SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ (રાગ : હંસકંકણી) વિશ્વભર થઈ ભરે સૌનાં પેટ, જગતમાં સૌથી મોટો તું શેઠ. ધ્રુવ નિત્ય સવારે ભૂખ્યો ઉઠાડે, લોકો કહે ભગવાન; કીડીને કણ, હાથીને મણ, સાંજ સુધીમાં દે ધાન. વિશ્વભર સમદ્રષ્ટિથી સહુને ભાળે, ટાળે ત્રિવિધના તાપ; કરણી પ્રમાણે ફ્ળને ફાળવે, સરખું મોહનનું માપ. વિશ્વભર ભક્તજનોને કદી ન ભૂલે, સંકટમાં કરે સહાય; આરતનાદથી અકળાઈ ઉઠે, દોડે અડવાણા, પાય. વિશ્વભર૦ નરસિંહ મહેતાના શેઠ શામળિયા, મીરાંના ગિરધર ગોપાળ; સાચા સપ્ના શ્રીકૃષ્ણ સુદામા, ધ્રુવના તમે રખવાળ. વિશ્વભર જીવન ધન્ય બની જાય તેનું, જેનો ઝાલે તું હાથ; સંસાર-ચક્રનો ટળે ચક્રાવો, નયણે નીરખતાં નાથ. વિશ્વભર૦ ૪૫૯ (રાગ : મેવાડા) હરિ ! મારી બેડલી પાર ઉતારો રે, પ્રભુ ! મારી નૈયાને પાર ઉતારો રે. ધ્રુવ નજર નાખું ત્યાં જળ જળ ભાળું, સાગર ઘૂઘવતો ગંભીર; માર્થોડું માથોડું મોજાં ઊછળતાં, અફાટ સાગર નીર. પ્રભુ ઉપર આભ ને દરિયો નીચે, ચારેકોરે અંધાર; ગડગડ ગડગડ મેહુલો ગાજે, શી રીતે આવું બહાર ? પ્રભુ ઝંઝાવાતો વચ્ચે ઝોલા ખાતો હું, ભગવાન ! ભૂલીને ભાન; કેશવ ! કિનારે નાવડીવાળો, હાથ ઘરોને સુકાન. પ્રભુ ઉરના ઊંડાણેથી પોકાર પાડું, શામળા ! દેતો સાદ; ભીડ વેળાએ આવજો ભૂધર ! સાંભળી આરતનાદ. પ્રભુ અનેક ભક્તોનાં મધરાતે દોડી, કેશવ ! કીધાં છે કાજ; કર જોડીને વિનવું વહાલા, રાખોને લાખેણી લાજ. પ્રભુ ભજ રે મના ધિક હૈ ઉસ યૌવન કો જિસને, અપના સંયમ ખોયા હાય ! વીરતા કી ધરતી મેં, રતિ કા કંટક બોયા ૨૮૨ ૪૬૦ (રાગ : સારંગ) હરિ ! મારી હોડી હંકારો, હજુ દૂર દૂર છે આરો. ધ્રુવ હલેસાં મારીને થાકયો હરિવર ! દેખાય નહિ તોય તીર, ઉપર આભ ને પગની નીચે, ગાજે સાગર ગંભીર; ગાતો મોતનાં ગાણાં, કેવાં કાલે ઊગશે વ્હાણાં. હરિ નાશની નોબત ગડગડ વાગે, ભાંગે હૈયાની હામ, હતાશ થઈને હારી બેઠો છું, સાદ સાંભળજો શ્યામ; ઊંડે ઊંડે પ્રાણ પોકારે, વ્હાલા ! મારી આવજો વ્હારે, હરિ હાલકોલક હોડલી થાતી, ડૂબી જાશે શું નાથ ! દીન બનીને શરણે આવ્યો પકડો મારો હાથ; કહાવો કેશવ ! કરુણાસિંધુ, ખૂટે નહિ આપતાં બિંદુ. હરિ આંખ મીંચું ત્યાં ઘોર અંધારું, આશાનું કિરણ એક, બૂડતાનું બાવડું પકડીને બાપુ ! જરૂર જાળવો ટેક; વદે વેદ-પુરાણો વાણી, નથી ઇતિહાસે અજાણી. હરિ આરતનાદ સુણીને ઉઠે, ભક્તોના ભગવાન, અડવાણા પાયે દોડે દામોદર, દેહનું ભૂલી ભાન; વિશ્વાસુને વ્હાલો ઉગારે, તારે, તેને પડ્યો પનારે. હરિ 3 તુલસીદાસ (રાગ : કામોદ) જો મોહિ રામ લાગતે મીઠે; તૌ નવરસ પટ્રસ-રસ અનરસ હૈ જાતે સબ સીઠે. ધ્રુવ પંચક વિષય વિવિધ તનુ ધરિ, અનુભવે સુને અરૂ ડીઠે; યહ જાનત હિરદે અપને, સપને ન અધાઈ ઉબીકે. જો ‘તુલસિદાસ' પ્રભુ સોં એકહિ, બસ વચન કહત અતિ ઢીકે; નામ કી લાજ રામ કરૂનાકર, કેહિ ન દિયે કર ચીઠે, જો આયા જબ લાયા નહીં, અંતે ના લેઈ જાય બિચ મીલી બિચમેં ગઈ, ધોખા કરે બલાય ૨૮૩ કવિ ન્હાનાલાલ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy