SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ જેવું દેવું તેવુ લેવું, પોતાનું પોતાને સ્હેવું; ધાર્યું ધરણીધરનું થાય, મન ધાર્યું પલટાય. ખરેખર તન-મન-વચને શુભ આચરવું, પ્રેમે જગ પોતાનું કરવું; ‘ગોવિંદ’ ગર્વ તજીને ફરવું, પરહિત કાજ સદાય. ખરેખર ૨૧૮ (રાગ : આશાવરી) મન તું ગા પ્રભુના ગાન, તજી દે અંતરના અભિમાન, સમય આવો નહીં આવે. ધ્રુવ કાચી કાયા જૂઠી માયા, વાદળની છે છાયા; પાર્ટીના આ તો પરપોટા, ટાક ફૂટી જાય. તજી ચાર દિવસનાં સુખના માટે, મૂરખ શું મલકાય ! ભવસાગરમાં નૌકા તારી, ડગમગ ઝોલા ખાય. તજી જન્મ્યું તે તો જરૂર જવાનું, ખીલ્યું તે કરમાય; ઊગ્યું તેને આથમવાનું, એ જ કુદરતનો ન્યાય. તજી બાજીગરની બાજી આ તો, સમજી ના સમજાય; લક્કડના લાડુ ખાનારો, પાછળથી પસ્તાય. તજી વીજળીના ઝબકારે મોતી, વીંધે તો વીંધાય; ‘ગોવિંદ' ગંગા ઘરઆંગણિયે, ફોગટ ચાલી જાય. તજી ૨૧૯ (રાગ : ભૂપાલ) મારા જીવનનાં મોંઘા મહેમાન, આવો આંગણિયે, ભજ રે મના તમે ભોળાના સાચા ભગવાન, આવો આંગણિયે. મેં તો સત્સંગ-સાવરણે વિકારો વાળ્યા, નાથ ! મનના મંદિરિયામાં આસન ઢાળ્યાં; સ્નેહ - જીભડીએ શોભાવ્યાં સ્થાન, આવો આંગણિયે૦ ભોર ભયે ગુરુ જ્ઞાન સૂં, મિટી નીંદ અજ્ઞાન રૈન અવિધા મિટિ ગઈ, પ્રગટ્યો અનુભવ ભાન ૧૨૮ મુખ-દરવાજે કૃષ્ણનામ તોરણ બાંધ્યા, દિવ્ય તોરણને સુરતાના તારે સાંધ્યા; ધરી બેઠી છું ક્યારનું ધ્યાન, આવો આંગણિયે૦ ઉર-ઉંબરિયે સદ્ગુણના સાથિયા પૂર્યા, પ્રેમ - દોરડીએ ભાવનાનાં ફૂલડાં વેર્યાં; હવે કુમકુમને પગલે શ્રીમાન, આવો આંગણિયે નહીં આવો તો આબરૂ રહેશે નહીં, કોઈ ‘અંતરનો જાણનાર' કહેશે નહીં, દાસ ‘ગોવિંદ'નું કરવા કલ્યાણ, આવો આંગણિયે. ભક્તમંડળનું કરો કલ્યાણ, આવો આંગણિયે ૨૨૦ (રાગ : દરબારી કાન્હડો) મારાં દિલ દેવળના દેવ, તમને કેમ કરીને રિઝાવું ? કઈ રીતે કરૂં હું સેવ ? ધ્રુવ સચરાચરમાં વ્યાપક સ્વામી, આસન ક્યાં પથરાવું ? ગંગા તવ ચરણોથી નીકળી, શાને સ્નાન કરાવું ? મારાં મસ્તક સહસ્ર તમારે વ્હાલા, ચંદન ક્યા ચરચાવું ? સુગંધ રૂપે ફૂલે વસ્યા, માળા શું પહેરાવું ? મારાં રસ રૂપે કણ કણમાં વસ્યા, ભોજન શું પિરસાવું ? જ્યોતિરૂપે વિશ્વ પ્રકાશો, આરતી શું ઉતરાવું ? મારાં દસે દિશાએ ઊભા ઈશ્વર, પ્રદક્ષિણા ક્યાં જાવું ? ‘ગોવિંદ' વાણીની શક્તિ છો, કઈ રીતે ગુણ ગાઉં ? મારાં નાગરીદાસ (રાગ : સિંધ કાફી) હમ સતસંગતિ બહુત લગાઈ; વૃથા ગઈ સબ બાત આજુ લીઁ, જો કછુ સુની સુનાઈ. ધ્રુવ ભક્તિ રીતિ અનુસરત નહીં, મન કરત જગત મન ભાઙઈ; અજહું ન તજત ઉપાધિ, અવસ્થા ચતુર્થાંશ્રમ આઈ. હમ૦ શ્રી વૃંદાવન બાસ કરન કી, જાત હૈ સમૈ બિહાઈ; અબ તો કૃપા કરી ‘ નાગર’, સુખ સાગર કુંવર કન્હાઈ. હમ૦ ભેદ જ્ઞાન સાબૂ ભયો, સમરસ નિર્મલ નીર ધોબી અંતર આત્મા, ધોવૈ નિજગુન ચીર ૧૨૯ || ગોવિંદ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy