SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુવ ૧૫૧૮ (રાગ : બસંત) ગિરિધર ગોકુલ આવો રે, વૃંદાવન બંસીબટ સુના, સુનો યમુના આરો , ગોકુલની ગલી ગલી પુકારે, ક્યાં છે નંદદુલારો રે, ગિરિધર૦ પંખી તણા કલકંઠ ભરાયા, હરિણ તજે મુખ તરણા, ગોધન વ્રજના ભમે બાવરા, શોક સુકાયા ઝરણા. ગિરિધર૦ દિવસ રહે તમ કાજ તલખતો, રાત રહે મીટ માંડી, પ્રહર પ્રહર પ્રભુ નામ પુકારે, ગિરિવર ભયો ઉદાસી. ગિરિધર૦ ૧૫૨૦ (રાગ : ભીમપલાસ) જેને કૃષ્ણ વચન વિશ્વાસ, તેને ન રહે યમનો ત્રાસ . ધ્રુવ વિશ્વેશ્વરનાં વચન વિચારે, વર્તે બારે માસ; વાક્ય વિરુદ્ધ ન બોલે મુખથી, કરે સંતમાં વાસ. જેને કામ ક્રોધ તૃષ્ણાદિક કેરો, કરે હૃદયથી નાશ; શીલ દયા સંતોષાદિક્ની, ખરી જમાવે રાશ. જેને નિરાધાર આધાર સર્વનો, તે હરિનો વિશ્વાસ; તેને ભજે જે ધ્યાયે નિત્ય, અન્ય ન રાખે આશ. જેનેo સાધન વંત થકી નિત્ય સાધે, એક રૂપ અવિનાશ; ભેદ રહિત નિજ રૂપ જણાયે, ચિદાકાશ સુખ રાશ. જેને કૃષ્ણ કૃપાથી નિશદિન તેને, બ્રહ્માનંદ વિલાસ; “મનોહર’ મુક્ત જગતમાં વિચરે, છૂટે માયા પાસ. જેને મનોહરદાસ ૧૫૧૯ (રાગ : દેશી ઢાળ) જે કોઈ સદ્ગુરુ શરણે જાય, તેના સંશય દૂર પળાય. ધ્રુવ કામ-ક્રોધ-મદ-મોહ-મત્સર, આશ-તૃષ્ણા લય થાય; અતિશયિતાદિક દોષ વિષયના, ઉરમાં નવ દેખાય, તેના તેથી દૃઢ વૈરાગ્ય ઊપજે, સત્યાસત્ય જણાય; અમદમ-ઉપરતિ સહન-શક્તિથી , દૃઢ વિશ્વાસ બંધાય. તેના સમાધાન સ્વરૂપમાં જાણી, ઇચ્છા અતિશય થાય; વાક્ય વિચાર નિરંતર કરતાં, બ્રહ્મરૂપ દશયિ. તેના અજ્ઞપણે તત્કાળ આળસે, નિત્યાનંદ જમાય; માયિક ભેદ બુદ્ધિ મેલીને, નિજપદ માંહે સમાય. તેના સમરસ વ્યાપક સચ્ચિદાનંદ, રૂપ થઈ વિલસાય; મનોહર મરણતણો ભય લાગે, જીવન મુક્ત કહેવાય. તેના મનહર મોદી ૧૫૨૧ (રાગ : પ્રભાત) તેજને તાગવા આભને માપવા, જાગને જાદવા જાગને જાદવા. ધ્રુવ એક પર એક બસ આવતા ને જાતાં, માર્ગ છે ચાલવા, જાગને જાદવા. તેજનેo આંખ તે આંખના દ્રશ્ય તે દ્રશ્યના, ભેદ એ પામવા, જાગને જાદવા. તેજને ઉંઘ આવે નહિ એમ ઊંધી જવું, એટલું જાગવા, જાગને જાદવા. તેજનેo આપણે આપણું હોય એથી વધુ, અન્યને આપવા, જાગને જાદવા, તેજને૦ હું નથી, હું નથી, એમ જાણ્યા પછી, આવવા ન જવા જાગને જાદવા. તેજને કમલ હૈ હિ કોમલ અતિ, કાંચનસી છબી અંગ; દેખી મદન મન લોભહીં, કીર્વે કાલ સો ભંગ. || ભજ રે મના ૯૩૨ પીતાંબર પટ પહિરતે, ચલતે હંસકી ચાલ; ચુહા લેત મંજારીજ્યોં, અંતે યોહિ હવાલ. ૯૩) ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy