SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળદાસ (ઈ.સ. ૧૬૫૫ - ૧૭૭૯) સંત મહાત્મા મૂળદાસનો જન્મ સૌરાષ્ટ્રમાં ઊના નજીક અમોદરા ગામે વિ.સં. ૧૭૧૧ના કારતક સુદ-૧૧ના સોમવારે થયો હતો. લુહાર જ્ઞાતિના આ બાળકનું નાનપણનું નામ મૂળજી હતું. તેમની માતાનું નામ ગંગાબાઈ અને પિતાનું નામ કૃષ્ણજી હતું. ૧૬ વર્ષની ઉંમરે મૂળજીના લગ્ન વેલબાઈ નામની કન્યા સાથે થયા હતા. મૂળદાસે ગોંડલના સમર્થ સંત જીવણદાસજી લોહલંગરી ખાખી સાધુ પાસે દીક્ષા લીધી હતી. મૂળદાસના પત્નીએ પણ દીક્ષા લીધી હતી. અને લગભગ પ૭ વર્ષની ઉંમરે અમરેલી મુકામે આશ્રમ બાંધી શેષ જીવન વ્યતિત કર્યું હતું. છેવટે ૧૨૪ વર્ષનું દીર્ધાયુષ ભોગવી સંવત ૧૮૩૫ના ચૈત્ર સુદ - ૯ રામનવમીના દિવસે અમરેલીમાં જીવંત સમાધિ લીધી. ૧૫૫૮ (રાગ : બહાર ભજન બનત નહિ, મન તો સેલાની તેરા , મન તો સેલાની. ધ્રુવી અચ્છે અચ્છે ભોજન ચહીએ, ઓર ઠંડા પાની; પાન તો સુંગધી ચહીએ, સોનેરી પિકદાની. મન પુષ્પકી તો શૈય્યા ચહીએ, રૂપવંતી રાની; પુત તો સુપુત ચહીંએ , કુલકી નિશાની, મન હાથી ચહીએ, ઘોડા ચહીએ, તંબુ આસમાની; ગઢ તો અજિત ચહીએ, તોપ મુલતાની, મનો ધન ચાહીએ માલ ચાહીએ, હીંરા રત્ન ખાની; મૂળદાસ' કહે ઐસે દુનિયા, લોભે લલચાની. મન ૧૫૫૭ (રાગ : પ્રભાત) આદિ ઓમકાર તે અંતમાં એક છે, જૂજવા શબ્દને સર્વે સાધે; મન બુદ્ધે કરી બોધ બહુ ભાતના, વૈખરી વાણીનું જોર વધે. ધ્રુવ તે જ ઓસ્કાર ત્રિલોકમાં પરવય, સુર-અસુર ને પશુ-પ્રાણી; આદિ નારાયણ ને અંત બ્રહ્મા લગે, વિધિના ખેદ ને વદે વાણી. આદિo અકાર ઉકાર મકારમાં મેલતાં, શુદ્ધ ઓમકાર તે એક જાણો; ભક્ત ભગવાને તે વેદ શ્રુતિ વદે, એહમાં ભેદ તે શું રે આણો ? આદિo પરા પશ્ચંતી મધ્યમા વૈખરી, ચાર વાણીએ કરી સર્વ બોલે; આદિને અંત તે એક અદ્વૈત છે, શુદ્ધ જાણ્યા વિના ચિત્ત ડોલે. આદિo પિંડ બ્રહ્માંડમાં એક પરમાત્મા, શબ્દ ને પાર નિ:શબ્દ પોતે; ‘મૂળદાસ' મર્મ મૂળગો વિચારતાં, અન્ય બીજો નહિ એમ જોને, આદિo ૧૫૫૯ (રાગ : ઝૂલણા) મારા આતમનારે આધાર, અળગા ના જાજો રે; આવું સરૂપ મંદિરયૂ સાર, તેમાં તમે રેજો રે. ધ્રુવ વ્હાલા સેજ અનુપમ સાર, પલંગ પરવારી રે; હું તો પોઢે રે પિયાજીને પાસ, દુ:ખડાં વિસારી રે. મારા હું તો હીંચુ હિંડોળા ખાટ, સાંસ ઉસસે રે; હું ને લેરે લાગી અંગમાંયે, પિયાજીને પાસે રે. મારા એવી વ્હાલમ બ્રેહની રે વાત, કે આગળ કહીયે રે; એવી સખીરે મળે સુજાણ, સમજીને સુખ લઈયે રે. મારા મળ્યા ખેમ ભાણ રવિરામ, ત્રિકમને તારો રે; મૂળદાસ’ની પકડી બાંહ્ય, ભવસાગર ઉતારો રે. મારા અવર ભરોસા છાંડકું, રાખો યહ પરતીત; દેવા હરિ જન સેવીએ, યહી સંતનકી રીત. || ૯૫૪) હરિ ભજન પરતાપજ, મુખસોં કહો ન જાય; | જાકે પૂરન ભાગ હૈ, તાકો મિલે સો આય. ૯૫૫) ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy