SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬૬ (રાગ : આશાવરી) અવસર આવ્યો હાથ અણમોલ. ધ્રુવ ઝટપટ કરી લે આત્મ શુદ્ધિ તું, સદગુરૂ શરણું ખોલ. અવસર લોકલાજ તું શું કરે મૂરખ ! કાં કરે ટાળમટોળ, અવસર તર્ક વિતર્કને નિજ-જન જડ-ધન, દેહ ભાન સૌ છોડ. અવસર પરમકૃપાળુ શરણે થા તું, ભક્તિરસે તરબોળ. અવસર પરમગુરૂ સહજાત્મસ્વરૂપ તું, રટ રટ મંત્ર અમોલ. અવસર આત્મસિદ્ધિનો માર્ગ ખરો એ, ‘સહજાનંદ' રંગ રોળ. અવસર ક્રોધ લોભ મદ માયા ચઉવિધ , હાસ્ય અરતિ રતિ છારી; દુર્ગછા ભયે શોક કામુકી, બંધ ક્રિક્યા એ તારી. તો અનુપચાર વ્યવહારે આઠે, કર્મ બાંધે બદણ ભારી; કર્તા અભિમાને ઘર નગરનો, તું ઉપચારી, તો તેથી દેહ ધરી ભવ ભટકે, લાખ ચોરાસી મદારી, જ્ઞાન ક્રિક્યા ક્ત શુદ્ધ નયથી, ‘સહજાનંદ’ વિચારી. તો ૧૭૬૭ (રાગ : નટહંસ) ઓ શિલ્પી ! આત્મકલા વિકસાવો, લેવા અસલી સુખનો લ્હાવો. ધ્રુવ દેહભાવ તજી આત્મસ્વભાવ સજી, સુખ ચેતનને જગાવો; બાહ્ય ચેતના અંતરંગ લાવી, આતમ ભાવના ભાવો. ઓo તન મન વચન વિકલ્પ કર્મમળ, એ જડ સંગ હટાવો; પ્રજ્ઞા છીણી વિવેક હથોડે, ચૈતન્ય મૂર્તિ ઘડાવો. ઓo આત્મપ્રદેશ પ્રભુ છબી ચીતર, ચિત્ત પ્રભુ છબીમાં જમાવો; પરમગુરૂ સંહાત્મસ્વરૂપે, પ્રભુ સમ નિજને ધ્યાવો, ઓ૦ પ્રભુપદ નિજપદ સમસત્તા સહી, ભેદ અભેદે શમાવો; ‘સહજાનંદઘન ' નિજધન સ્વામી, આત્મ સ્વરાજ્ય જ પાવો. ઓo ૧૭૬૯ (રાગ : માલકૌંસ) ક્યોં ચોરો પ્રભુકો દે કર મન , દે કર મન તુમ દે કર મન. ધ્રુવ લેકર સવણિકી પ્રતિજ્ઞા, પ્રતિપાલનકો કરો જતન; દત્ત વસ્તુકો અદત્ત ગ્રહણસે, લાગે શ્રેષ્ઠિ પદ લાંછન . ક્યોંo કર્મબંધ હોવત અહં-મમસે, મન દોષો ચહીં પરિભ્રમણ; પુનરપિ જનનું પુનરપિ મરણ, પુનરપિ જનની જેલ શયન, ક્યo સભી પરિગ્રહ મન અધીન હૈ, મન ચોરત હો સભી હરણ; ભોગે મૈથુન જૂઠ ને હિંસા, પંચ પાપમેં હોત પતન. ક્યo મન હી સંસાર અસાર અશુચિ, મનમુક્તિ યહીં સિદ્ધ વતન; ‘સહજાનંદ' પ્રભુ, પદ મન બલિકર, મુક્ત ભક્ત હો કરો ભજન , ક્યo. ૧૭૬૮ (રાગ : કાન્હડો) ક્ત જીવ સ્વતંત્ર આચારી, તો તું કેમ રહે છે ભિખારી ! ધ્રુવ ‘કરોતિ-જ્ઞપ્તિ ક્રિયા' ઉભય છે, બંધ અબંધ પ્રકારી; બંધ ક્રિયાથી અનરથ કરતો, ચેતનતા ધન હારી. તો ૧૭૭૦ (રાગ : બહાર) ચેતન ! નિરપક્ષ નિજ વર્તન , નિજ નજરે નિહાળીએ રે; નિરખી દૂષણ તક્ષણ, અવિરત યત્ન ટાળીએ રે. ધ્રુવ ચાલે કેમ પગ શૂળ વિંધાયો, શલ્ય મુક્ત અતિ વેગે ધાયો; દોષ મુક્તિ વિણ, મુક્તિપથે કેમ ચાલીએ રે. ચેતન જે જે દૂષણ પરમાં ભાસે, રહેલાં તે નિજ હૃદય આવાસે; દર્પણવત્ પ્રતિબિંબપણે, સૌ ભાળીએ રે. ચેતન લોભ પાપકો મૂળ હૈ, નર્ક મૂળ અભિમાન; | જો તરનેક ચાહો તો, છોડ લોભ અભિમાન. ભજ રે મના નાચે કૂદે તોડે તાન, તેનું દુનિયા રાખે માન; ભજન કરે ભાવથી જાણ, તેને ન મળે પૂરૂં ધાન. / ૧૦૮૨ ભજ રે મના ૧૦૮
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy