SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯૮ (રાગ : પીલુ) સાધો ! દેખ અધ્ધર ઝણકારા, જાકા ભેદ વેદસે ન્યારા. ધ્રુવ વિલાયતા ૧૬૯૬ (રાગ : માંડ) ખરાખરીનો ખેલ , જેના ઘટડામાં ગૂંથેલ શાણા, સમજો તો ઘણું હેલ. ધ્રુવ ભવસાગરની ભુલવણીમાં, ભટકી મરે ભરમેલ; મળવાના મારગ મનડાની માંહીં, છેટા નથી કાંઈ છેલ. શાણા આંખ્યું મીંચીને બેસે જ્યાં ત્યાં, અંતરજામીને ન ઓળખેલ; શૂરા પૂરા નર લેશે શોધી, હોય સતગુરુના સીધેલ. શાણાo સતગુરુ આગે સીસ નમાવે, ચેલા હોય ચેતેલ; વેદના ભણેલા વિધવિધ વાંચે, અખંડ ભેદ ન ભણેલ , શાણા કહે ‘વિલાયત’ કુલફમાંથી, કલમો પાક પટેલ; પ્રેમના પિયાલા પ્રેમથી, કાંઈ પિયુજીને હાથે પીધેલ. શાણા સદ્ગુરુ મળિયા ને શબ્દ શુણાચા, તંત મળ્યા એકતારા; હરદમ ધ્યાન લગા હરિધ્યાને, ખૂલ ગયો અગમદ્વારા. સાધો શૂન્ય-શિખર પર ધ્યાન લગાયાં, સોહં શબ્દમેં પ્યારા; ઝળહળ જ્યોતિ નિશદિન ઝળકે, સાહેબકે દરબારા . સાધો નૂરતે-સૂરતે નીરખે જોગી, સોઈ સદ્ગુરુકા પ્યારા; ગુરુ-ગમ વિના ખોજ ન પાવે, નૂગરા હોત ખુવારા. સાંધો કહે ‘વિશ્રામ' નૈનસે નીરખ્યા, સગુરુ પ્રેમ હમારા; સેવક જાણી ચરણમાં રાખો, દર્શ દીયો દીદારા. સાધો વિશ્રામ ૧૬૯૭ (રાગ : આશાવરી) પ્રેમ દીયા પરવાના, અબ મન મગન ભયો મસ્તાના. ધ્રુવ શીલ-શમસેર, બુદ્ધિના બખર, ધરખે ઢાલ ધરાના; ક્રિયા-ક્ટાર કમર પર બાંધી, ગગન ચડ્યા ગુલતાના. અબ૦ અધર તષ પર આસન કીના, નૂરત-સૂરત નિશાના; અનહદ ધૂન અખંડિત બાજે, ઝિલમિલ જ્યોત દરસાના. અબo અહોનિશ ખેલે આતમદર્શી, હોવે બ્રહ્મ સમાના; બાહિર-ભીતર સબ ઘટ વ્યાપક, અલખ પુરુષ ઓલખાના. અબo સન્મુખ સદ્ગુરુ હૈ સચરાચર, નયનકમલ નિરખાના; કહે ‘વિશ્રામ' પ્રેમકા બાલક, સંતચરન સુખધ્યાના. અબo સજન દાગા પ્રેમકા, મતિ તોરો તુટ જાય; તુટે પીછે સાંધિયે, ગાંઠ બીચ પર જાય. ભજ રે મના ૧૦૩છે વિષ્ણુદાસ ૧૬૯૯ (રાગ : ગાવતી) કહાંસે આયે ? કહાં જાયગા ? ખોજ કરો આતમ ઘરકી; મિલે સદગુરુ શાન બતાવે, ખોલ દેવે અંતર ખડકી. ધ્રુવ તિલક છાપ ધરમાલા મુદ્રા, તીરથ વ્રત ભરે મટકી; ગાય બજાવે લોક રિઝાવે, ખબર નહીં અપને ઘટકી. ખોજ બાહિર બગ ધ્યાની હો બેઠે, અંતર સૂરત ચલી ઘટકી; ઉપર બંદા ભીતર ગંદા, મને મેલા મછલી ગટકી. ખોજ વિના સમજ સબ જીત તીત દોરે, ચિત્તન કી ન લહે ચટકી; ‘વિષ્ણુદાસ’ બેહદકે બાસી, આવરણે ન રહે અટકી. ખોજ સિંચ્યો તબ તરવર ભયો, કાટયો તબ ભયો ઝાજ; તારે પણ બોળે નહીં, બ્રાહ્ન ગ્રહેકી લાજ. ૧૦૩) ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy