SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૪ (રાગ : હેમકલ્યાન) માછીડા હોડી હલકાર, મારે જાવું હરિ મળવાને, હરિ મળવાને મારા પ્રભુ મળવાને. ધ્રુવ તન કરૂ હોડી વ્હાલા, મન કરૂ માછી, ગોવિંદ રખવાળ. ગુરૂ મારે જાવું હરિ મળવાને તારી હોડીએ હીરા રત્ન જડાવું, ફરતી મેલાવું ઘૂઘરમાળ. મારે જાવું હરિ મળવાને સોનૈયા ઉગી વ્હાલા, રૂપૈયા દઉંગી, દઉંગી ગલનકેરો હાર. મારે જાવું હરિ મળવાને૦ કાલંદીને રે તીરે ધેનુ ચરાવે, વ્હાલો બની ગોવાળ. મારે જાવું હરિ મળવાને વૃંદાવનની કુંજ ગલીમાં, ગોપી સંગ રાસ રમનાર. મારે જાવું હરિ મળવાને આણી તીરે ગંગા વ્હાલા, પેલી તીરે જમુના, વચમાં ઊભો છે નંદલાલ. મારે જાવું હરિ મળવાને બાઈ ‘મીરાં” કહે પ્રભુ ગિરધરનાગર, અમને ઉતારો ભવપાર. મારે જાવું હરિ મળવાને ભજ રે મના ૮૦૫ (રાગ : બ્રિદ્રાવની) માધવ લ્યો, કોઈ માધવ લ્યો, હું તો વેચંતી વ્રજનારી. રે કોઈ માધવ લ્યો ! ધ્રુવ માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે ચાલી રે. રે કોઈ માધવ લ્યો ! સરખેસરખી મળી સંગાથે, ગઈ વૃંદાવન વાટે. રે કોઈ માધવ લ્યો ! કબિરા મન નિરમલ ભયા, જૈસે ગંગા નીર તાર્કે પાછે હરિ ફિરૈ કહત કબીર કબીર ૪૮૮ શેરી શેરીએ સાદ પાડે છે, કોઈને લેવા મુરારિ. રે કોઈ માધવ લ્યો ! ગોપી ઘેલું શું બોલતી જાય ! માધવ મટુકે ન માય. રે કોઈ માધવ લ્યો ! નવ માનો તો જુઓ ઉતારી, મટુકીમાં કુંજબિહારી. રે કોઈ માધવ લ્યો ! ‘મીરાં’ કહે પ્રભુ ગિરિવરધારી, ચરણકમલ બલિહારી. રે કોઈ માધવ લ્યો ! ૮૦૬ (રાગ : હમીર) મિલતા જા ગુરૂજ્ઞાની, થારી સૂરત દેખ લુભાણી. ધ્રુવ મેરો નામ બુઝી તુમ લીજો, મૈં હૂં બિરહ દીવાની; રાત દિવસ લ નાહીં પરત હૈ, જૈસે મીન બિન પાની. થારી દરશ બિના મોહે કુછ ના સુહાવે, તલપ તલપ મર જાની; ‘મીરાં' તો ચરનનકી ચેરી, સુન લીજે સુખદાની. થારી ૮૦૭ (રાગ : કાફી) મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. ધ્રુવ મુખડું મેં જોયું તારૂં, સર્વ જગ થયું ખારૂં; મન મારૂં રહ્યું ન્યારૂં રે, મોહન૦ સંસારીનું સુખ કેવું? ઝાંઝવાનાં નીર જેવું; તેને તુચ્છ કરી ફરીએ રે, મોહન સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું; તેને ઘેર શીદ જઈએ રે?, મોહન૦ પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો; રાંડવાનો ‘ ભે’ ટાળ્યો રે, મોહન મીરાંબાઈ બલિહારી, આશા મને એક તારી; હવે હું તો બડભાગી રે. મોહન૦ ધન છોટાપન સુખ મહા, ધિરગ બડાઈ ખાર ‘સહજો' નન્હા હૂજીયે, ગુરૂ કે વચન સંભાર ૪૮૯ મીરાંબાઈ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy