________________
૧૧૩૯ (રાગ : ગુર્જરી તોડી)
વીતરાગી ! તારી માયા લાગી રે, તારી માયા લાગી. ધ્રુવ કોણ તમે છો? ક્યાંથી આવ્યા ? જાગો ! આતમ ઉદાસી, નથી તમારો આ દેશ તમે છો, અલખલોકના વાસી; સુષુપ્ત ચેતનને જાગૃત કરતી, તારી બંસરી વાગી રે. તારી૦ આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે, સહજાત્મસ્વરૂપ પરમગુરૂ, એનું ધરું એક ધ્યાન રે; મંત્રનું અમૃત પીતાં પીતાં, મનની ભ્રાંતિ ભાંગી રે. તારી૦ હૈયું મારૂં તેં હરી લીધું, સાચી પ્રીત બતાવી, જીવન વિરહાશ્રુથી ભરી દે, સ્વામી ! કરૂણા લાવી; દર્શન જ્યોતિ જલાવે એવી, ભક્તિની ઝંખના જાગી રે. તારી0
દૃષ્ટિ ઠરે જ્યાં ત્યાં તને નિરખું, લયલીન થાઉં તુજમાં, બાહ્ય સૃષ્ટિને વીસરી જાઉં, સહેજે સમાઉં તુજમાં; રાજેશ્વર તારાં ચરણકમળની ઉમદા બની અનુરાગી રે. તારી
૧૧૪૦ (રાગ : માલકાષ)
સખીરી કરુણાધન આયો, મેરો પ્રાણદુલારો આયો. ધ્રુવ બરસે કૃપાંજલ તનમન ભીંજે, પિયુકે મિલનમેં આતમ રીઝે; હર્ષ વિભોર હુઈ હૈ ધરતી, આનંદ મંગલ છાયો. સખીરી મિલન સંદેશ સુનાએ બાદલ, દેખ રી ધૂલ ગયા દુઃખકા કાજલ ; ચમક ઉઠી ચેતનકી બિજલી, પ્રભુ મુખ ચંદ્ર સુહાયો. સખીરી
બની હૈ દિવાની રાજકી મીરાં, બસ ગયો ઘટમેં જ્ઞાન ગંભીરા; ધન્ય યે ધરતી શ્રી દેવલાલી, મેં શ્રી રાયચંદ્રકો પાયો. સખીરી
ભજ રે મના
સુધરે જીવ સંસાર કે, જો રહે સજ્જન પાસ; ચંદન તરૂકે સંગતે, સબ તરૂ લહે સુવાસ.
૭૦૬
૧૧૪૧ (રાગ : કાલિંગડા)
હે દીનવત્સલ રાજ ! મારો જીવ જલે તુજ કાજ. તારી અવિચલ ભક્તિ વિણ મુજ જીવન એળે જાય, ક્ષણ ક્ષણ ભયંકર મૃત્યુ શી વ્યાધિથી પ્રાણ પીડાય;
હે નાથ ! છું તુજ આશરે, પત રાખજે શિરતાજ, મારો જીવ જલે તુજ કાજ. હે૦
મને પ્રાણથી પ્યારી પ્રભુ તારા વિયોગ તણી વ્યથા, મને શાંત કરતી એક મારા રાજની વ્હાલી કથા; મને ઝંખના છે એક વેળા દે તું મુજને અવાજ, મારો જીવ જલે તુજ કાજ. હે
હું છું અહલ્યા, રામ તારી વાટડી જોઈ રહી, તારા સુક્રોમલ ચરણસ્પર્શની આશમાં જીવી રહી; મને તારજે, હે અલખના દરબારના અધિરાજ ! મારો જીવ જલે તુજ કાજ. હે
હે શાંતિના સુખધામને આનંદના ઉદધ્ધિ મહા, તુજ શાંત ગંભીર મુખકમલ, અમીથી ભર્યા નયનો અહા; જીવ્યા લગી જોયા કરૂં, હે રાજ! મારા રાજ ! ! ! મારો જીવ જલે તુજ કાજ, હે
ભયભીત છું સંસારથી, હે ભક્તવત્સલ રાજ ! મને લઈ જા તારા ધામમાં, હૈ વ્હાલસોયા રાજ ! તું પ્રગટ થા મુજ પ્રાણમાં, હે પતિતપાવન રાજ ! મારો આત્મદીપ જલાવી દે, જ્યોતિસ્વરૂપ હે રાજ ! તુજ સ્વરૂપમાં સમાવી દે, સહજાત્મરૂપી રાજ ! હે દીનવત્સલ રાજ ! મારો જીવ જલે તુજ કાજ.
સજ્જન દુરીજન સંગતે, સજ્જનતા નહિ જાય; રહે કોકિલા કાગમેં, સ્વર ન તાહી પલટાય. tooto
ભજ રે મના