SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી , એમ થયો નિરધાર રે, ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય શક્તિ શિશુને આપશો, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. (૧૨) નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. (૧૩) દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મમ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. (૧૪) હર આળસ એદીપણું, હર અધ ને અજ્ઞાન; હર ભ્રમણી ભારત તણી , ભયભંજન ભગવાન. (૧૫) તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. (૧૬) વિનય વિનંતિ રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. (૧૩) ૮૫૩ (રાગ : દેશી ઢાળ) ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મો ઉદયકમનો ગર્વ રે. ધ્રુવ ઓગણીસમેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસસે ને બેતાલીસ, અદ્ભુત વૈરાગ્ય ધાર રે. ધન્યo ઓગણીસસે ને સુડતાલીસ, સમક્તિ શુદ્ધ પ્રકાશ્ય રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને રે તે જશે, એમ ભાસે મનમાંહીં રે. ધન્ય ૮૫૪ (રાગ : ચોપાઈ) ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. (૧) ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ધો પ્રાણીને, દળવા દોષ. (૨) સત્ય શીળ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ , (3) પુષ્પપાંખડી જ્યાં દુભાય , જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઈચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. (૪). સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! (૫) એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણે ધર્મ સદા પ્રતિકૂળ. (૬) તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, ‘રાજચંદ્ર' કરૂણાએ સિદ્ધ. (૭) કાલ કહે મેં કલ કરું, આગે વિસમી કાલ દો કલકે બિચ કાલ હૈ, સકે તો આજ સંભાલ ૫૧છે માયા માથે શિંગડા, લંબા નવ નવ હાથ આગે મારે શિંગડા, પીછે મારે લાત ૫૧) શ્રીમદ્ રાજચંદ્રજી ભજ રે મના
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy