SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ લાગી લગન થઈ પ્રેમે મગન, એક જ્યોત જીવનમાં જાગી, નયનભરી નિરખ્યા નટવરને, મનહર મોરલી વાગી રે; શાંતિનો ‘પુનિત’ પ્રયાસ, બનું હું તવ ચરણનો દાસ. શ્રીજી સનમુખ ઊભાં છે. પ૬૮ (રાગ : ભીમપલાસ) મારા જીવન કેરી નાવ, તારે હાથ સોંપી છે; ચાહે ડુબાડે કે તાર, તારે હાથ સોંપી છે. ધ્રુવ ભવસાગરની ભુલવણીમાં, ભુલી પડી છે નાવડી; એને ઠેકાણે તું લાવ, તારે હાથ સોંપી છે. મારા એક જ છિદ્ર પડે નાવમાં, તોયે ડૂબી જાય છે; અહીં તો ઘણા રહ્યા છે દ્વાર, તારે હાથ સોંપી છે. મારા માયા જળથી દરિયો ભરીયો, મમતાના તોફાન છે; ‘પુનિત' નાવલડી તું તાર, તારે હાથ સોંપી છે. મારા પ૬૯ (રાગ : લાવણી) મારા સ્વપનામાં સાક્ષાત, શ્રીજી સનમુખ ઊભા છે; એણે સમજાવ્યું કરી શાન, માનવ બનજે તું ઈન્સાન. શ્રીજી સનમુખ ઊભા છે. એક હાથ ઊંચો કરી મુજને, બોલાવ્યો નિજ પાસે, દયા ધરમનો ધજાગરો , ક્રકે છે આકાશે રે; મને મળી ગયો સંકેત, લીંધી તવ દર્શનની ટેક. શ્રીજી સનમુખ ઊભા છેo શ્રીમુખ સુદીર શ્રીનાથજી છે, જોતાં મનડું મલકે, પ્રેમ દીવાનો થઈ પ્રીતમમાં, આનંદ સાગર છલકે રે; ભક્તિ ખાંડાકેરી ધાર, સંત સંગતથી બેડો પાર. શ્રીજી સનમુખ ઊભાં છેo દેવ દમન છે નામ તમારું, વલ્લભના પ્રભુ પ્યારા, અંતરયામી અમ અંતરના, દૂર કરો અંધારા રે; ગરવી ગીતાનું જ્ઞાન, કરવું બ્રહ્માનંદનું પાન. શ્રીજી સનમુખ ઊભા છે. કામ ક્રોધ, મદ, લોભની, જ્યાં લગી મનમાં ખાણ; કાં પંડિત કાં મુરખો બેહ, એક સમાન.. ભજ રે મના ૩૪૮) પ૭૦ (રાગ : ધોળ) મીઠી માઝમ કેરી રાતડી રે લોલ, નયણામાં ખૂબ ભરી નીંદાજો; સમણાં સ્નેહીનાં મને સાંભરે રે લોલ. ધ્રુવ કારતકે કંથ પરદેશમાં રે લોલ , આડી વિયોગ કેરી ભીંત જો. સમણાંo માગશરે મનડું મુંઝાય છે રે લોલ, હૈયામાં ભરતીને ઓટ જો. સમણાંo પોષે શોષાય મારી દેહડી રે લોલ, લાગી ગઈ પ્રેમ કેરી ચોટ જો. સમણાંo માધે મહિયરિયું ના ભાવતું રે લોલ, લાગ્યા સાસરિયાના કોડ જો. સમણાંo ફાગણ ફૂલ્યો ને ફૂલ્યાં કૂડાં રે લોલ, કરમાતો પ્રેમ કેરો છોડ જો. સમણાંo ચઇતરે ચિત્ત ચળી જાય છે રે લોલ, જીવન-મરણ કેરી હોડ જો. સમણાંo વૈશાખે વાય ઊના વાયરા રે લોલ, ભભકા ભભૂકે મારે અંગ જો. સમણાંo જેઠ તો જમ જેવો લાગતો રે લોલ, અમર આશાનો થતો ભંગ જો. સમણાંo અષાઢ થાતી બહુ વીજળી રે લોલ, બળે છે પ્રેમ કેરી પાંખ જો. સમણાંo શ્રાવણે સરોવરો ઊભર્યા રે લોલ, ખાલી વિયોગી મારી આંખ જો. સમણાંo ભાદરવો તો ભલે ગાજિયો રે લોલ, પહોંચ્યો પિયુને સંદેશ જો. સમણાંo આસો માસે તો પિયું આવિયા રે લોલ , અજવાળ્યા દિલના પ્રદેશ જો. સમણાંo નિદ્રા ઉડીને આંખ ઉઘડી રે લોલ, ‘પુનિત’ પિયની એવી પ્રિત જો. સમણાંo જિન નૈનન પ્રીતમ બચ્ચ, તહં કિમિ ઔર સમાય; ભરી સરાય રહીમ લખિ, પથિક આપુ ફિરિ જાય. પુનિત મહારાજ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy