SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ યહુ રસ કાજ ભયે નૃપયોગી, છાંડે ભોગ વિલાસા રે; સેજ સિંહાસન બેઠે રહતે, ભસમ લગાઈ, ઉદાસા રે. કોઈo ગોરખનાથ ભરથરી રસિયો, સોઈ કબીર અભ્યાસારે; ગુરુ દાદુ પરસાદ કછુ ઇનકેપાયો સુંદર દાસારે. કોઈo ધ્રુવ ૧૭૯૯ (રાગ : ઝીંઝોટી) હમારે ગુરુને દીની એક જડી. (૨) કહાં કહું કછુ કહત ન આવત, અમૃત રસકી ભરી; યાકો મરમ કોઈ સંતજન જાનત, લેકર શીર ધરી. હમારે મન ભુજંગ અરુ પંચ નાગિની, સુંઘત તુરત મરી; ડાકિની એખ ખાત સબ જગકો, સો ભી દેખી કરી. હમારેo નિશિ બાસર નહિ તાહીં બીસારત, પલ છીન આધી ઘરી; ‘સુંદરદાસ’ ભયો તન નિરબિખ, સબહી વ્યાધી કરી. હમારે સુંદરદાસ (વિ. સં. ૧૬૫૩ - ૧૭૪૬) સુંદરદાસજીનો જન્મ જયપુર રાજ્યમાં દૌસા નગરીમાં બૂસર ગોત્રના ખંડેલવાલ વૈશ્ય કુલમાં વિ. સં. ૧૬૫૩ના ચૈત્ર શુક્લ નવમીના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ “ ચોખા' અંડરનામ પરમાનંદ હતું. માતાનું નામ ‘સતી' હતું. જયપુર રાજ્યની પ્રથમ રાજધાની દીસા હતી. વૈશ્ય ખંડેલવાલમાં બે તડ છે (૧) વૈષ્ણવ, (૨) જૈન. સુંદરદાસજી ૩ વર્ષની ઉંમરે સંત દાદૂદયાળજી પાસે દીક્ષા લીધી. સુંદરદાસના પદ્ય સાહિત્યમાં ગુરુમહિમા ખૂબ ભક્તિભાવથી આલેખાયેલા છે. તેમની શારીરિક અને માનસિક સુંદરતાના કારણે દાદૂ તેમને ‘સુંદરદાસ’ નામે સંબોધન કરતા હતા. રજબજી સુંદરદાસના ગુરુભાઈ હતા. રજબજી ૩૬ વર્ષના હતા ત્યારે સુંદરદાસ ૮ વર્ષના હતા. ૧૧ વર્ષની ઉંમરે તેઓ રજબજી સાથે કાશી ભણવા ગયા હતા અને સાહિત્ય વ્યાકરણાદિ ષદર્શનનો અભ્યાસ કર્યો હતો, દાદૂની વાણીને સુંદરદાસે પધમય બનાવી અને તેથી તેમની પ્રસિદ્ધિ ખૂબ વધી. તેમના સમસ્ત સવૈયાદિ ‘સુન્દરવિલાસ' નામક ગ્રંથમાં નિબદ્ધ છે. જ્ઞાનસમુદ્ર' તેમનો પ્રમુખ ગ્રંથ છે. કવિ બનારસીદાસ, તુલસીદાસ, કેશવદાસજી વગેરે સુંદરદાસજીના સમકાલીન હતા. સુંદરદાસજીની નાની-મોટી ૪૨ ગ્રંથરચના છે. સુંદરદાસને ગુરુનો યોગ માત્ર ૧ વર્ષ રહ્યો હતો. સુંદરદાસના અનેક વિષયો સંબંધી ૨૧૩ પદ ૨૭ રાગરાગિણીઓ પર ઉપલબ્ધ છે. એવા બાળયોગી, બાળકવિ અને બાલ્યાવસ્થામાં જ વિરક્ત થયેલા સુંદરદાસ ૯૩ વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવી સંવત ૧૪૬માં પરમપદગામી થયા. તેમની સમાધિ જયપૂરના સાંગાનેર ગામે છે. ૧૭૯૮ (રાગ : કેદાર) કોઈ પીવે રામરસ પ્યાસા રે; ગગનમંડળમેં અમૃત અવૈ, ઉન મુનીકે ઘર વાસારે. ધ્રુવ શીશ ઉતારી ધરે ધરતી પર, કરે ન તનકી આશારે; એસા મહીંગા અમી બિકાવે, ખટ રૂતુ બારહ માસારે. કોઈ મોલ કરે સો છકે દૂરૌં, તોલત છૂટે વાસારે; જો પીવે સો જુગ જુગ જીવે, બહુ ન હોય બિનાસારે. કોઈo પૂરવકે લોક હાતે થે, ન્યાય ધર્મ હરિ નામ; | અબકે લોક ચાહત હૈ, કામની ચુગલી દામ. || ભજ રે મના ૧૦૯૮૦ સાજન ૧૮૦૦ (રાગ : કચ્છી કાફી) મને મૂરખ કી એ ભરમાણે, નિજ રૂપ નથી તું જાણે. ધ્રુવ રીઆલ રૂપૈયા નોટું કરીએ, ગીની તીજોરી તે મેં ભરીએં; હિતા હુતાથી બાણે, નિજ રૂપ નથી તું જાણે. મન નેકી બદી તું કીં એ નથી ન્યારિયે, કરી અનરથ પિંઢજા કમ સારીએ; હક્ક કમ સુંઝાણે, નિજ રૂપ નથી તું જાણે. મન કૂડાં કરમ કરીએં તો ભારી, લગી દુનિયાસે યારી; ક્રિને દેશ દુરાણે, નિજ રૂપ નથી તું જાણે. મન સાજન ચે સુણ મૂઢ અભાગી, ન્યાર મોહ નિદ્રામેં જાગી; થાને તું નડે ઠેકાણે, નિજ રૂપ નથી તું જાણે. મને૦ પાવ પલકકી ખબર નહીં, કરે કાલકી બાત; જીવકે પર જમ ફરત હૈ, જ્યો તેતર પર બાજ. ૧૦૯ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy