SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ દેશી ઢાળ આ તન રંગ પતંગ સરીખો બિદ્રાવની સારંગ ઓરા આવોને સુંદર શ્યામ, એકાંતે ભીમપલાસ ભવસાગરમાં શરણ અચળ અવિનાશી ગરબી જોને જોને સખી એનું રૂપ, મનોહર ઝૂલણા છંદ તારી આંખલડી અલબેલ, અતિ ધોળા દાટ્યો રહેને ચોર દૈવના સારંગા બાળપણું તેં જીવ અજ્ઞાની ખબર દેશી ઢાળ મારે આવ્યો અલૌકિક દાવ રે ગરબી રે શિર સાટે નટવરને વરીએ દેશી ઢાળ વ્હાલા લાગો છો વિશ્વાધાર રે ભીમપલાસ સગપણ એક હરિવરનું સાચું દેશી ઢાળ સજની ટાણું આવ્યું રે ભવજલ ભૈરવી સંત પરમ હિતકારી જગતમાંહી બ્રહ્માનંદ સ્વામી (અક્ષરવાસી) બ્રહ્માનંદનું બાળપણનું નામ લાડુદાનજી હતું. સ્વામીનારાયણ સંપ્રદાયમાં શ્રી સહજાનંદસ્વામીએ વિ.સં. ૧૮૬૧ માં તેમને દીક્ષા આપી અને બ્રહ્માનંદ નામ રાખ્યું. તે વખતે તેમની ઊંમર ૩૩ વર્ષની હતી. લાડુદાનજીનો જન્મ મારવાડ પ્રદેશમાં શિરોહી જિલ્લાના ખાણ ગામે વિ.સં. ૧૮૨૮ માં અત્યંત સમૃદ્ધ એવા ગઢવી કુંટુંબમાં થયો હતો. મહાકવિ બ્રહ્માનંદજી શતાવધાની સંત હતા. એકપાઠી તીવ્ર મેઘા અને વિલક્ષણ વિચાર શક્તિના ધારક હતા. ગાયન, વાદન , નર્તન, શિલ્પ, શુકન , પાકશાસ્ત્ર એમ જુદી જુદી ૨૪ કળામાં પારંગત હતા. અનેક ઉપાધિઓથી વિભૂષિત હતા. ગુજરાતી ઉપરાંત વ્રજ, મારવાડી, હિન્દી, ઉર્દૂ જેથી ભાષાઓ ઉપર તેમનો અધિકાર હતો. જીવનકાળ દરમિયાન તેઓએ ૮૦૦૦ થી પણ વધુ કીર્તનોની રચના કરી હતી. અને ૧૮ જેટલા દળદાર ગ્રંથોની રચના કરી હતી. મોતીરામ, ભુજંગી, વારામ જેવા અનેક છંદો તેમણે બનાવ્યા હતા. વાતાવરણને પલટવાની તાકાત તેમની ગાન વિધામાં હતી. સિતાર અને મૃદંગ જે વાજિંત્રો તેઓ ખૂબીથી વગાડતા. શ્રીજી મહારાજની આજ્ઞાથી વડતાલનું સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ તેમના હસ્તક થયું હતું. અંતે ૬૦ વર્ષની વયે વિ.સં. ૧૮૮૮ જેઠ સુદ ૧૦ ના રોજ તેઓ અક્ષરનિવાસી થયા ૬૫૫ (રાગ : દેશી ઢાળ) આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગેજી; અસંખ્ય ગયો ધન સંપત મેલી, તારી નજરું આગેજી. ધ્રુવ અંગે તેલ કુલેલ લગાવે, માથે છોગાં ઘાલજી ; જોબન ધનનું જોર જણાવે, છાતી કાઢી ચાલે છે. આ તન જેમ ઉંદરડે દારૂ પીધો, મસ્તાનો થઈ ડોલેજી ; મગરૂરીમાં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલે છે. આ તન મનમાં જાણે મુજ સરીખો, રસિયો નહીં કોઈ રાગીજી; બારે તાકી રહી બિલાડી, લેતાં વાર ન લાગીજી. આ તન આજ કાલમાં હું તું કરતાં, જમડા પકડી જાશેજી; ‘બ્રહ્માનંદ ' કહે ચેત અજ્ઞાની, અંતે ફ્લેતી થાશેજી. આ તન કા જીવે પિવે કે બિના, જગ લાગે નિ:પ્રાન ! | યા તો પિવ જૈહે મિલિહૈ, યા છૂટત હૈ પ્રાન II || ભજ રે મના ૩૯૪ વા દિન કો બિરહા લગો, ધુન લાગો દ્વારા || દિન દિન પીરી હોત હૈ, પિયા ન બૂઝે સાર | | ૧૯૫) બ્રહ્માનંદ સ્વામી
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy