SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪ (રાગ : દેશી ઢાળ) વ્હાલા લાગો છો વિશ્વાધાર રે, સગપણ તમ સાથે; મેં તો સર્વે મેલ્યો સંસાર રે, સગપણ તમ સાથે . (૧) મારા મનમાં વસ્યા છો આવ શ્યામ રે, સગપણ તમ સાથે; તમારે કાજ તન્દુ ધનધામ રે, સગપણ તમ સાથે. (૨) મારું મનડું લોભાયું તમ પાસ રે, સગપણ તમ સાથે; મને નથી બીજાની આશ રે, સગપણ તમ સાથે(3) મારે માથે ધણી છો તમ એક રે, સગપણ તમ સાથે; મારી અખંડ નિભાવજો ટેક રે, સગપણ તમ સાથે . (૪) મેં તો દેહ ધર્યો છે તમ કાજ રે, સગપણ તમ સાથે; તેને જોઈ મોહી છું ગુરુરાજ રે, સગપણ તમ સાથે. (૫) હું તો હેતે વેચાણ તમ હાથ રે, સગપણ તમ સાથે; ‘બ્રહ્માનંદ’ના વ્હાલા શ્રી નાથ રે, સગપણ તમ સાથે. (૬) ૬૬૫ (રાગ : ભીમપલાસ) સગપણ એક હરિવરનું સાચું બીજા સરવે ક્ષણભંગુર કાચું. ધ્રુવ ફોગટના ફેરા નવ ક્રીએ, પરઘરના પાણીશું ભરીએ; જો વરીએ તો નટવરને વરીએરે. સગપણo ન ડરું હું લોક તણી-લાજે શિર ઉપર ગિરધરજી ગાજે; આ દેહ ધર્યો નટવરને કાજે. સગપણo હરિવિના બીજાને વરવું, તજી ગજ ખર ચડીને વં; આ જીવ્યાથી મારે રૂડું મરવું. સગપણo ૬૬૬ (રાગ : દેશી ઢાળ) સજની ટાણું આવ્યું રે ભવજલ તરવાનું, મોંઘો મનુષ્યનો વારો, ભવજલ તરવાનો આરો; ડાહ્યા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ. ધ્રુવ ગગન શોર વરસે અમી, બાદલ ગહર ગમભીર ચહુ દિવસ દમકે દામિની, ભીજે દાસ કબીર | | ભજ રે મના ૪૦૦ સજની આરે ચોઘડીયાં અમૃત લાભનાં, વીજળી ઝબકારા જેવાં, મોતી પરોવી લેવાં; ફી નહિ મળે એવા, સત્સંગ કીજીએ. સજની, સજની સંત વચન ઉર ધરીએ, ગાંઠ વાળીના છુટે, નેમ વિશ્વના તૂટે; સંસાર છોને શિર કુટે, સત્સંગી કીજીએ, સજની, સજની દાન-ધ્યાનની ઘડીઓ છેલ્લી છે, દાન સુપાત્ર કરીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ; ભક્તિ કથા સાંભળીએ , સત્સંગ કીંજીએ. સજની, સજની સંત સાધુની સેવા કીજીએ, પાપ પૂર્વનાં બળવા, બ્રહ્મસ્વરૂપમાં ભળવી; સહજાત્મ પદને વરવા, સત્સંગ કીજીએ. સજની, સજની શીરના સાટે રે સદગુરુ વોરીએ, પાછાં પગલાં ના ભરીએ, મન કર્મ વચને હરિ વરીએ; બ્રહ્માનંદ' કહે ભવ તરીએ , સત્સંગ કીજીએ. સજની ૬૬૭ (રાગ : ભૈરવી) સંત પરમ હિતકારી, જગત માંહી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, જગતo પરમ કૃપાળુ સકલ જીવન પર, હરિ સમ સબ દુઃખહારી. જગતo. ત્રિગુણાતીત ક્રિત તન ત્યાગી, રીત જગતસે ન્યારી. જગતo ‘બ્રહ્માનંદ' સંતનકી સોબત, મિલત હૈ પ્રગટ મુરારિ, જગતo ગગન મંડલ કે બીચ મેં, બિના કમલ કી છાપ ! પુરુષ અનામી રમ રહા, નહીં મંત્ર નહિં જાપ // ૨૦૧૦ બ્રહ્માનંદ સ્વામી
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy