________________
અમરદાસ
અમરદાસજીનો જન્મ વિ.સં. ૧૫૩૬ વૈશાખ શુક્લ ૧૪ ના રોજ અમૃતસરના પાસે બસરકા ગામમાં થયો હતો. પિતાનું નામ તેજમાન અને માતાનું નામ બખતકૌર હતું. તેમનો દેહવિલય ૯૫ વર્ષની ઊંમરે વિ.સં. ૧૬૩૧ ભાદ્ર પૂર્ણિમાના દિવસે થયો હતો.
૧૧૧૭ (રાગ : સારંગ)
જો કોઈ નામ અમીરસ પીતા.
ધ્રુવ
જનમ જનમકી તૃષા બુઝાવે, હરદમ રહે નચિંતા. જો કોઈ પ્રેમકે પ્યાલે ભરભર પીવે, જમસે બાજી જીતા. જો કોઈ નિશદિન પીએ, નહિ મુખ મોડે, સો અવધૂત અતીતા. જો કોઈ નામભજન બિન પાર ન પાવે, કહે ભાગવત ગીતા. જો કોઈ ‘અમરદાસ' જો પીએ નામરસ, સો સદ્ગુરુકા મીતા. જો કોઈ
ભજ રે મના
અમરસંગ
૧૧૧૮ (રાગ : માંડ)
રાજી કર કિરતાર, મનખો ના'વે વારંવાર હે જીવ ! ધ્રુવ નિશદિન સંતો રાજી રાજી, જ્યાં પ્રેમ અપરંપારજી; દોર ન ચૂકે નામનો ભાઈ (૨), ત્યાં મે'ર કરે મહારાજ. હે જીવ૦ અડસઠ તીરથ આંગણે, જ્યાં અલખનો આરાધજી; અલખના આરાધ વિના (૨), જીવ ન લહે નિર્વાણ. હે જીવ૦ આરાધ સુણી એવા સંતનો (૨), અલખ કરે પરકાશજી; ભક્તજનની ભક્તિ જોઈ (૨), પ્રભુ પધારે એને દ્વાર. હે જીવ અસલ ધરમને ઓળખે, કોઈ વીરલા નરને નારજી; દાસ ‘ અમરસંગ’ બોલિયા, એના પુણ્ય તણો નહિ પાર. હે જીવ૦
દુરીજન કબહુ ન સહી શકે, પરકો બડો પ્રતાપ; ઘુવડ ભાનુપ્રકાશમેં, દ્રગ મીંચન હૈ આપ.
૬૯૪
અરજણ મહારાજ
૧૧૧૯ (રાગ : માંડ)
એવા અગમ ઘર આવે, સંતો એવા અગમ ઘર આવે. ધ્રુવ જાપ અજપા જપે ઘટ ભીતર, ઉન્મુન ધ્યાન લગાવે; ત્રિકુટી મહેલમાં તાળી લાગે, તારમેં તાર મિલાવે. સંતો સૂરતા રાખીને સાંભળે, તો અનહદ નાદ સુનાવે; વિના ઘડીએ નોબત વાગે, ઝળહળ જ્યોત જગાવે. સંતો ‘ઓમ્-સોડહમ્' કી સીડી પક્ડકે, નૈનમાં જૈન મિલાવે; હરદમ સાહેબ નયણે નીરખે, નહીં આવે નહીં જાવે. સંતો નાથ નિરંજન ભેટે જ્યારે, સદ્ગુરુ સાન બતાવે; ગુરુ અમર ચરણે બોલ્યા દાસ ‘અરજણ’ આપમાં આપ સમાવે. સંતો
૧૧૨૦ (રાગ : આશાવરી)
ધ્રુવ
મેરી નજરે મોતી આયા, ભેદ બ્રહ્મકા પાયા રે. ‘સોડė-સોડė' કા જાપ અજંપા, ત્રિકુટી તકિયા ઠેરાયા; ચલી સૂરતા ક્રિયા સમાગમ, સુખમન સેજ બિછાયા રે. ભેદ અક્ષરાતીતથી ઊતર્યાં મોતી, શૂન્યમેં જઈ સમાયાં; વાકા રંગ અલૌકિક સુનબે, ગુરુગમસે સૂઝ પાયા રે. ભેદ મોતન મણિમેં, મણિ મોતનમેં, જ્યોતે જ્યોત મિલાયા; એસા અચરજ ! ખેલ અગમ કા ! દિલ ખોજત દરસાયા રે. ભેદ અરસપરસ અંતર નહિ આણી, પરખ નીરખ ગુણ ગાયા; દાસ ‘અરજણ' જીવણકે ચરણે, પરા-પારમેં પાયા રે. ભેદ
સુખસંપત્તિ પાયકે, દુરિજન નમે ન કોય; જયું એરંડે ફળ ભયા, હું હું ઊંચા જોય.
૫
ભજ રે મના