SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સખીમણિ ૧૭૬૦ (રાગ : ભીમપલાસ) મને જડતો નથી મારો શ્યામ, શોધું શામળિયો, હું તો ભૂલી ફરૂં છું મારા નાથ, શોધું શામળિયો. હું તો શોધું વ્હાલા ! તને વ્રજની વાટે, નથી મળતો એ તો મને વાટે-ઘાટે; હું તો શોધી વળી ગોકુળ ગામ, શોધું શામળિયો. મને એને કાંધે છે કામળી કાળી કાળી, ધેલી થાતી રાધા એને ભાળી ભાળી; મારૂં કાળજું કોરી કોરી ખાય, શોધું શામળિયો. મને નંદબાવાની એણે ગાયો ચારી, મારૂં માખણ ખાવા આવે શેરી મારી; હું તો ભૂલી ગઈ સુધ-બુધ-સાન, શોધું શામળિયો. મને * સખીમણિ’ના શ્યામસુંદર શામળા છો, વળી કોડીલા ને કોડામણા છો; રાજા રણછોડ છો સુખના ધામ, શોધું શામળિયો. મને ૧૭૬૧ (રાગ : બિહાગ) મારે સામે કિનારે જાવું. ભજ રે મના ધ્રુવ તમે રામ બનો તો, શબરી થઈને એઠાં બોર ખવડાવું; પ્રેમી જોગીડા ઝોલી લઈને જોગન હું બની જાવું. મારે તનનો હું તંબૂરો બનાવું, સ્નેહ ગલીએ ધૂન મચાવું; રોમ રોમ રણકાર ઉઠે ત્યાં, અલખ નિરંજન ગાવું. મારે જનમ બધો મેં એળે ખોયો, આ દુનિયામાં સાર ન જોયો; કૃષ્ણભરોસે ઝેર પીનારી, ‘મીરાં' હું બની જાવું. મારે ધ્રુવ રામ નામ નિજ મંત્ર હૈ, રટિયે પ્રેમ લગાય; જબ મંગળ ધીરજ ધરે, કોટિ વિઘન મિટ જાય. ૧૦૦૮ સચ્ચિદાનંદ ૧૭૬૨ (રાગ : સોરઠ) પ્રેમરસ પીધો હોય તે જાણે, પેલા પઢત પંડિત શું માણે ! ધ્રુવ સાકરનો ગાંગડો પડયો જલ વિશે, ગળી ગળીને અંત આણે, સોં વર્ષ સુધી પથરો પાણીમાં, ગળે નહિ કોઈ ટાણે. પ્રેમ૦ વિષ્ઠાની માખી વિષ્ઠામાં રાજી, સાકર - સ્વાદને શું જાણે ! સાકર ઉપર લઈ બેસાડો છતાં, ઊડી જશે એ તો પરાણે. પ્રેમ૦ દેખાદેખીથી ભલે પ્રેમી ગણાવે, (પણ) પ્રેમને ના એ પિછાણે; કાગળ ઉપર લખ્યો જે અગ્નિ, બાળવાનું શું એ જાણે? પ્રેમ૦ વિધિ-વિધાનો, શાસ્ત્ર-સિદ્ધાંતો, પ્રેમીઓને નવ તાણે; દેહદશાનું ભાન ભૂલીને, ‘સચ્ચિદાનંદ' સુખ માણે. પ્રેમ૦ સચ્ચિદાનંદ બ્રહ્મ ૧૭૬૩ (રાગ : સારંગ) જમકા અજબ તમાશાવે, તનકી કૈસી આશાવે ? ધ્રુવ સૂર્ય ચંદ્ર રેન દિન ફિાવે, પલ પલ કાટત જાવે; જીવન ચંદ્ર રોજમેં ખૂટત, પલભર કોઈ ન બચાવે. જમકા હરિ પાવનકો દેહ ગુમાવત, પશુ તનમેં દુઃખ ભારી; ચેત ચેત જની ભૂલહુ પ્યારે, બોલત બેદ પુકારી, જમકા બેગી શરન ગ્રહી સદ્ગુરુકો, ચિદ્ઘન પતિ ઉરધારી; ભજત નિરંતર શુદ્ધ કરહુ મન, કામાદિકકુ મારી. જમકા ધ્યાન મગ્ન અરુ લગ્ન લગાઈ, રહહુ પ્રેમરસ પાગી; સોનાં ફિનાં ડરનાં કૈસે ? નાથ રહો નિત જાગી. જમકા ભજત સચ્ચિદાનંદ બ્રહ્મહીં, સમરસ બહુ સુહાગી; જન્મ મરન ભય મિટહીં નિરંતર, સબ કહેગે બડભાગી. જમકા સીતાપતિ રઘુનાથકોં, નેક નમાયો શીશ; લંકાપુરકો બેસણો, શામ કિયો બક્ષીસ. ૧૦૦૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy