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ‘ઉદયરત્ન'ની વાણી, સુણો૦
ક્ષમા દયા ઔર સત્યતા, ધીરજ ધર્મ વિવેક, સજ્જન કે ઉરમેં બસે, સદ્ગુણ ઔર અનેક.
૭૧૧
ભજ રે મના