SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ કામ કરે, સેવાના માંહી પરિણામે રે; આંખ ફરે, હરિની મૂર્તિ ઝાંખે રે. અમૃતરસના ભોજન જમતાં માને પ્રભુનો પ્રસાદ રે; જળને પીતાં ચરણામૃતની યાદે રે. અમૃતરસના પુનિત ભક્તો ભગવદ્ભય બની જાતા રે; રાત્રિ-દહાડો હરિનાં ગુણલાં ગાતા રે. અમૃતરસના ૫૪૬ (રાગ : ભૈરવી) અંક પ્રભુજી મારે નથી થાવું ને, મીંડું થાવું ગમતું રે; જ્યારે જુએ ત્યારે છૂટું ને છૂટું (૨), બંધનમાં ના પડતું રે. ધ્રુવ આદિ નહીં ને અંત નહિ એને, મધ્યે શૂન્યાકાર રે; નાનકડું ને હળવું બહુએ (૨), ના થાય જગનો ભાર રે. અંક જ્યાં લગાડો ત્યાં લાગી જાતું, ચાહે ઉડાવો છેદ રે; માન અને અપમાન સૌ સરખાં (૨), રાખે નહિ કાંઈ ભેદ રે. અંક આગળ બને નિર્ગુણ થઈને, પાછળ ગુણાકાર રે; ઓછું કોઈને કરે નહિં ને (૨), કોઈનાથી નહિં ખાર રે. અંક ‘પુનિત' પ્રભુજી આ નિર્લેપતા, મીંડું બનતાં મળતી રે; ખેંચાખેંચી સારા જગતની (૨), સદાને માટે ટળતી રે. અંક ૫૪૭ (રાગ : ધોળ) અંતરની ભીંતો ભેદો રે, હરિના નામે; મમતાનાં મૂળ છેદો રે, હરિના નામે. ધ્રુવ માયા પડદો પડ્યો આડો, જાણે ઉભા મોટા પહાડો; તોડી ફોડી દૂર કહાડો રે, હરિના નામે. અંતરની ભજ રે મના તેરા તો કુછ નહીં ગયા, જો તુ કરે હિસાબ નંગા હી તું જનમીયા, અબ લંગોટી લાભ 339 મુખના ધનુષ્ય થકી તીરો છોડો નામ જપી; નહિ પડદો રહેશે ટકી રે, હરિના નામે. અંતરની તીરે તીરે કાણું પડશે, જાળી જેવો એતો બનશે; એક દિન તુટી પડશે રે, હરિના નામે. અંતરની૦ પડદો જ્યાં ખસી જાશે, દીવાનું અજવાળું થાશે, ‘પુનિત' દર્શન થાશે રે, હરિના નામે. અંતરની૦ ૫૪૮ (રાગ : ઝીંઝોટી) કલ્પવૃક્ષ હેઠે બેઠાં રે, કમિ ના શાની ? આંખો સામે નથી છેટા રે, કમિ ના શાની ? ધ્રુવ દર્શન પામ્યાં બધું પામ્યા, દુઃખડા અમારા વામ્યાં; ચિત્તડાં ચરણમાં જામ્યા રે, કમિ ના શાની ? કલ્પ અક્ષયપાત્ર હાથે લાધ્યું, ભૂખ કેરૂ દુઃખ ભાગ્યું; સૂતેલ અઁતર જાગ્યું રે, કમિ ના શાની ? કલ્પ૦ અંતર્યામી ત્રિભુવનમાં, જાણો શું છે મારા મનમાં; શીતળ છાયા ભવરણમાં રે, કમિ ના શાની ? કલ્પ હૈયે છે પણ હોઠે ના'વે, કહેવું પણ કહેતાં ન ફાવે; ‘પુનિત' પ્રભુનો કહાવે રે, કમિ ના શાની ? કલ્પ૦ નારી મિલી ફૂલવારી મિલી, જ્યું અટારી મિલી મહીં કાચ ઢળ્યો હૈ, પુત મિલે ઘર સુત મિલે, બહુ દૂત મિલે નિજ બૈન પલ્યો હૈ; ખાન મિલે અરુ પાન મિલે, સનમાન મિલે કહું ભાગ્ય ખુલ્યો હૈ, બ્રહ્મમુનિ ઘનશ્યામકો આશ્રય, જો ન મિલ્યો તો કછુ ન મિલ્યો હૈ. સબકે પ્રતિ મંગલ જગૈ, મૈત્રી જગૈ અપાર દ્વેષ દ્રોહ જાગૃ નહીં, જગૈ પ્યાર હી પ્યાર 336 પુનિત મહારાજ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy