SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ (રાગ : શુદ્ધ સારંગ) મારગ મારો ચીંધતો રેજે, ભૂલું ત્યારે ભાળ તું લેજે. ધ્રુવ અઘોર વનમાંથી જાય છે રસ્તો , નથી દિશાનું ભાન, ઝાંખો છતાંયે ધ્રુવના જેવો, ભોમિયો થાજે ભગવાન ! કાળોતરો કાળ ના ડંખે, ઝાંખી કાજે ચિતડું ઝંખે. મારગ અસાર આ સંસારમાં જ્યારે, સૂધ ના લેતું કોઈ, હિંમત હારીને હૈયું તૂટે છે, જીવન ગાળું રોઈ રોઈ; સાચો સાથી શામળા ! થાજે, હારેલાનો હાથ તું હાજે. મારગo દુનિયાના રંગમાં રચ્યોપચ્યો રહી, માણું મનગમતો મોજ, ગર્ભમાં દીધેલા કોલની કેશવ ! યાદી દેજે રોજેરોજ; અથડાયે ના ખરાબે નૈયા, કુશળ કેવટ થાજે કનૈયા ! મારગo જોજો જુક્તિથી દેવ દામોદર! આંટો એળે ના જાય, લખચોરાસીનો ફેરો ટળે ને જીવન સાર્થક થાય; જેવોતેવો બાળ છું તારો, અડીખમ બાપુ તું મારો. મારગ ધામમાં તારા આવવા માટે, ખેડીને વસમી વાટ, બિહામણાં વન, કોતર, કંદરા ઓળંગીને ગિરધાર ! ઊભો રહું બારણે આવી, તાળાની તું બનજે ચાવી. મારગo નાથ ગગનના જેવા રે, સદા મને છાઈ રહે; નાથે વાયુની પેઠે રે, સદા મુજ ઉરમાં વહે. મારાંo જરા ઉઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ તદા; બ્રહ્મ-બ્રહ્માંડ અળગાં રે, ઘડીયે ન થાય કદા. મારાંo પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ તેને ચેતનની ? જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ તોયે કંઈ દિનની. મારાં સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી; જીભ થાકીને વિરમે રે, વિરાટ વિરાટ વદી. મારાંo પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ક્યારે ઊઘડશે ? આવાં ઘોર અંધારા રે, પ્રભુ ક્યારે ઊતરશે ? મારાંo નાથ, એટલી અરજી રે, ઉપાડો જડ પડદા; નૈન-નીરખો ઊંડેર રે, હરિવર દરસે સદા. મારાં આંખ આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી; એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ. મારાંo ૪૪૯ (રાગ : દેશ) મારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી; એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી. ધ્રુવ શોક મોહના અગ્નિ રે, તપે તેમાં તપ્ત થયાં; નથી દેવનાં દર્શન રે, કીધાં તેમાં રક્ત રહ્યા. મારાં પ્રભુ સઘળે બિરાજે રે, સૃજનમાં સભર ભર્યા; નથી અણુ પણ ખાલી રે, ચરાચર માંહી ભળ્યા. મારાં સાધુ ઐસા ચાહિયે, જાકા પૂરન મન | વિપત્તિ પડે છોડે નહી, ચઢે ચૌગુના રંગ || ભજ રે મના ૨૭૬) ૪૫૦ (રાગ : ચંદ્રકાંત) મારી છેલ્લી જીવનની સાંજ, વ્હાલીડા ! સન્મુખ રે'જો આજ. ધ્રુવ શૈશવ-ચૅવન બન્ને વટાવ્યાં, ઘડપણમાં ગળ્યાં ગાત્ર; આંખે ન સૂઝે ને દેહડી ધ્રૂજે, હાડપિંજર છે માત્ર . વ્હાલીડાઓ ચામડી લટકે ને જીભડી અટકે, ભટકે મન ચોપાસ; કૂડાં કરમના કાળા ઓછાયા, પળ પળ આપે ત્રાસ. વ્હાલીડા સગાં-સબંધી સામું ન ભાળે, હરિ ! થયો હડધૂત; સાચો સહારો શામળા ! તારો, બાકી બધું છે તૂત. વ્હાલીડા તિમિર ગયા રવિ દેખતે, કુમતિ ગઈ ગુરુજ્ઞાન સુમતિ ગઈ અતિ લોભસે, ભક્તિ ગઈ અભિમાના ર૦૭) કવિ ન્હાનાલાલ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy