SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૩ (રાગ : લાવણી) હાં રે વ્હાલા ! અરજી અમારી, સુણો શ્રીનાથજી !. લઈ જાજે તારા ઘામમાં. ધ્રુવ હાં રે મારા અંત સમયના બેલી, હાં રે હવે મેલો નહિં હડસેલી; હાં રે હું તો આવી ઊભો તમ દ્વારે શ્રીનાથજી ! લઈ જાજે તારા ધામમાં. હાં રે, હાં રે નાથ ! કરુણા તણા છો સિંધુ, હાં રે હું તો યાચું છું એક જ બિંદુ; હાં રે એક બિંદુમાં નહિં થાય ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હાં રે, હાં રે મારું અંતર લેજો વાંચી, હાં રે નથી, મેંદીમાં લાલી લખાતી; હાં રે પાન-પાને એ પ્રસરી જાતી શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. હાં રે, હાં રે તને સમજુને શું સમજાવું ? હાં રે કે'તો અંતર ચીરીને બતાવું ! હાં રે તારા ‘પુનિત’ને એક જ આશા શ્રીનાથજી , લઈ જાજે તારા ધામમાં. હાં રેo કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી, ક્યાં પાટે ચાલી રહીં જિંદગીની ગાડી ? પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો... આ જિંદગીના કંઠી પહેરીને કંઠ કેટલાના કાયા ? માળાના મણકામાં માધવને માયા! તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો... આ જિંદગીના જમા, ઉધાર કેરો કાઢજો તફાવત, પ્રભુના નામે કરી કેટલી બનાવટ? એક એક પાનું ચિંતનથી ચકાસજો... આ જિંદગીના આગમની વાત કહો કેટલી પચાવી, કેટલી કુટેવો કાઢી કેટલી બચાવી? સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો... આ જિંદગીના જ્ઞાન અને ભક્તિમાં મસ્ત બની રાચજો, ધર્મ સંસ્કાર સૌ વર્તનમાં લાવજો; કામ કરી સેવાનાં જીવન દીપાવજો... આ જિંદગીના - શ્રી પાંડુરંગ શાસ્ત્રી, ૫૮૫ (રાગ : ભૈરવી) કોડિયું નાનું ભલેને હું, સદાયે રહું છું ઝગમગતું. ધ્રુવ સૂરજ પાસેથી શીખ સૌને મળે છે, પથદર્શક બનનારે બળવું પડે છે; સાક્ષાત સંદેશો સૂરજનો છું. કોડિયુંo જગ આખું બગડ્યું છે, કોણ એ સુધારે ? દંભી કે કામચોર, એવું વિચારે; તિમિર દૂર તગડ્યું નિરાશાનું. કોડિયુંo મારાથી થાય શું ? કદીના વિચારું, શક્તિ મારી બધી કામે લગાડું; | સ્પર્શે ના લાઘવનું અંધારું. કોડિયું સામટું આવે ને ભલે , જગનું અંધારું, તો યે હૈયાની હું હિંમત ના હારું; સંતાન આખર તો સૂર્યતણું છું. કોડિયુંo - શ્રી પાંડુરંગ શાસ્ત્રી ૫૮૪ (રાગ : ધોળ) આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજ, મનને મહેતાજી કરી કામે લગાડજો ... આ જિંદગીના આજ સુધી જીવ્યા તો કેવું ને કેટલું, કેટલી કમાણી કરી કેટલું છે દેવું ? કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો ... ઓ જિંદગીના સબ કુછ ગુરુ કે પાસ હૈ, પાઈયે અપને ભાગ સેવક મન કા પ્યાર હૈ, રહે ચરણ મેં લાગ | | ગુરુ મિલા તબ જાનિકે, મિટે મોહ સત્તાપ | | હર્ષ શોક વ્યાપે નહીં, તબ ગુરુ આપ હી આપ || || - શ્રી પાંડુરંગ શાસ્ત્રી ભજ રે મના રૂપી
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy