SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અસંખ્ય તો અવતાર ધર્યા તે, ભવોભવ ભવ ભટકાણી; જરા મરણ તો જીત્યો નહીં પણ લોભ ન ગયો લુહાણા. મનતુંo પળી ફ્રી પણ વરતિ ન ી, બોલ નહી બદલાણા; છબી ફી પણ ચાલ ફ્રી નહી, ભ્રાંતિ ગઈ નહીં ‘ભાણા'. મનતુંo ભાણ સાહેબ ભાણ સાહેબનો જન્મ સૌરાષ્ટ્રમાં કનખીલોડ ગામમાં વિ.સં. ૧૭૫૪ માઘ પૂર્ણિમાએ થયો હતો. તેમના પિતાનું નામ લ્યાણ ભગત હતું અને માતાનું નામ અંબાબાઈ હતું. ૧૫૦૧ (રાગ : શુદ્ધ કલ્યાણ) કામનો, કામનો, કામનો રે, તું અહીંયા આવ્યો શા કામનો ? ધ્રુવ સંતસ્વરૂપી ગંગા ન નાહ્યો, સત્સંગ કિયો ન સિયારામનો રે. તુંo પાપ કરતાં પાછું વાળી ન જોયું, ઠરી બેઠો નહીં ઠામનો રે. તુંo આ રે કાયામાં શું મોહી પડયો છે ! કોથળો છે એ હાડ - ચામનો રે. તુંo ‘ભાણ” કહે તું ચેતી લે પ્રાણી ! પછી નહિ રહે ઘાટ-ગામનો રે. તું ભાદુદાસ ૧૫૦૩ (રાગ : સોરઠ ચલતી) સત્ વચનસે સદ્ગરુ મળિયા, સોઈ પરમ પદ પાવે. ધ્રુવ નિજ નામની સમશેર લઈને, દમસે દોર લગાવે; ઊલટી કરકે ફેર સુલટાવે, તબ ઘર અપને જાવે. સંતો ત્રિકુટીમહેલમેં તકિયા બિરાજે, વા ઘર સુરતા જગાવે; ઝિલમિલ ઝિલમિલ જ્યોત ઝળકે, નિર્મળ નૂર દરસાવે. સંતો અવધટ ઘાટ ઊલટ ફ્રિી આવે, ધ્યાનમેં ધ્યાન લગાવે; નૂરને નીરખે સૂરતે પરખે, અનભે ' ઘર તબ જાવે. સંતો સદગુરુ મળે તો સાન બતાવે, આવાગમન મીટ જાવે; રામદાસ-ચરણે ભણે ‘ભાદુદાસ ” જ્યોતમેં જ્યોત મિલાવે. સંતો ૧૫૦૨ (રાગ : ચલતી) મનતું ! રામ ભજલે રાણા, ત્યારે ગુણ ગોવિંદના ગવાણા . ધ્રુવ ખોટી માયાની ખબર ન પડી, પછી કળ વિના રાણા; જુઠી માયાસે ઝગડો માંડ્યો, બળ કરી બંધાણી. મનતુંo કુડીયાં તારે કામ ન આવે , ભેળા ન આવે નાણા; હરામની માયા હાલી જાશે, રહેશે દામ દટાણાં . મનતુંo કુંણપ વિના નર કૂડા દિસે, ભીતર નહીં ભેદાણા; હરિ વિનાના હળવા હીંડે, નર ફ્રે નીમાણા. મનતુંo સો સો વરસ રહે સિંધુમાં, ભીતર નહી ભીંજાણા; જળનું તો કાંઈ જોર ન ચાલ્યું, પલળ્યા નહીં એ પાણી . મનતુંo સંચી માયા ભેળી કરીને, નીચે ભરીયા નાણા; મુવી પછી મણિધર થઈ બેઠા, તાપર રાફ રૂંધાણી. મનતુંo જામા પહિરત જરકસી, રતન જવેરહીં લાલ; મહા મનોહર સુરતી, અંત ખાએ સબ કાલ. ભજ રે મના ૨૨ ૧૫૦૪ (રાગ : માંડ) વસ્તુ વીરલે વખાણી, સંતો ! વસ્તુ વીરલે વખાણી. ધ્રુવ કોટિ ભાણ મારે ભીતરપ્રદ્યા, આ તો અગમ ઘરની એંધાણી; આનંદ ઊપજ્યો, અલબેલા જોયા, ખરી થઈ ઓળખાણી. સંતો અજાતિ પદ મારા ગુરુએ બતાવ્યું, જ્યાં જાત ને ભાત સમાણી; આદિ ને અંત, મધ્ય એકે ન મળે, અલખ પુરુષની નિશાની, સંતો જોગહીં સાધત જોગીઆ, જીવત વર્ષહી લાખ; સો ભી સ્થિર કછુ નાં રહ્યા, અંત હોઈ ગએ રાખ. ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy