SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ શામળભટ્ટ (ઈ.સ. ૧૬૯૪ - ૧૭૬૯) અમદાવાદ ૧૭૧૪ (રાગ : છપ્પા) (સદ્ગુણ – દુર્ગુણ વિશે) છપ્પા- ઈંદ્રવારણાં હોય, કોય ખાતે નવ ખાય; આંવળકેરાં કુલ, તેથી શિવ નવ પૂજાય. ઝાંકળકેરાં નીર, તૃષા તેથી નવ ભાંગે; બગલા ઉજ્જવલ હોય, હંસને કામ ન લાગે. આર્ય- દેખાય કરા મોતી સમા, આભ્રણ નવ ઓપે અશાં; કવિ ‘ શામળ ’ કહે સાંખી જુઓ ગુણ વિષ્ણુ રૂપ કહો કશાં. છપ્પા- કામ ક્રોધ ને લોભ, મોહ માયા નવ મંડે; અહંકાર અભિમાન, છક્ક છળ ભેદ જ છંડે. પરધન ને પર નાર, તજે પરનિંદા પ્રીતે; સત્ય સાથે સંબંધ, રજોગુણ રાખે રીતે. આર્ય- દે દાન માન સન્માન શુભ, પરમારથ પ્રીતે કરે; જો ગૃહસ્થમાં ગુણ એટલા તો ઈકોતેર ઉદ્ધરે. ભજ રે મના છપ્પા- લોભીને પ્રિય લોભ, જારને વહાલી જારી. સુમને વહાલું દ્રવ્ય, પુરુષને વહાલી પ્યારી. શુરને વહાલું શસ્ર, મુરખને મુર્ખ વખાણે. રાગીને પ્રિય રાગ, જોગી જોગીને જાણે. આર્ય- ગુણ સાથે ગુણ જેના મળે, તો ત્યાં પૂરણ પ્રીત છે; કહે શામળભટ સઉ માનજો, એજ અનાદિ રીત છે. છપ્પા- છાનું ન રહે પુન્ય, રહે નહિ છાની છત્યે; છાનું ન રહે ખુન, છાની ન રહે ગુણ ગવ્યે. વિધા છાની ન રહે, રહે નહિ છાની પ્રીતી; છાનો ન રહે શૂર, રહે નહિ છાની રીતી. આર્ય- દાતા ઝુઝાર જ્ઞાની ગુણી, વ્યસન વાદ વિધા વિધી; વળિ દાન માન સનમાન શુભ, ન રહે સિદ્ધિ રિધી. જહાં નહીં જાકા પારખા, ત્યાં નહીં તાકા કામ; ધોબી બિચારા ક્યા કરે, ‘રહી’ દિગંબર કે ગામ. ૧૦૪૬ છપ્પા- નાગો નવ લુંટાય, સુમે નવ દાન અપાય; સાચો નવ દંડાય, ક્ષમાધર કદી ન કપાય. વૈદ જુએ શું નાડ, નિરોગી જેની કાયા; ગુણકાથી ન ઠગાય, મેલી જેણે જગમાયા. આર્યા- મૃત્યુ પણ મારી નવ શકે, આયુષ છતાં આપને જમથી પણ નર્ક નખાય નહિ, શામળ નર નિષ્પાપને. (સ્ત્રીના વખાણ વિષે) છપ્પા- રાખે કંથની રીઝ, કામ કરવા દિલ દાસી; પિયુ ઘર કામ પ્રધાન, હોય મધુરી મુખહાંસી. કંદ્રપ વેળા કામ, ખરું દિલ રિઝવે ખાંતે; વેલી સેવામાંહી, ઘણી રૂપાથી ઘાટે. આર્ય- પતિવ્રતપણું પાળે ઘણું, નર ઉપર દિલ નેહનું; કવિ શામળ કહે સૌધી મળે, તરૂણી નામજ તેહનું. છપ્પા- નારી દેખી નર લાખ, ભોળવણા કઈ ભટક્યા; જોગી મુક્યા જોગ, કંઈક સંન્યાસી સટક્યા. સિદ્ધ તજી સિદ્ધાઈ, બ્રહ્મચારી કઈ ભમિયા; પંડિત તજી પુરાણ, રંગ રામાસું રમિયા. આર્યા- વળિ વ્રત મુક્યાં કઈ વિરતિયે, વગોવ્યો વેષ વેરાગીયે; સૌ સ્ત્રી સુખમાંહી શમી ગયા, તરૂણી ન તજી ત્યાગિયે. (માતા વિશે) છપ્પા- ધન્ય તેહની માત, પુન્ય ઉપર જો પ્રીતી ધન્ય તેહની માત, જેહ ઘર રૂડી રીતી ધન્ય તેહની માત, જેહ સદાવ્રત આપે; ધન્ય તેહની માત, પરાયાં કષ્ટ જ કાપે. આર્યા- ધન્ય ધન્ય તો માતા તેહની, દરીદ્રતા કવિની દળે; કહે શામળ તે સાથી વડો, બાકી બીજા બહુ મળે. વક્તા શ્રોતા મૂઢપે, ક્યા કહે વાણી વિલાસ; હાવ ભાવ ત્રિયા ક્યા કરે, અંધપતિ કે પાસ. ૧૦૪૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy