SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ સાગરને ઝંખે સરિતા, એમ ઝંખું છું તુજને કનૈયા, મેં તો સોંપી દીધી તારા હાથે , હવે મારાં જીવનની આ નૈયા; હું તો સ્વપ્નામાં ફ્રા ફ્રી. મારા મારી જીભે ના કોઈને કહેવાય, પ્રીત રાખું ઘણીએ છાની, તોયે જગમાં કરે લોકો વાતો, હું તો થઈ ગઈ છું તારી દીવાની; * બિંદુ' વીનવે છે વારે ઘડી. મારા બાલમુકુંદ દવે (ઈ. સ. ૧૯૧૬ - ૧૯૯૩) બાલમુકુન્દ મણિશંકર દવેનો જન્મ તા. ૭-૩-૧૯૧૬ ના રોજ થયો હતો. તેમનું વતન અને જન્મસ્થાન વડોદરા જિલ્લામાં આવેલું મસ્તપુરા ગામ છે. વ્યવસાય અર્થે તેઓ જીવનપર્યત અમદાવાદ રહ્યા હતા. ‘પરિક્રમા' તથા ‘કુન્તલ' તેમના કાવ્યસંગ્રહો છે. તેમના કાવ્યમાં પ્રકૃતિ, પ્રણય અને પ્રભુભક્તિનું નિરૂપણ થયું છે. શિષ્ટ પ્રાસાદિક વાણી અને ભાવાનુભૂતિ એમની કવિતાને તાજગી આપે છે. તા. ૨૮-૨-૧૯૯૩ ના રોજ 99 વર્ષની ઊંમરે તેમનો દેહવિલય થયો હતો. ૧૪૮૧ (રાગ : ચલતી) જૂઠી ઝાકળની પીછોડી, મનવાજી મારા, શીદને જાણીને તમે ઓઢી; સોડ રે તાણીને મનવા, સૂવા જ્યાં જાશો ત્યાં તો, શ્વાસને સેજાંરે જાશે ઊડી.ધ્રુવ બળતા બપોર કેરાં, અરાંપરાં ઝાંઝવામાં, તરસ્યો હાંફે રે દોડી દોડી; મનના મરઘલાને પાછા રે વાળો વીરા , સાચા સરવરીએ ધોને જોડી.મનવા સાચા દેખાય તે તો કાચા મનવાજી મારા, જૂઠા રે જાગર્તિના મોતી; શમણાને ક્યારે મોરે, સાચાં મોતી સોગરાજી , ચૂની-ચૂની લેજો એને ગોતી. મનવાળ એવું રે ઓઢો મનવા, એવું રે પોઢો મનવા, સ્થિર રે દીવાની જેમ જ્યોતિ; ઉઘાડી આંખે વીરા, એવાં ઊંઘવા રે, કોઈ ના શકે રે સુરતા તોડી. મનવા બુદ્ધિસાગરજી ૧૪૮૩ (રાગ : આશાવરી) ચેતન અનુભવ રંગ રમીજે, આગમદોહન અનુભવ અમૃત, યોગી અનુભવ રીજે. ધ્રુવ અનુભવ અમૃતવલિ સરખો, અનુભવ કેવલ ભાઈ; અનુભવ શાશ્વત સુખ સહોદર, ધ્યાન તનુજ સુખદાઈ. ચેતન અનુપમ અનુભવ વર્ણન કરવા, કો ન સમર્થ કહાવે; વચનાગોચર સહજ સ્વરૂપી, અનુભવ કોઈક પાવે. ચેતન અનુભવ નહિ તપ જપ કિરિયા, અનુભવ નાત ન જાતિ; નયનિક્ષેપાથી તે ન્યારો, કર્મ હણે ઘનઘાતિ. ચેતન વિરલા અનુભવરસ આસ્વાદે, આતમધ્યાને યોગી; આતમ અનુભવવિણ જે લોકો, શિવ સાધે તે ઢોંગી. ચેતન અનુભવયોગે આતમદર્શન, પામી લહત ખુમારી; આતમને તો સાચી લક્ષ્મી, અનુભવ મિત્તલું પ્યારી. ચેતન બિંદુ ૧૪૮૨ (રાગ : હિંદોલ) હું તો તન મનથી તમને વરી, મારા સામું જુવોને હરિ; નાથ ઝાઝું ના મુજને સતાવો, હું તો ઉભી છું આશાધરી. ધ્રુવ પ્રેમબંધનમાં બાંધી રાજ, મને એવી તે પરવશ કરી, ચોર ચિતડાનો પાકો બનીને, મારું હૈયું લીધું છે હરી; દૂર રાખો ના દયા કરી. મારા તે પંડિત પારખુ, કેતે ચતુર સુજાણ; પ્રીત નહીં હરિ નામસોં, સોહી મૃતક સમાન. || ભજ રે મના - ૯૧૦ રામનામ જો ચિંતવે, તાતેં જમકો ન ત્રાસ; ભજિયે નિત ભગવંતકો, રૂધ્ય રાખી વિશ્વાસ. ૯૧૧ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy