SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ દાસ સત્તાર ઈ. સ. ૧૮૯૨ કુરાનમાં ખુદાનાં ૯૯ નામ આપેલાં છે તેમાં * અલ્લાહ’ સિવાયના બધા નામો ગુણવાચક છે. સત્તારનો અર્થ ઢાંકનાર, છુપાવનાર એવો થાય છે. સત્તારશાહના પૂર્વજો મૂળ અફઘાનીસ્તાનની સરહદના વતનીઓ હતા. એમના પિતાનું નામ ‘ખેસ્તગુલખાન' (સ્વર્ગનું ફૂલ) હતું. તેઓ અઘાનીસ્તાનમાં જ જન્મેલા પરંતુ કૌટુંબિક કારણોને લઈને વતનનો (‘વિલાયતનો’) ત્યાગ કરીને હિંદુસ્તાનમાં આવેલા. સત્તારના માતુશ્રીનું નામ ‘નન્નીબીબી’ ઉર્ફે જાનબેગમ હતું. માતુશ્રીના પિતા ‘ પીર બાબાસાહેબ’ મોટા ભક્ત હતા. અને તેમનો વિલાયતમાં બહુ મરતબો હતો. પિતાશ્રી ઓલાદે પઠાણ - ક્ષત્રિય અને માતુશ્રી ઓલાદે સૈયદ બ્રાહ્મણ હતા.પિતાશ્રી રાજપીપળા રાજ્યમાં પઠાણોના બેડાના જમાદાર હતા. અને મોટે ભાગે નાંદોદમાં રહેતા. સત્તારશાહનો જન્મ નાંદોદમાં સંવત ૧૯૪૮માં ઈ. સ. ૧૮૯૨માં થયેલો. તે દિવસ શુક્રવાર હતો જે મુસલમાનો માટે પવિત્ર દિવસ માનવામાં આવે છે. તેઓ ૩ માસના હતા અને પિતાજી ગુજરી ગયા. માતુશ્રીએ તેમનો ઉછેર કર્યો. તેઓ ગુજરાતી ચાર ધોરણ ભણ્યા હતા. ગૃહસ્થી સંત તરીકે પ્રખ્યાત થયા. અબ્દુલ સત્તાર રાજવીઓમાં પ્રેમપાત્ર હતા. તેમના ગુરૂ અનવરમીયાંસાહેબ હતા. ઈ.સ. ૧૯૧૬માં છોટાઉદેપુરમાં નિઝામી ઘરાણામાં (સંપ્રદાયમાં) નીમાડ જિલ્લાના અલીરામપુરના કાજીસાહેબ સૈયદ કાજી અબુલ હસન ઉર્ફે દાદામીયાસાહેબને હાથે ફ્લીર તરીકે દીક્ષા લીધી હતી. ફ્કીરી બે પ્રકારે છે (૧) સાયનું તરીકે (૨) મશાયખાનું તરીકે.પ્રથમ વર્ગ સંપૂર્ણ સંન્યાસીનો ભજ રે મના તરૂવર ફલ નહિ ખાત હૈ, સરવર પિયહિં ન પાનિ કહિ રહિમ પરકાજ હિત, સંપત્તિ સંચહિ સુજાનિ ५०४ છે - ત્યાગીનો છે, બીજો વર્ગ ગૃહસ્થ સંન્યાસીઓનો છે. પ્રથમ વર્ગને મૂછદાઢી મૂંડાવવામાં આવે છે. બીજા વર્ગ માટે તેમ નથી. પ્રથમ વર્ગ સર્વસ્વનો ત્યાગ કરે છે. બીજો વર્ગ સંસાર-વ્યવહાર સાચવીને ફ્લીરી લઈ શકે છે. સત્તારશાહની ફ્કીરી મશાયખ ફ્કીરીના પ્રકારની હતી. તેમના માતુશ્રી ઉપરાંત તેમના પત્ની અને બે પુત્ર હતા. પત્નીની ઉંમર ૨૫ વર્ષની હતી ત્યારે તેમની નિકાહ ૧૯૧૫માં થઈ હતી. તેમનો માર્ગ સૂફીમાર્ગ હતો (ગોપીભાવ) હતો. ભક્તનું સંગીત દુનિયાથી નિરાલું હોય છે. ભક્ત, ભજનકાર, ભજનિકનો ત્રિવેણી સંગમ તેમનામાં હતો. EGO ૧ ૯૯૨ ૯૯૩ ૯૯૪ ЕСЧ ૯૯૬ ૯૯૭ EEC ૯૯ ૧૦૦૦ ૧૦૦૧ ૧૦૦૨ ૧૦૦૩ ૧૦૦૪ ૧૦૦૫ ૧૦૦૬ ૧૦૦૭ સારંગ ધોળ સોરઠચલતી હોરી મેઘમલ્હાર આશાવરી ગઝલ બિહાગ ભૈરવી આશાવરી નહંસ આશાવરી ચલતી આશાગોડી માલકૌંસ બિહાગ દરબારી આશાવરી એવી પ્યાલી પીધી મેં તો મારા અંજન અયસો આંજીએ રે, હર કોને કહું દિલડાની વાતું ગુરુને મુજે જ્ઞાન કીં ગેંદ લગાઈ છુમ છુમ બાજે ઘુઘરિયા જો આનંદ સંત ફકીર કરે ન ઇતરાઓ સનમ ઇતના બિગડે સો બનજાવે બંદગી વિણ જીવન જીવ્યા ભજન બિના જીવન પશુ કે સમાન ભક્તિમેં મસ્ત બના હું મૂરખ મન ગુરુ વિના ગમ મોરલી વેરણ થઈ રે કાનુડાની વો નર હમકો ભાવે સાધુ શું પૂછો મુજને કે હું શું સબ તીરથ કર આઈ હૃદયમાં જો તપાસીને હૃદયમાં વસ્તુ છે અણમોલી યો ‘રહીમ' સુખ હોત હૈ, ઉપકારી કે સંગ બાંટનવારે કો લગૈ, જ્યોં મેંહદી કો રંગ ૬૦૫ દાસ સત્તાર
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy