________________
૧૭૭૮ (રાગ : ધોળ)
પામશું પામશું પામશું રે ! અમે કેવળજ્ઞાન હવે પામશું. ધ્રુવ રાગ-દ્વેષ ભ્રમ પર જ્ઞેયોથી, ભિન્ન એકાકી પ્રમાણશું રે. અમે સદ્ગુરૂ રાજ કૃપાએ નિશ્ચળ, જ્ઞાયક ભાવે મ્હાલશું રે. અમે શક્તિપણે તો સ્પષ્ટ જાણ્યું એ, વ્યક્ત કરી સંભાળશું રે. અમે શ્રદ્ધાપણે કૈવલ્ય વર્તે છે, મુક્ત વિભાવ જંજાળશું રે. અમે વિચારધારા એની અખંડિત, બીજું તો અમને કામ શું રે. અમે૦ બધી ઈચ્છાઓ એમાં વિલીન થઈ, નિશ્ચય મુક્તિપુરી જાશું રે. અમે મુખ્યનયે તો છીએ જ કેવળી, ‘સહજાનંદ’ રસ લસલસું રે. અમે૰ ૧૭૭૯ (રાગ : હોરી)
પિયુસંગ ખેલૂ મેં હોલી, પ્રેમ ખજાના ખોલી. ધ્રુવ ગુપ્તિ ગઢ ચઢ બેંકનાલ મગ, ગયે હમ દશમ પ્રતોલી, અશોક વન અનુભૂતિ મહલમેં, જ્ઞાન ગુલાલ ભર ઝોલી; રંગ દી પિયુ મુંહ મૌલી. પિયુ ઘટ પંકજ કેસર ચુન ચુનકર, પાંડુ શિલા પર ઘોલી, મિલા સુધારસ ભર પિચકારી, પિયુ છિડકે હમ ચોલી;
હમ પિયુ પિંડ ડુબોલી. પિયુ
પિયુ ભી હમ સર્વાંગ ડુબોકર, પાપ કાલિમા ધોલી, બાજત અનહદ બાજે અદ્ભુત, નાચત પરિકર ટોલી;
દિવ્ય સંગીત ઠોલી. પિયુ
બ્રહ્માગ્નિ સર્વાંગ હીં ધધકત, કર્મ કંડેકી હોલી, ક્ષાયિક ભાવે ખાક ઉંડા ફિર, બૈઠ સ્વરૂપ ખટોલી;
ભજ રે મના
‘સહજાનંદ' રંગ રોલી, પિયુ
પરનારી ઝેરી છુરી, મતી લગાવો અંગ; દશ શીશ રાવણ કે ગયે પરનારીકે સંગ.
૧૦૮૮
૧૭૮૦ (રાગ : જોગિયા)
પંથીડા ! પ્રભુ ભજી લે દિન ચાર.
ધ્રુવ
તન ભજતાં તન જેલ ઠેલાયો, અશરણ આ સંસાર;
તન ધન કુટુંબ સજી તજી ભટકે, ચઉગતિ વારંવાર, પંથીડાવ ક્યાંથી આવ્યો ? ક્યા જાવું છે ? રહેશે કેટલી વાર ? કર્તવ્ય શું છે? કરી રહ્યો શું ? હજુ ન ચેતે ગમાર, પંથીડા આત્માર્પણ થઈ પ્રભુપદ ભજતાં, બે ઘડીએ ભવપાર; માટે થા તૈયાર ભજનમાં, ‘સહજાનંદ' પથ સાર. પંથીડા
૧૭૮૧ (રાગ : ભૈરવ) બાલપણે આપણ સાથી સૌ, રમ્યા આમલકી કેલી, લોભ ફણી મદ દૈત્યને પટકી, આપ વર્યા શિવ વેલી; હો પ્રભુજી ! મુજ રંકને ભવ ઠેલી. (૧) વાળવો'તો આ બાળ બીકણ પણ, મૈત્રી ધરમ અનુસારે,
એકલપેટા મોજ ઉડાવો, છાના જઈ ભવ બ્હારે;
હો પ્રભુજી ! તુમ વિણ મુજ કોણ તારે ? (૨) આપ સમાન કરે લક્ષાધિપ, માંડવગઢ સુસાધરમી, ક્ષાયિક નવ નિધિ નાથ તમારે, આપોને અંશ અકરમી; હો પ્રભુજી ! થાઉં સદ્દર્શન મર્મી. (૩) નિષ્કારણ કરૂણારસ સાગર, તારક બિરૂદ વડેરો, જેવો તેવો પણ સાથી તમારો, નહિ છોડું હવે કેડો; હો પ્રભુજી ! મુજને ઝટપટ તેો. (૪) વિરહ ખમાય ન વીર તમારો, નયન વહે જલ ધારા, આપ મળ્યાથી આપની સંગે, ઊજવું હર્ષ કુવારા;
હો પ્રભુજી ! ‘ સહજાનંદ’ અપારા. (૫) સજ્જનસે સજ્જન મિલે, ‘તો' હોવે દો દો બાત; ગદ્ધાર્સે ગદ્ધા મિલે, 'તો' ખાવે દો દો લાત.
11
૧૦૮૦
ભજ રે મના