SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ છપ્પા- પેટ કરાવે પાપ, પેટ પરદેશ કાઢે; પેટ જ કરે પ્રપંચ, ચલાવે મારગ આડે. પેટ કરે પાખંડ, પેટ વણ વાંકે દંડે; પેટે સંકટ થાય, પેટ મહેનતમાં મંડે. આર્ય- સતિ નારીને ગુણકા કરે, શા અવગુણ કહું શેઠના; શામળ કહે છે સૌ જાણજો, પ્રપંચ પાપી પેટના. (વિદ્યા વિષે) છપ્પા- સદ્વિધાથી સુવર્ણ, શરણ સદ્વિધા સત્યે; સદ્વિધાથી સ્વર્ગ, વીખ ઊતારણ વિત્તે. સદ્વિધાથી સિદ્ધિ, ફે વચનો વર વાણી; સદ્વિધાથી રિદ્ધિ, જગતમાં સઘળે જાણી. આર્ય- સદ્વિધાથી વશ સર્વ છે, સદ્વિધા ત્યાં શી મણા; શામળ કહે સદ્વિધા વિના, ભટકે ગુણ હીણા ઘણા. છપ્પા- પંડિત આગળ મૂઢ, હંસ આગળ જ્યમ બગ્ગા; પંડિત આગળ મૂઢ, કોકિલા આગળ કગ્ગા. પંડિત આગળ મૂઢ, રાય આગળ જયમ સંકા; પંડિત આગળ મૂઢ, સિંધુ આગળ જયમ ટંકા. આર્ય- પંડિત પરાક્રમી પૂરા, પંડિત સઉ શિર મોર છે; શામળ કહે પંડિત આગળે, મૂઢ તો ચાકર ચોર છે. (મોત વિશે) છપ્પા- નાઠે ન મુકે ભૂખ, દુઃખ નાઠે નવ જાય, નાઠે ન મુકે ભોગ, રોગ નાઠે પણ થાય; નાઠે ન મુકે તાવ, પાપ નાઠે નવ છુટે, નાઠે ન રહે લાજ, ચોર કે હામ લુટે. આર્ય- કદિ નાઠે મોત મુકે નહીં, પ્રસવ્યો ત્યાંથી પાસ છે; કવિ શામળભટ્ટ સાચું કહે, નામ સર્વનો નાશ છે. ભજ રે મના આશા તો સબકી ભલી, કાહુકી આશ મ ભંગ; પારધી પાછો ના વલે, મૃગા બાણ મ લંગ. ૧૦૫૦ છપ્પા- જે જાયું તે જાય, ફુલ ફુલયું તે ખરશે, ભર્યુ તેહ ઠલવાય, ચઢ્યું તે તો ઉતરશે; લીલું તે સુકાય, નવું તે જુનું થાશે, આવરદા વશ સર્વ, કાળ સૌ કો ને ખાશે. આર્ય- જો કિન્નર જક્ષને રાક્ષસો, દેવ ગાંધર્વ ને દાનવી; મધવાદિક પણ પોતે મરે, કોણ માત્રમાં માનવી. (સ્ત્રીના દોષ વિષે) છપ્પા- સ્ત્રીના પેટમાં વાત, છેક તો ન રહે છાની; કરે ઉજ્જળ બધુ ગામ, કરે જો મનની માની. સ્ત્રીને છાની વાત, કહે તે મુરખ માનો; સ્ત્રીને છાની વાત, કહે તે શાણો શાનો. આર્ય- સ્ત્રી આગળ છાની વાત તે, જગ બધે જાહેર થશે; શામળ કહે સ્ત્રી વીફ્ટ્સ થકી, અનર્થ વધતો વાધશે. છપ્પા- સ્ત્રીના પેટમાં વાત, રહે ન ભલી કે ભુંડી, સ્ત્રીએ જાણી જો વાત, દેશમાં વાગે ડુંડી, સ્ત્રીને છાની વાત, કહે તો કાળજ ખુટ્યો, સ્ત્રી સાથે એકાંત કરે, તો રામ જ રૂઠ્યો. આર્ય- પ્રેમદાએ બહુ નર પરભવ્યાં, મમતે કઈને મારિયાં, અનમી શુરા અહંકારી પણ, હોડ હઠીલા હારિયા. છપ્પા- નારીને વશ નાથ, મરદ જીવો તે મુઓ, નારીને વશ નાથ, હડકવા તેને હુઓ નારીને વશ નાથ, બુદ્ધિ તેની તો બાળો; નારીને વશ નાથ, કર્મમાં અક્ષર કાળો આર્ય- નારીને વશ જે નાવલો, અધમ કામમાં એ અડ્યો; શામળ કહે એમાં શું વળયું ! પરાક્રમે નરકે પડ્યો. ચિતારેં ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન; વેદ સહિત વિદ્યા ઘટે, ચિંતા ચિતા સમાન. ૧૦૫૧ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy