SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૪ (રાગ : ચલતી) નિર્ભય નોબત વાગે મારા હરિજનો ! નિર્ભય નોબત વાગે રે. ધ્રુવ ભ્રમર ગુફામાં બેઠા બાવાજી , વરતિઓ પાયે લાગે રે જી; આર્શીવાદે થયાં અજવાળાં, અંધારા દૂર દૂર ભાગે, મારા દેહને અર્પે કર્યા દીદારા , એને કોઈ ડાઘ ન લાગે રે જી; સદ્ગુરુ સેવી ‘હું' પદ મેલી, કોઈક વિરલા જાગે. મારા જાગે એને કાળ ન ખાયે, ઊધે તે હોમાય આગે રે જી; નેણ ને વેણ જેનાં નિર્મલ તેને , બીક જરીએ ન લાગે. મારા અંધારા મેલી અજવાળે આવો, માંહ્યલી ભ્રમણા ભાગે રે જી; “ શંકર' કહે મારા મનમંદિરમાં , ઝળઝળ જ્યોતિ જાગે. મારા ૫૫ (રાગ : ભૈરવી) પરમ સુધારસ પાન, ફિક્યો જિન પરમ સુધારસ પાન રે; તાકી છાક રહત નહીં છાની, મહાસુખમેં મસ્તાન રે. ધ્રુવ અનુભવ લે'ર લગી મન જાકે, છૂટો તન-અભિમાન રે; સહજ સમાધિ અખંડિત તાકે, દૃષ્ટિ સર્વ સમાન રે. પરમ મહારસ મોદ મુદિત મતિ જાકી, કબહુ ન હોત કુપન રે; સુરપતિ રંક સરીખા તહીં ભાસત, કાયા કીટપુરી જાન રે. પરમ અદ્ભુત આત્માવત તે બૂજત, વેદ ન શક્ત બખાન રે; પૂરણ પુણ્ય કૃપા મિલ આઈ, દયો ફ્લ અવસાને રે. પરમ દૃઢ વૈરાગ્ય ઉપરતિ સંવિત, તીનોં એક મિલાન રે; શા 'મ મીલે પૂરણ સુખ પાવે, “શંકર' ભાખ્ય પમાન રે. પરમ૦ ૯૫૬ (રાગ : નંદ) એમનગરનાં પંખી. ! સહુ એમનગરમાં આવો; પ્રેમનગરમાં આવો પંખી ! પ્રેમનાં ગીત ગવરાવો. ધ્રુવ પરમાનંદ સ્વરૂપ પરિબ્રહ્મ, પરમ પ્રીતિનું સ્થાન છે; એવા પ્રભુને જાણી, સહુ પ્રેમ જ મય બની જાઓ. પ્રેમનાં પ્રેમથી પિંડ અને બ્રહ્માંડો, પ્રેમથી પૂરણ બ્રહ્મ છે; પ્રેમથી પ્રભુને બાંધી, સહુ થૈ થૈ નાચ નચાવો. પ્રેમનાં પ્રેમ વિનાનાં મંદિરિયાં, એ મારે મન સમશાન છે; પ્રેમ ભર્યા સમશાનો જવાનો ખૂબ ઉમાવો. પ્રેમનાંo ‘શંકર'ની આ ઝૂંપડલીમાં, પ્રેમામૃત પિરસાય છે; પ્રેમીજન પી પીને , બીજાને પણ ખૂબ પાઓ. પ્રેમનાં ૯૫૭ (રાગ : ચલતી હીંચ) પ્રેમની જ્યોત શી જાગી ! લગની પ્રભુની લાગી; જડતા જીવ લઇ ભાગી, લગની પ્રભુની લાગી. ધ્રુવ જ્યોત તણા અજવાળે ખેલું, જૂઠા જગને પડતું મેલું, ઘણણણ ઘંટડી વાગી, લગની પ્રભુની લાગી. પ્રેમની વૃત્તિ સઘળી વિભુમાં વાળું, મનના મોં પર મારું તાળું; સગપણ દીધું ત્યાગી, લગની પ્રભુની લાગી. પ્રેમની બાવન બહાર જઈને બેસું, હવે ન પાછો જગમાં પેલું; મનવો થયો વિરાગી, લગની પ્રભુની લાગી. પ્રેમની સઘળું મેં પ્રભુ ચરણે મૂક્યું, માથા સાથે મન પણ ઝૂક્યું; કેવળ ભક્તિ માગી, લગની પ્રભુની લાગી. પ્રેમની જ્યોતે જ્યોત મિલાવી દીધી, કરુણાસાગરે કરુણા કીધી; “ શંકર' બન્યો બડભાગી , લગની પ્રભુની લાગી. પ્રેમની પુરા સગુરુ સેવતાં, અંતર પ્રગટે આપ. મનસા વાચા કર્મણા, મિટે જનમ કે તાપ || (૫૪) ગુરૂસેવા, જનબંદગી, હરિસુમરન, બૈરાગ યે ચારોં જબ આ મિલે, પૂરન સમજો ભાગ ૫૮૫ શંકર મહારાજ ભજ રે મના
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy